ટી 20 વર્લ્ડ કપ 2026 : ગૌતમ ગંભીરનો નવો મંત્ર, વિરોધી ટીમોમાં ખૌફ પેદા કરશે ટીમ ઈન્ડિયા

T20 World Cup 2026 : તિલક વર્માએ મેચ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ પ્રકારનું પ્રદર્શન કરવા માંગતા હતા. અમે એક ટીમ તરીકે સારો સ્કોર કરવા માંગતા હતા. અમે ચર્ચા કરી હતી કે, પાવર પ્લેમાં અમે ત્રણ-ચાર વિકેટ ગુમાવીએ તો પણ અમે આક્રમક બેટીંગ કરીશું

T20 World Cup 2026 : તિલક વર્માએ મેચ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ પ્રકારનું પ્રદર્શન કરવા માંગતા હતા. અમે એક ટીમ તરીકે સારો સ્કોર કરવા માંગતા હતા. અમે ચર્ચા કરી હતી કે, પાવર પ્લેમાં અમે ત્રણ-ચાર વિકેટ ગુમાવીએ તો પણ અમે આક્રમક બેટીંગ કરીશું

author-image
Ashish Goyal
New Update
Tilak Varma and Gautam Gambhir discussing India vs Zimbabwe T20 strategy | T20 World Cup 2026 Team India aggressive batting intent | ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે આક્રમક બેટિંગ રણનીતિ | ગૌતમ ગંભીર અને તિલક વર્મા T20 વર્લ્ડ કપ 2026

ભારતીય ક્રિકેટર તિલક વર્મા Photograph: (સ્ક્રિનગ્રેબ)

T20 World Cup 2026 : આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાનો ઈરાદો સ્પષ્ટ છે. સામે કોઇપણ ટીમ હોય બેટિંગ સ્ટાઇલ આક્રમક જ રહેશે. સુપર-8 સ્ટેજમાં ઝિમ્બાબ્વે સામે 256 રન ખડક્યા બાદ ભારતીય ડ્રેસિંગરુમમાંથી એકમાત્ર સંદેશ બહાર આવ્યો હતો કે હરિફ  ટીમોમાં ડર ઉભો કરવો છે.

Advertisment

હેડ કોચ ગૌતમ ગંભીરના સ્પષ્ટ મંત્ર અને તિલક વર્માની બેબાક ચેતવણીએ સ્પષ્ટ કરી દીધું હતું કે પાવરપ્લેમાં વિકેટ પડે કે દબાણ વધે ટીમ ઈન્ડિયા હવે પીછેહઠ કરવાની નથી. લક્ષ્ય માત્ર જીતવાનું નથી, પણ વિરોધી બોલરોના મનમાં ડર પેદા કરવાનો છે.

ભારતે ગુરુવારે  ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું. ભારતીય ક્રિકેટર તિલક વર્માએ મેચ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ પ્રકારનું પ્રદર્શન કરવા માંગતા હતા. અમે એક ટીમ તરીકે સારો સ્કોર કરવા માંગતા હતા. અમે ચર્ચા કરી હતી કે, પાવર પ્લેમાં અમે ત્રણ-ચાર વિકેટ ગુમાવીએ તો પણ અમે આક્રમક બેટીંગ કરીશું.

તિલક વર્માએ સંજુ સેમસનના વખાણ કર્યા  

આ સંદર્ભમાં તિલક વર્માએ સંજુ સેમસનના વખાણ કર્યા હતા. રિંકુ સિંહના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયેલા સંજુ સેમસને 15 બોલમાં 24 રન ફટકારતાં અભિષેક શર્માની સાથે પ્રથમ વિકેટ માટે 3.4 ઓવરમાં 48 રન જોડયા હતા.

Advertisment

તિલક વર્માએ કહ્યું કે જ્યારે ઓપનરો સારી શરૂઆત કરે છે, ત્યારે તે ત્રીજા, ચોથા અને પાંચમા નંબરના બેટ્સમેનોનો આત્મવિશ્વાસ પણ વધે છે. સંજુએ શાનદાર શરૂઆત કરી હતી. અમે આ અંગે ચર્ચા કરી હતી અને અમે વિરોધી બોલરોમાં એ ડર જોવા માગીએ છીએ કે ભારતીય બેટ્સમેનો દરેક બોલ પર શોટ ફટકારવા માટે તૈયાર છે. 

ચેપોકમાં રમાયેલી મેચ પહેલા ટી-20 મેચોના વીડિયો જોયા હતા

સાઉથ આફ્રિકા સામેની સુપર 8ની પ્રથમ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખરાબ રીતે આઉટ થયા હતા. તિલક વર્માએ કહ્યું કે ખેલાડીઓએ ચેપોકમાં રમાયેલી મેચ અગાઉ અગાઉની ટી-20 મેચોના વીડિયો જોયા હતા. તિલક વર્માએ કહ્યું કે અમે મેચ પહેલા જ ચર્ચા કરી હતી કે અમે હકારાત્મક માનસિકતા સાથે મેદાન પર ઉતરીશું. અમે છેલ્લા એક વર્ષમાં ટી-20 ક્રિકેટમાં અમારું પ્રદર્શન જોયું છે. આ વીડિયો જોયા પછી અમારો બધાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. 

આ પણ વાંચો - ભારતની જીતમાં અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા ઝળક્યા, ઝિમ્બાબ્વેના અભિયાનનો અંત

તિલક વર્માએ કહ્યું કે હેડ કોચ ગૌતમ ગંભીરે પણ ટીમના સભ્યોને કોઈ પણ જાતના ખચકાટ વિના તેમની સ્વાભાવિક રમત રમવા પ્રોત્સાહન આપ્યું હતુ. ગૌતમ સરે એમ પણ કહ્યું હતું કે પરિસ્થિતિ ગમે તે હોય ફક્ત તે ક્રિકેટને યાદ રાખો કે જે આપણે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ શ્રેણીમાં રમ્યા હતા.

રમતમાં માનસિકતા મહત્વની ભૂમિકા ભજવે છે

તિલક વર્માએ કહ્યું કે અગાઉની મેચોના વીડિયો જોતા અને ગૌતમ ગંભીરના પ્રેરણાદાયી શબ્દોએ બેટ્સમેનોની માનસિકતા બદલી નાખી હતી. અમદાવાદ અને દિલ્હી બંનેની પિચ સારી હતી, પરંતુ આ રમતમાં માનસિકતા મહત્વની ભૂમિકા ભજવે છે. મને લાગે છે કે અમારી માનસિકતા એવી હતી કે, જો કોઈ વિકેટ પડે તો અમે મોટા શોટ રમવામાં થોડો સમય લઈશું. અમે આ પહેલા પણ તે ટીમ સામે રમી ચૂક્યા છીએ. 

તિલક વર્માએ કહ્યું કે તે સમયે અમે રમતનો સંપૂર્ણ આનંદ માણી રહ્યા હતા અને તમામ દબાણ વિરોધી બોલરો પર હતું. જો વિકેટ પડી જાય તો અમે બીજા જ બોલ પર સિક્સર ફટકારી દેતા હતા, એટલે અમારી વિચારસરણી કંઈક આવી હતી. અમે ચર્ચા કરી હતી કે જો પહેલો બોલ અમારી પહોંચમાં આવે તો અમે તેના પર સિક્સર ફટકારવામાં અચકાઈશું નહીં.

ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ