India vs New Zealand Full Schedule: શ્રીલંકા સામે ટી-20 અને વન-ડે શ્રેણીમાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે વન-ડે અને ટી-20 શ્રેણીમાં રમશે. વન-ડેમાં શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યા પછી ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે રમાશે અને પછી ટી-20 મેચ રમાશે.શ્રેણીની પ્રથમ વન-ડે 18 જાન્યુઆરીએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.
અમદાવાદમાં ટી-20 મેચ રમાશે
21 જાન્યુઆરીએ બીજી મેચ રાયપુર અને 24 જાન્યુઆરીએ ત્રીજી વન-ડે ઇન્દોરમાં રમાશે. જ્યારે ટી-20ની વાત કરવામાં આવે તો 27 જાન્યુઆરીએ રાંચીમાં પ્રથમ મેચ, બીજી ટી-20 મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં રમાશે. અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ત્રીજી ટી-20 મેચ રમાશે.
ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટી-20 શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે નહીં. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલ અને અક્ષર પટેલ ઉપલબ્ધ રહેશે નહીં. આ બન્ને ખેલાડીઓએ અંગત કારણોસર બોર્ડ પાસેથી રજા માંગી છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ ફક્ત 268 મેચમાં ફટકારી 46મી સદી, સચિન તેંડુલકરને 49 સદી ફટકારવામાં લાગી હતી 462 મેચ, જાણો શું છે કારણ
ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક
ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.