વિરાટ કોહલીએ 39 મહિના પછી ફટકારી સદી, ગેરી સોબર્સ સહિત 3 ખેલાડીઓને રાખ્યા પાછળ

India Vs Australia 4th Test : ભારત વિ. ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ - વિરાટ કોહલીએ ટેસ્ટમાં 28મી સદી ફટકારી

Written by Ashish Goyal
Updated : March 12, 2023 22:04 IST
વિરાટ કોહલીએ 39 મહિના પછી ફટકારી સદી, ગેરી સોબર્સ સહિત 3 ખેલાડીઓને રાખ્યા પાછળ
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીની 75મી સદી (Express photo by Nirmal Harindran )

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે અને 39 મહિનાની સદીનો દુષ્કાળ ખતમ કર્યો છે. કોહલીએ આ પહેલા નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ પછી 39 મહિના પછી ટેસ્ટમાં સદી ફટકારી છે. તે 42 ઇનિંગ્સથી સદી ફટકારી શક્યો ન હતો.

વિરાટ કોહલીની ટેસ્ટમાં 28મી સદી

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 28મી સદી છે. આ સાથે જ તેણે વેસ્ટ ઇન્ડીઝના મહાન ક્રિકેટર્સ ગૈરી સોબર્સ, ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથને ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવાના મામલે પાછળ રાખી દીધા છે. આ ત્રણેય ખેલાડીઓએ ટેસ્ટમાં 27-27 સદી ફટકારી છે. આ સિવાય તેણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલા અને ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્કની બરાબરી કરી છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 28-28 સદી ફટકારી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીની 75મી સદી છે. તે સૌથી વધારે સદી ફટકારવાના મામલે બીજા નંબરે છે. સચિન તેંડુલકરના નામે સૌથી વધારે 100 સદીનો રેકોર્ડ છે.

આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં કેમ બનાવવામાં આવી રહી છે ટર્નિંગ ટ્રેક, સુનીલ ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ સદી પહેલા વિરાટ કોહલીએ ઇડન ગાર્ડન્સમાં 22 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે 136 રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી તેણે 43 ઇનિંગ્સમાં 6 અડધી સદી ફટકારી હતી. તેણે 3 વખત 70+ નો સ્કોર કર્યો હતો. એક વખત 60+ અને બે વખત 50+ નો સ્કોર કર્યો હતો. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 79 રહ્યો હતો.

કોહલીનું 2022, 2021 અને 2022માં પ્રદર્શન

વિરાટ કોહલીએ 2020માં 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 19.33ની એવરેજથી 116 રન બનાવ્યા હતા. બેસ્ટ સ્કોર 74 રન હતો. 2021માં 11 મેચની 19 ઇનિંગ્સમાં 28.21ની એવરેજથી 536 રન બનાવ્યા હતા. 4 અડધી સદી ફટકારી હતી અને 72 બેસ્ટ સ્કોર હતો. 2022માં 6 મેચની 11 ઇનિંગ્સમાં 26.50ની એવરેજથી 265 રન બનાવ્યા હતા. આ દરમિયાન એક અડધી સદી ફટકારી હતી. 79 બેસ્ટ સ્કોર હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ