ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ : રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ઝળક્યા, બીજા દિવસે ભારતનું પ્રભુત્વ

India vs Australia 1st Test Score: રોહિત શર્મા ટેસ્ટ, વન-ડે અને ટી-20માં કેપ્ટન તરીકે સદી ફટકારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો, બીજા દિવસના અંતે ભારતના 7 વિકેટે 321 રન

India vs Australia 1st Test Score: રોહિત શર્મા ટેસ્ટ, વન-ડે અને ટી-20માં કેપ્ટન તરીકે સદી ફટકારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો, બીજા દિવસના અંતે ભારતના 7 વિકેટે 321 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

India vs Australia 1st Test Score: રોહિત શર્માની સદી (120), રવિન્દ્ર જાડેજા (અણનમ 66) અને અક્ષર પટેલની (અણનમ 52)અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પ્રભુત્વ બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના 177 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટે 321 રન બનાવી લીધા છે. ભારતે 144 રનની લીડ મેળવી લીધી છે અને 3 વિકેટો બાકી છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રને રમતમાં છે.

Advertisment

રોહિત શર્માની સદી

ભારતે બીજા દિવસની શરૂઆત 1 વિકેટે 77 રનથી કરી હતી. અશ્વિન 23 રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા (7), વિરાટ કોહલી (12) અને ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવ (8)સસ્તામાં આઉટ થતા ભારતે 168 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ એક છેડો સાચવી રાખતા કારકિર્દીની નવમી ટેસ્ટ સદી ફટકારી હતી. રોહિત શર્મા 15 ફોર અને 2 સિક્સર સાથે 120 રન બનાવી આઉટ થયો હતો. રોહિત ટેસ્ટ, વન-ડે અને ટી-20માં કેપ્ટન તરીકે સદી ફટકારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

આ પણ વાંચો - રવિન્દ્ર જાડેજાની 7 મહિના પછી ધમાકેદાર વાપસી, ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી

જાડેજા બોલિંગ પછી બેટિંગમાં પણ ઝળક્યો

વિકેટકીપર શ્રીકાર ભરત ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 8 રને એલબી થયો હતો. જાડેજાએ બોલિંગ પછી બેટિંગમાં પણ કમાલ કરતા અડધી સદી ફટકારી હતી. અક્ષર પટેલે જાડેજાને સારો સાથ આપ્યો હતો અને તેણે પણ અડધી સદી ફટકારી હતી. જાડેજા અને અક્ષર વચ્ચે 81 રનની અણનમ ભાગીદારી નોંધાઇ છે. જાડેજાએ 9 ફોર સાથે 66 રન અને અક્ષર પટેલે 8 ફોર સાથે 52 રન બનાવ્યા છે.

Advertisment

ઓસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સ અને નાથન લિયોને 1-1 વિકેટ ઝડપી હતી.

Team India ક્રિકેટ રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા સ્પોર્ટ્સ