/indian-express-gujarati/media/media_files/2026/03/02/india-vs-afghanistan-series-2026-03-02-14-37-57.jpg)
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી 20 જૂન દરમિયાન એક ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે રમાશે Photograph: (બીસીસીઆઈ, સોશિયલ મીડિયા)
India vs Afghanistan Series : આઇપીએલ 2026 પુરી થયા બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી 20 જૂન દરમિયાન એક ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે રમાશે. બીસીસીઆઈએ આ સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. પોસ્ટરમાં શુભમન ગિલ ટેસ્ટ જર્સીમાં અને રોહિત અને વિરાટ વન-ડે જર્સીમાં જોવા મળી રહ્યા છે.
એટલે કે આઈપીએલ બાદ ભારતીય ક્રિકેટ ચાહકો ટૂંક સમયમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફરીથી બ્લુ જર્સીમાં જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ 2026 અને આઈપીએલ 2026 બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2027 માટે પોતાનું મિશન શરૂ કરશે. આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી આ ટૂર્નામેન્ટની તૈયારી અફઘાનિસ્તાન સામેની ત્રણ વન ડેની શ્રેણી સાથે થશે.
શ્રેણીની શરૂઆત એકમાત્ર ટેસ્ટથી થશે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની શ્રેણીનો પ્રારંભ એકમાત્ર ટેસ્ટ મેચથી થશે. આ ટેસ્ટ 6 જૂનથી 10 જૂન દરમિયાન ન્યૂ ચંદીગઢમાં રમાશે. ભારતીય ટીમ આઠ વર્ષ બાદ અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચ રમશે. અગાઉ બંને દેશો વચ્ચે એકમાત્ર ટેસ્ટ 2018માં રમાઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયા અજિંક્યા રહાણેની કેપ્ટન્સી હેઠળ ઉતરી હતી.
🚨 News 🚨
— BCCI (@BCCI) March 2, 2026
Here's a look at the schedule for Afghanistan Men’s Team’s tour of India in June 2026 🗓️
Details ▶️ https://t.co/OkJVip4AhJ#TeamIndia | #INDvAFGpic.twitter.com/CQhIliTf2E
ભારત-અફઘાનિસ્તાન વન-ડે સિરીઝનો કાર્યક્રમ
- પ્રથમ વન ડે : 14 જૂન, ધર્મશાળા (બપોરે 1.30 વાગ્યે)
- બીજી વન ડે : 17 જૂન, લખનઉ (બપોરે 1.30 વાગ્યે)
- ત્રીજી વન ડે : 20 જૂન, ચેન્નાઈ (બપોરે 1.30)
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ગૌતમ ગંભીરનો નવો મંત્ર, વિરોધી ટીમોમાં ખૌફ પેદા કરશે ટીમ ઈન્ડિયા
રોહિત-વિરાટનો જાદુ જોવા મળશે
ભારતીય ટીમના સૌથી લોકપ્રિય અને દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીનો જાદુ ફરી ચાહકોમાં જોવા મળશે. બીસીસીઆઇના પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે આ બંને લેજન્ડ્સ આઇપીએલ બાદ અફઘાનિસ્તાન સામેની વન ડે શ્રેણીમાં વાપસી કરશે. અગાઉ બંને ન્યૂઝીલેન્ડની વન-ડે શ્રેણીમાં જોવા મળ્યા હતા. ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ વન ડેમાં વાપસી કરતા રોહિત ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં અને વિરાટ સાઉથ આફ્રિકા શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. 14 જૂનથી બન્ને ટીમ ઇન્ડિયા તરફથી રમતા જોવા મળશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us