IND vs NZ 3rd ODI : ભારતનો ત્રીજી વન-ડેમાં 90 રને વિજય, ટીમ ઇન્ડિયાએ 13 વર્ષ પછી ન્યૂઝીલેન્ડનો વ્હાઇટવોશ કર્યો

India vs New Zealand 3rd ODI Updates : શુભમન ગિલના 78 બોલમાં 13 ફોર, 5 સિક્સર સાથે 112 રન, રોહિત શર્માના 85 બોલમાં 9 ફોર અને 6 સિક્સર સાથે 101 રન, ભારતે 3-0થી શ્રેણી જીતી, ભારત આઈસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન ટીમ બની

Written by Ashish Goyal
Updated : January 24, 2023 21:12 IST
IND vs NZ 3rd ODI : ભારતનો ત્રીજી વન-ડેમાં 90 રને વિજય, ટીમ ઇન્ડિયાએ 13 વર્ષ પછી ન્યૂઝીલેન્ડનો વ્હાઇટવોશ કર્યો
India vs New Zealand 3rd ODI - ભારત વિ. ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે

India vs New Zealand 3rd ODI Updates : શુભમન ગિલ અને રોહિત શર્માની સદીની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં 90 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ સાથે ભારતે ન્યૂઝીલેન્ડનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. આ જીત સાથે ભારત આઈસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગઇ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે.

ડેવોન કોનવેની સદી

મેચના બીજા જ બોલે ફિન એલન હાર્દિક પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે બાજી સંભાળી હતી. કોનવેએ 41 બોલમાં અડધી સદી પુરી કરી હતી. નિકોલ્સ 42 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. કોનવેએ એક છેડો સાચવી રાખતા 71 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે 100 રન પુરા કર્યા હતા. જોકે સામા છેડેથી વિકેટો પડી રહી હતી. કોનવે 100 બોલમાં 138 રન બનાવી ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. તેણે 12 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.

રોહિત શર્મા-શુભમન ગિલ વચ્ચે 212 રનની ભાગીદારી

રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 26.1 ઓવરમાં 212 રનની ભાગીદારી નોંધાવી છે. રોહિત શર્મા 85 બોલમાં 9 ફોર અને 6 સિક્સર સાથે 101 રન બનાવી બ્રેસવેલની ઓવરમાં આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલે 72 બોલમાં 13 ફોર અને 4 સિક્સર સાથે સદી પુરી કરી હતી. શુભમન ગિલ 112 રને કેચ આઉટ થયો હતો. ઇશાન કિશન 17, વિરાટ કોહલી 36, સૂર્યકુમાર યાદવ 14 અને વોશિંગ્ટન સુંદર 9 રને આઉટ થયા હતા.

આ પણ વાંચો – શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, રોહિત શર્માએ પણ મેળવી ખાસ સિદ્ધિ

હાર્દિક પંડ્યાની અડધી સદી

હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 54 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે 17 બોલમાં 25 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેકોબ ડફી અને ટિકનરે 3-3 વિકેટ ઝડપી હતી.

ભારતની ટીમમાં બે ફેરફાર

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમમાં એક ફેરફાર કરાયો હતો. હેનરી શિપલેના સ્થાને જેકોબ ડફીનો સમાવેશ કરાયો હતો. ભારતની ટીમમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના સ્થાને ઉમરાન મલિક અને યુજવેન્દ્ર ચહલનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો – એમએસ ધોનીની ધીમી બેટિંગ પર ગુસ્સે થયા હતા રવિ શાસ્ત્રી, ઇંગ્લેન્ડ સામે 86 રને થયો હતો પરાજય, પુસ્તકમાં ખુલાસો

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ.

ન્યૂઝીલેન્ડ ટીમ – ટોમ લથામ (કેપ્ટન), ફિન એલેન, ડેરેલ મિચેલ, માઇકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, જેકોબ ડફી, લોકી ફર્ગ્યુસન, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સાન્તેનર, બ્લેયર ટિકનર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ