Ravi Shastri Targets Rahul Dravid: ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ટી-20 વર્લ્ડ કપ પછી બ્રેક આપવામાં આવ્યો છે. વીવીએસ લક્ષ્મણ 18 નવેમ્બરથી શરુ થતી ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 મેચમાં મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. જોકે ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અને વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ દ્રવિડને સતત બ્રેક આપવાની રણનીતિથી પોતાની અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે આનાથી ખેલાડીઓ અને કોચ વચ્ચે સંબંધ પ્રભાવિત થઇ શકે છે.
તમારે આટલા બ્રેકની શું જરૂર છે?
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વેલિંગ્ટનમાં શાસ્ત્રીએ કહ્યું કે હું બ્રેક લેવામાં વિશ્વાસ રાખતો નથી. હું પોતાની ટીમને સમજવા માંગું છું, હું પોતાના ખેલાડીઓને સમજવા માંગું છું અને હું ટીમને નિયંત્રણમાં રાખવા માંગું છું. તમારે આટલા બ્રેકની શું જરૂર છે? તમને આઈપીએલ દરમિયાન 2-3 મહિના મળે છે. આ તમારા માટે કોચના રૂપમાં આરામ કરવા માટે પુરતા છે. મને લાગે છે કે આ પછી કોચે હંમેશા ટીમ સાથે હોવું જોઈએ, પછી તે કોઇપણ હોય.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવું કેટલું રિસ્કી છે તે અંગે ઇરફાન પઠાણે કર્યો ખુલાસો, ટીમ ઇન્ડિયાને આપી સલાહ
લિમિટેડ ઓવર્સ ક્રિકેટ સ્પેશ્યાલિસ્ટની આવશ્યકતા
રવિ શાસ્ત્રીએ કહ્યું કે લિમિટેડ ઓવર્સ ક્રિકેટ સ્પેશ્યાલિસ્ટની આવશ્યકતાને લઇને લક્ષ્મણના વિચારોથી પણ સહમતિ વ્યક્ત કરી હતી. મને લાગે છે કે આગળ આવું જ થશે. વીવીએસ સાચો છે. તે વિશેષજ્ઞોની ઓળખ કરશે. ખાસ કરીને યુવોઓની કારણ કે આગળ જઇને આ મંત્ર હશે. હવેથી બે વર્ષમાં ભારતીય ટીમને શાનદાર ફિલ્ડિંગ સાઇડ બનાવવા આ યુવાઓ માટે ભૂમિકા નિર્ધારિત કરવા પર ધ્યાન હોવું જોઈએ. જેથી તે નિર્ભય બનીને ક્રિકેટ રમી શકે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ થશે. આ શ્રેણીમાં રોહિત શર્મા, વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.