India vs New Zealand, 3rd ODI Match: ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં શુભમન ગિલે (Shubman Gill)પોતાની કારકિર્દીની ચોથી સદી ફટકારી છે. ગિલે ન્યૂઝીલેન્ડ સામે આ શ્રેણીમાં 360 રન બનાવીને વિરાટ કોહલીનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. જોકે તે ફક્ત એક રનથી બાબર આઝમનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો છે. ઇન્દોરમાં રમાયેલી વન-ડેમાં રોહિત શર્માએ (Rohit Sharma)પણ ખાસ સિદ્ધિ મેળવી છે.
શુભમન ગિલ ત્રણ મેચની દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બની ગયો છે. આ પહેલા રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 2023માં શ્રીલંકા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 283 રન બનાવ્યા હતા. ગિલે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચમાં 360 રન બનાવી રેકોર્ડ તોડ્યો છે.
3 મેચની દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર
રન પ્લેયર વર્ષ 360 રન બાબર આઝમ 2016 360 રન શુભમન ગિલ 2023 349 રન ઇમરુલ કાયેસ 2018 342 રન ક્વિન્ટોન ડી કોક 2013 330 રન માર્ટિન ગુપ્ટિલ 2013
આ પણ વાંચો – ધોનીની ધીમી બેટિંગ પર ગુસ્સે થયા હતા રવિ શાસ્ત્રી, ઇંગ્લેન્ડ સામે 86 રને થયો હતો પરાજય, પુસ્તકમાં ખુલાસો
શુભમન ગિલે શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો
શુભમન ગિલે શિખર ધવનનો પણ રેકોર્ડ તોડ્યો છે. ગિલ સૌથી ઓછી ઇનિંગ્સમાં 4 વન-ડે સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. ગિલે 21મી ઇનિંગ્સમાં પોતાની ચોથી વન-ડે સદી ફટકારી છે. શિખર ધવને 24 ઇનિંગ્સમાં ચાર સદી ફટકારી હતી.
ચાર વન-ડે સદી માટે સૌથી ઓછી ઇનિંગ્સ
ઇનિંગ્સ પ્લેયર 9 ઇમામ ઉલ હક 16 ક્વિન્ટોન ડી કોક 18 ડેનિસ એમિસ 21 શુભમન ગિલ 22 શિમરોન હેટમાયર
સાડા ત્રણ વર્ષમાં ભારત તરફથી થઇ 100+ ની 10 ઓપનિંગ ભાગીદારી
આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2019 પછી (15 જુલાઇ 2019થી અત્યાર સુધી) ભારતે 10મી વખત 100 કે તેનાથી વધારે રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી છે. આ ગાળામાં સૌથી વધારે 100+ ની ઓપનિંગ ભાગીદારી કરવાના મામલે ટોચના સ્થાને છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયા (7) અને ત્રીજા નંબરે વેસ્ટ ઇન્ડીઝ (6) છે. આ દરમિયાન ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે 6-6 વખત 100 કે તેથી વધારે રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ રીતે રોહિત શર્મા અને ગિલે 100+ ઓપનિંગ ભાગીદારી કરવાના મામલે સિદ્ધિ મેળવી છે.





