પ્રથમ વન-ડે : કેએલ રાહુલ ઝળક્યો, ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે વિજય

India Vs Australia 1st Odi : ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, શ્રેણીની બીજી વન-ડે 19 માર્ચે રમાશે, કેએલ રાહુલના અણનમ 75 રન, જાડેજાના અણનમ 45 રન

India Vs Australia 1st Odi : ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, શ્રેણીની બીજી વન-ડે 19 માર્ચે રમાશે, કેએલ રાહુલના અણનમ 75 રન, જાડેજાના અણનમ 45 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India Vs Australia 1st Odi

IND vs AUS 1st ODI - ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ વન-ડે

બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેએલ રાહુલની અણનમ અડધી સદી (75) અને રવિન્દ્ર જાડેજાના અણનમ 45 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા 35.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 19 માર્ચે રમાશે.

Advertisment

રાહુલ અને જાડેજાએ 108 રનની ભાગીદારી નોંધાવી

ટીમ ઇન્ડિયાનો ઓપનર ઇશાન કિશન 3 રને આઉટ થતા શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી (1), સૂર્યકુમાર યાદવ (0) અને શુભમન ગિલ (20) સસ્તામાં આઉટ થતા ભારતે 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી. આ જોડીને સ્ટોઇનિસે તોડી હતી. હાર્દિક 25 રને કેચ આઉટ થયો હતો. આ પછી રાહુલ અને જાડેજાએ 108 રનની ભાગીદારી નોંધાવી ટીમની જીત અપાવી હતી. રાહુલ 91 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 75 અને જાડેજા 69 બોલમાં 5 ફોર સાથે 45 રન બનાવી અણનમ રહ્યા હતા.

મિચેલ માર્શના 65 બોલમાં 81 રન

ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેવિસ હેડ 5 રને સિરાજે બોલ્ડ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. કેપ્ટન સ્મિથ (22)અને લાબુશેન (15) સસ્તામાં આઉટ થયા હતા. મિચેલ માર્શે એક છેડો સાચવી રાખતા 65 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે 81 રન બનાવ્યા હતા. તે જાડેજાનો શિકાર બન્યો હતો. જોશ ઇનગિલ્સે 26 અને કેમરૂન ગ્રીને 12 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - ઋષભ પંત ઝડપથી થઇ રહ્યો છે સ્વસ્થ , સ્વિમિંગ પૂલમાં વોક કરતો જોવા મળ્યો, જુઓ VIDEO

Advertisment

આ પછી કોઇ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યો ન હતો અને ટીમ 188 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને 2 વિકેટ, જ્યારે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત – શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા – ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, કેમરુન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગલિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

હાર્દિક કે એલ રાહુલ ક્રિકેટ Team India સ્પોર્ટ્સ