scorecardresearch

IND vs AUS 2nd Test Day 1, ભારત વિ. ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ : મોહમ્મદ શમી, જાડેજા અને અશ્વિન ઝળક્યા, ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ

IND vs AUS 2nd Test Updates: રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ ઝડપનાર ભારતનો આઠમો બોલર બન્યો, મોહમ્મદ શમીએ 4 વિકેટ, જ્યારે અશ્વિન અને જાડેજાને 3-3 વિકેટ મળી

IND vs AUS 2nd Test Day 1, ભારત વિ. ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ  : મોહમ્મદ શમી, જાડેજા અને અશ્વિન ઝળક્યા, ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ
વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ (EXPRESS PHOTO BY Praveen Khanna)

IND vs AUS 2nd Test Day Updates: મોહમ્મદ શમી, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગની મદદથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 263 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાના 263 રનના જવાબમાં પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન બનાવી લીધા છે. ભારત 242 રન પાછળ છે અને તેની 10 વિકેટો બાકી છે. રોહિત શર્મા 13 અને કેએલ રાહુલ 4 રને રમતમાં છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન અને જાડેજાને 3-3 વિકેટ મળી હતી.

ઉસ્માન ખ્વાજા, હેડ્સકોમ્બની અડધી સદી

ઓસ્ટ્રલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાએ 50 રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નર 15 રને શમીનો શિકાર બન્યો હતો. લાબુશેન (18), સ્ટિવ સ્મિથ (00) અને ટ્રેવિસ હેડ (12)જલ્દી આઉટ થતા ઓસ્ટ્રેલિયાએ 108 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઉસ્માન ખ્વાજાએ એક છેડો સાચવી રાખતા 12 ફોર 1 સિક્સર સાથે 81 રન બનાવ્યા હતા. આ પછી પીટર હેડ્સકોમ્બ અને કમિન્સે (33) બાજી સંભાળી હતી. આ જોડીને જાડેજાએ તોડી હતી. હેડ્સકોમ્બ 72 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન અને જાડેજાને 3-3 વિકેટ મળી હતી.

જાડેજાએ ટેસ્ટમાં 250 વિકેટ પુરી કરી

રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ ઝડપનાર ભારતનો આઠમો બોલર બન્યો છે. તેણે 62મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

આ પણ વાંચો – ચેતેશ્વર પૂજારા 100મી ટેસ્ટમાં તોડી શકે છે સચિન તેંડુલકરનો રેકોર્ડ, ટીમ ઇન્ડિયાની નજર ચોથી જીત તરફ

સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયરને તક મળી

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરાયો હતો. સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયરને તક મળી હતી. ચેતેશ્વર પૂજારાની આ 100મી ટેસ્ટ છે. તે ભારત તરફથી 100મી ટેસ્ટ રમનાર 13મો ક્રિકેટર બન્યો છે.

Web Title: India vs australia live score updates 2nd test day 1 arun jaitley stadium

Best of Express