IND vs ENG 1st ODI, ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ વન-ડે સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન પછી શુભમન ગિલ (87), શ્રેયસ ઐયર (59)અને અક્ષર પટેલની (52)અડધી સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 4 વિકેટે વિજય મેળવ્યો છે. પ્રથમ બટિંગ કરતા ઇંગ્લેન્ડ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટે ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. મેચમાં 87 રન બનાવનાર ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
શુભમન ગિલ અને અક્ષર પટેલે 108 રનની ભાગીદારી નોંધાવી
શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા 60 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. બીજી તરફ અક્ષર પટેલે 46 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. તે 52 રને રાશિદની ઓવરમાં બોલ્ડ થયો હતો. ગિલ અને અક્ષરે 108 રનની ભાગીદારી નોંધાવી હતી. કેએલ રાહુલ 2 રને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ 96 બોલમાં 14 ફોર સાથે 87 રન બનાવી આઉટ થયો હતો.
શ્રેયસ ઐયરની અડધી સદી
યશસ્વી જયસ્વાલ 22 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. રોહિત શર્માનું ખરાબ ફોર્મ યથાવત્ રહેતા 7 બોલમાં 2 રન બનાવી મહમુદની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 19 રને બીજી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ ઐયર અને શુભમન ગિલે બાજી સંભાળી હતી. ઐયર 36 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે 59 રન બનાવી બેથલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ઐયર અને ગિલે ત્રીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી નોંધાવી હતી.
ઇંગ્લેન્ડ 248 રનમાં ઓલઆઉટ
47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને જીતવા માટે 249 રનનો પડકાર મળ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે 52 અને જેકોબ બેથલ 51 રને બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો – હર્ષિત રાણાએ રચ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ બોલર બન્યો
જેકોબ બેથલની અડધી સદી
લિવિંગસ્ટોન 10 બોલમાં 5 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. બ્રાયડન કાર્સ 18 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી મોહમ્મદ શમીની ઓવરમાં બોલ્ડ થયો. ઇંગ્લેન્ડે 206 રને સાતમી વિકેટ ગુમાવી હતી. જેકોબ બેથલે બાજી સંભાળતા 62 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અડધી સદી પુરી કરી હતી. જોકે આ પછી તે જાડેજાની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
જોશ બટલર 52 રને આઉટ
જો રુટ 31 બોલમાં 1 ફોર સાથે 19 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડે 111 રને ચોથી વિકેટ ગુમાવી હતી. બીજી તરફ બટલરે એક છેડો સાચવી રાખતા 58 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. જોકે આ પછી તે વધારે ટકી શક્યો ન હતો અને 52 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
ફ
ફિલ સોલ્ટ 43 રને આઉટ
ફિલ સોલ્ટ 26 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 43 રન બનાવી રન આઉટ થયો હતો. સોલ્ટ અને ડકેટે પ્રથમ વિકેટ માટે 8.5 ઓવરમાં 75 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી ડકેટ 32 રને આઉટ થયો હતો. હેરી બ્રુક ખાતું ખોલાયા વિના હર્ષિત રાણાનો બીજો શિકાર બન્યો.
હર્ષિત રાણાએ એક જ ઓવરમાં 26 રન આપ્યા
હર્ષિત રાણાની છઠ્ઠી ઓવરમાં ફિલ સોલ્ટે 26 રન બનાવ્યા હતા. સોલ્ટે ઓવરના પહેલા, ત્રીજા અને છેલ્લા બોલ પર છગ્ગા ફટકાર્યા, જ્યારે બીજા અને ચોથા બોલ પર તેણે ચોગ્ગો ફટકાર્યો. ડકેટ અને સોલ્ટ વચ્ચે પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઇ હતી. આ પહેલા હર્ષિત રાણાએ પોતાની પહેલી ઓવર નાખી જેમાં તેણે 11 રન આપ્યા. ફિલ સોલ્ટે રાણાના ઓવરના ચોથા બોલ પર કવર પર ફોર ફટકારી, જે ODI માં પહેલી વાર રમી રહ્યો હતો. તેણે છેલ્લા બોલ પર ફ્લિક કરીને બીજો ચોગ્ગો ફટકાર્યો હતો.





