/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/wrestlers-protest.jpg)
બજરંગ પૂનિયા, ફોગાટ બહેનો સહિત પહેલવાનોના જંતર મંતર પર ધરણા (Express Photo)
India top wrestlers protest against Wrestling Federation: બજરંગ પૂનિયાની આગેવાનીમાં વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક, સોનમ મલિક અને અંશુ મલિક સહિત ભારતના ટોપના પહેલવાનોએ જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સામે મોરચો ખોલી દીધો છે. તેમનું કહેવું છે કે ફેડરેશન પહેલવાનો સાથે ગુલામ જેવો વ્યવહાર કરી શકે નહીં. સાથે તેમણે કહ્યું કે માંગણી પુરી ના થાય ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. પહેલવાનોનું કહેવું છે કે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલય તરફથી સંજ્ઞાન લીધા પછી જ ધરણા ખતમ કરીશું, નહીંતર યથાવત્ રાખીશું.
બજરંગ પૂનિયા સહિત લગભગ એક ડઝન પહેલવાનો જંતર મંતર પર
બજરંગ પૂનિયા સહિત લગભગ એક ડઝન પહેલવાનો જંતર મંતર પર છે. બુધવારે બપોરે પ્રદર્શન શરુ થતા પહેલા બજરંગે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે અમારો વિરોધ મહાસંઘ અને તે પહેલવાનોના હિતોનું ધ્યાન રાખ્યા વગર જે રીતે કામ કરી રહ્યા છે તેનો વિરોધ છે. આમાં કોઇ પ્રકારની રાજનીતિ સાથે લેવા-દેવા નથી. અમે અહીં કોઇ રાજનેતાને આમંત્રિત કર્યા નથી. આ વિશુદ્ધ રુપથી પહેલવાનોનો વિરોધ છે.
આ પણ વાંચો - ખેતરમાં કામ કર્યું, ફાનસ ખરીદવાના પૈસા ન હતા, હવે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઊતરશે નીલમ ખેસ
પહેલવાનોએ ચુપચાપ ઘણું બધું સહન કર્યું છે
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ એ પણ કહ્યું કે અમે અહીં તે પહેલવાનોના મુદ્દા ઉઠાવવા માટે છીએ જેમનું કોઇ સાંભળતું નથી. પહેલવાનોએ ચુપચાપ ઘણું બધું સહન કર્યું છે પણ હવે અમે નક્કી કર્યું છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (Wrestling Federation of India) તરફથી લેવામાં આવી રહેલા એકતરફી નિર્ણયો સામે અમે હવે ચુપ રહીશું નહીં. ભારતના બધા શીર્ષ પહેલવાન ત્યાં સુધી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે જ્યાં સુધી અમારી માંગણી પુરી ના થઇ જાય અને ભારતીય કુશ્તી મહાસંઘ અમારી સાથે સારો વ્યવહાર ના કરે. પહેલવાનોની પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રી કાર્યાલયને વિનંતી છે કે અમારી અને ખેલની મદદ કરો.
India's top wrestlers #VineshPhogat, #SakshiMalik, #SangeetaPhogat, #Bajrang, #SonamMalik and #Anshu during a protest at Jantar Mantar against the Wrestling Federation of India's high handed way of functioning. pic.twitter.com/h3nhFJCq2P
— Express Sports (@IExpressSports) January 18, 2023
મેડલ જીતવા પર દરેક ઉજવણી કરી છે, તે પછી કોઇ ચિંતા કરતું નથી
બજરંગ પૂનિયાએ કહ્યું કે જ્યારે અમે ભારત માટે મેડલ જીતીએ છીએ તો દરેક ઉજવણી કરે છે પણ તે પછી કોઇને ચિંતા નથી હોતી કે અમારી સાથે ફેડરેશન દ્વારા કેવો વ્યવહાર કરવામાં આવે છે. પહેલવાનો સાથે ભારતીય કુશ્તી મહાસંઘ ગુલામો જેવો વ્યવહાર કરી શકે નહીં. આજે અમે મહાસંઘમાં ઘણા વર્ષોથી ચાલી આવી રહેલી તાનાશાહીની વાત કરીશું. કોઇ એ નથી પૂછતું કે કુશ્તીને શું જોઈએ. આ યોગ્ય નથી. અમે તેને ચુપચાપ સહન કરતા રહ્યા પણ હવે વધારે સહન કરીશું નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us