IND Vs NZ Cricket Score, T20 Final: ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપની ચેમ્પિયન, ન્યુઝીલેન્ડને હરાવીને ભારત બન્યું વિશ્વ વિજેતા

India vs New Zealand T20 World Cup 2026 Final: ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારત ફરી એકવાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 255 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં ફક્ત 159 રન જ બનાવી શક્યું.

India vs New Zealand T20 World Cup 2026 Final: ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારત ફરી એકવાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 255 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં ફક્ત 159 રન જ બનાવી શક્યું.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
India vs New Zealand Final Cricket Match Result

ટીમ ઈન્ડિયા T20 વિશ્વકપ વિજેતા. Photograph: (સોશિયલ મીડિયા)

India vs New Zealand T20 World Cup 2026 Final: ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારત ફરી એકવાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 255 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં ફક્ત 159 રન જ બનાવી શક્યું. ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો ખિતાબ છે.

Advertisment

ભારતીય ટીમે બોલિંગ વિભાગમાં પણ અસાધારણ સારું પ્રદર્શન કર્યું છે. જસપ્રીત બુમરાહ ફરી એકવાર હીરો સાબિત થયો છે, તેણે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ લીધી. અક્ષરે ત્રણ ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી. વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા, હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી.

સંજુએ ફરી એકવાર શાનદાર બેટિંગ કરી, અભિષેક અને ઈશાને પણ અડધી સદી ફટકારી

ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને ફરી એકવાર શાનદાર બેટિંગ કરી હતી. આ વખતે તેને અભિષેક શર્મા અને ઈશાન કિશનનો સાથ મળ્યો. સંજુ સેમસને માત્ર 46 બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકારીને 89 રન બનાવ્યા. અભિષેક શર્માએ પણ 21 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સહિત 52 રન બનાવીને પોતાની અડધી સદી પૂરી કરી. ઈશાન કિશને પણ 25 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને 54 રનની સારી ઇનિંગ રમી.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન: ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી.

Advertisment

ભારતની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે રમાનારી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની લાઇવ અપડેટ્સ નીચે જુઓ.

  • Mar 08, 2026 22:49 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ભારત ફરી એકવાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન

    મ છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 255 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં ફક્ત 159 રન જ બનાવી શક્યું. ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો ખિતાબ છે.



  • Mar 08, 2026 22:40 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: જસપ્રીત બુમરાહના નામે 4 વિકેટ

    જસપ્રીત બુમરાહે શાનદાર બેટિંગ કરીને મિશેલ સેન્ટનરને પેવેલિયન ભેગો કર્યો છે. આ સાથે જસપ્રીત બુમરાહે ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ચોથી વિકેટ લીધી છે.



  • Mar 08, 2026 22:33 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: બુમરાહે બે બોલમાં બે વિકેટ લીધી

    જસપ્રીત બુમરાહે બે બોલમાં બે વિકેટ લઈને ભારતની જીત પર મહોર લગાવી દીધી છે. પહેલા તેણે નીશમને આઉટ કર્યો પછી બીજા જ બોલ પર મેટ હેનરીને આઉટ કર્યો. ન્યુઝીલેન્ડે આઠ વિકેટ ગુમાવી દીધી છે. સ્કોર હજુ પણ 142 રન છે.



  • Mar 08, 2026 22:31 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: જીમી નીશમ આઉટ

    ન્યુઝીલેન્ડની સાત વિકેટ પડી ગઈ છે. તેને જસપ્રીત બુમરાહ દ્વારા આઉટ કરવામાં આવ્યો. તે સાત બોલમાં ફક્ત આઠ રન બનાવી શક્યો.



  • Mar 08, 2026 22:24 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ડેરિલ મિશેલ આઉટ

    ન્યુઝીલેન્ડની છઠ્ઠી વિકેટ પડી ગઈ છે. ડેરિલ મિશેલ 17 રન બનાવીને આઉટ થયો હતો. તે ઈશાન કિશનના હાથે કેચ આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર હાલમાં 128 રન છે. ન્યૂઝીલેન્ડ હવે હારતું દેખાય છે.



  • Mar 08, 2026 21:49 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ટિમ સીફર્ટ આઉટ

    ન્યુઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી છે. અડધી સદી ફટકારનાર ટિમ સીફર્ટ પણ આઉટ થયો છે. તેણે 26 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. તેને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો. ટીમનો સ્કોર 72 છે.



  • Mar 08, 2026 21:46 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ન્યૂઝીલેન્ડની ચોથી વિકેટ પડી

    ન્યૂઝીલેન્ડે ચાર વિકેટ ગુમાવી દીધી છે. માર્ક ચેપમેન માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો. હાર્દિક પંડ્યાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર હવે 70 રન છે. ટીમને હજુ 185 રન બનાવવાના છે જે એક મુશ્કેલ લક્ષ્ય છે.



  • Mar 08, 2026 21:32 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ગ્લેન ફિલિપ્સ આઉટ

    ગ્લેન ફિલિપ્સ માત્ર 5 રન બનાવીને આઉટ થયો છે. તેને અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કર્યો. 5 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 47 છે. ત્રણ વિકેટ પડી ગઈ છે.



  • Mar 08, 2026 21:26 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ટીમ ઈન્ડિયાને મળી બીજી સફળતા

    ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાની બીજી સફળતા રચિન રવિન્દ્રના રૂપમાં મળી છે. રચિન બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો. ટીમ ઈન્ડિયા માટે જસપ્રીત બુમરાહે આ વિકેટ લીધી. કિવી ટીમ હવે બે વિકેટે 32 રન બનાવી શકી છે.



  • Mar 08, 2026 21:24 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ફિન એલન પેવેલિયન પરત ફર્યો

    ભારત સામેની ફાઈનલ મેચમાં કિવિ ઓપનર ફિન એલનનું બેટ નિષ્ફળ ગયું. તે 7 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ટીમ ઈન્ડિયાને સફળતા અક્ષર પટેલે અપાવી છે. ત્રણ ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર એક વિકેટે 32 રન છે.



  • Mar 08, 2026 20:47 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ન્યૂઝીલેન્ડ સામે 256 રનનો ટાર્ગેટ

    ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 255 રન બનાવ્યા છે. આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતવા માટે ન્યૂઝીલેન્ડને હવે 256 રન બનાવવા પડશે. આ લક્ષ્ય ચોક્કસપણે પડકારજનક છે, પણ અશક્ય નથી. હવે આપણે જોવાનું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ કેવી બેટિંગ કરે છે.



  • Mar 08, 2026 20:38 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 19 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 231/5

    19મી ઓવરના અંતે ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાને 231 રન છે. તિલક વર્મા 6 બોલમાં 8 રન અને શિવમ દૂબે 2 બોલમાં 2 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 20:35 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ

    હાર્દિક પંડ્યા 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો છે. ઈનિંગ દરમિયાન હાર્દિક પંડ્યાએ 1 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.



  • Mar 08, 2026 20:32 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 18 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 220/4

    18 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 220 રન છે. હાર્દિક પંડ્યા 11 બોલમાં 12 રન અને તિલક વર્મા 4 બોલમાં 5 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 20:27 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 17 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 211/4

    17 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 211 રન છે. હાર્દિક પંડ્યા 4 રન અને તિલક વર્મા 4 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 20:22 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ભારતને એક જ ઓવરમાં ત્રણ ઝટકા

    ટીમ ઈન્ડિયાને 16મી ઓવરમાં ત્રણ ઝટકા લાગ્ય છે. સંજુ સેમસન, ઈશાન કિશન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આઉટ થયો છે. સૂર્યકુમાર યાદવ શૂન્ય રને આઉટ થયો છે. હાલમા ટીમ ઈન્ડિયાનો લાઈવ સ્કોર 205/4 છે.



  • Mar 08, 2026 20:20 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ઈશાન કિશન આઉટ

    ઈશાન કિશને 25 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો છે. ઈનિંગ દરમિયાન ઈશાને 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.



  • Mar 08, 2026 20:17 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: સંજુ સેમસન 89 રન બનાવીને આઉટ

    સંજુ સેમસન 46 બોલમાં શાનદાર 89 રન બનાવીને આઉટ થયો છે. જોકે તેણે પોતાની શાનદાર ઈનિંગથી ટીમ ઈન્ડિયાને સારા સ્કોર તરફ લઈ ગયો. હાલમાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 20:15 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 15 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 203/1

    15 ઓવરના અંતે ભારતનો સ્કોર 203 રન છે. સંજુ સેમસને 45 બોલમાં 89 અને ઈશાન કિશન 24 બોલમાં 54 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 20:14 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ઈશાન કિશનની અડધી સદી

    ઈશાન કિશને 23 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી લીધી છે. ઈનિંદ દરમિયાન ઈશાને 4 ફોર અને 4 સિક્સર ફટકારી.



  • Mar 08, 2026 20:08 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 14 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 191/1

    14 ઓવરના અંતે ભારતનો સ્કોર 191 રન છે. સંજુ સેમસને 44 બોલમાં 88 અને ઈશાન કિશન 19 બોલમાં 43 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 20:04 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 13 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 171/1

    13 ઓવરના અંતે ભારતનો સ્કોર 171 રન છે. 13મી ઓવરમાં 10 રન આવ્યા છે. સંજુ સેમસને 69 અને ઈશાન કિશન  42 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 20:00 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 12 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 161/1

    12 ઓવરના અંતે ભારતનો સ્કોર 161 રન છે. સંજુ સેમસને 67 અને ઈશાન કિશન 34 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:55 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: સંજુ સેમસનની શાનદાર અડધી સદી

    સંજુ સેમસને ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. તેણે 33 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી.



  • Mar 08, 2026 19:52 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 10 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 127/1

    10 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 127 રન છે. સંજુ સેમસને 48 અને ઈશાન કિશન 19 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:48 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 9 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 115/1

    9 ઓવરના અંતે ભારતનો સ્કોર 115 રન છે. અભિષેક શર્મા 52 રન બનાવીને આઉટ થયો. સંજુ સેમસને 41 અને ઈશાન કિશન 14 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:42 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: અભિષેક શર્મા 52 રન બનાવીને આઉટ

    આઠમી ઓવરમાં ભારતને પ્રથમ ઝટકો મળ્યો છે. અભિષેક શર્મા 21 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો છે. ઈનિંગ દરમિયાન અભિષેક શર્માએ 6 ફોર અને 3 સિક્સર ફટાકારી હતી.



  • Mar 08, 2026 19:39 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 7 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 98/0

    7 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 98 રન છે. સંજુ સેમસને 38 અને અભિષેક શર્મા 52 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:33 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: અભિષેક શર્માની અડધી સદી

    ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં અભિષેક શર્મા પોતાના ફોર્મમાં પરત ફર્યો છે અને 18 બોલમાં શાનદાર અડધી સદી ફટકારી છે.



  • Mar 08, 2026 19:29 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 5 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 72/0

    5 ઓવરના અંતે ભારતનો સ્કોર 72 રન છે. સંજુ સેમસને 33 અને અભિષેક શર્મા 31 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:21 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: 4 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 51/0

    ચાર ઓવરના અંતે ભારતનો સ્કોર 51 રન છે. સંજુ સેમસને 24 અને અભિષેક શર્મા 23 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:15 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ત્રણ ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 27/0

    ત્રણ ઓવરના અંતે ભારતનો સ્કોર 27 રન છે. સંજુ સેમસને 14 અને અભિષેક શર્મા 12 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:10 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: બે ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 12/0

    બે ઓવરના અંતે ભારતનો સ્કોર 12 રન છે. સંજુ સેમસને 9 અને અભિષેક શર્મા 3 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Mar 08, 2026 19:06 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: સંજુ સેમસને સિક્સર ફટકારી

    પ્રથમ ઓવરના પાચમાં બોલ પર સંજુ સેમસને સિક્સર ફટકારી અને ઓવરના છેલ્લા બોલ પર એક રન લીધો. પ્રથમ ઓવરના અંતે ભારતનો સ્કોર 7 રન.



  • Mar 08, 2026 18:53 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ભગવાનને પ્રાર્થના છે ભારત મેચ જીતે - જયા કિશોરીનું નિવેદન

    આઈસીસી ટી20 વિશ્વ કપ જોવા અમદાવાદ પહોંચેલી જયા કિશોરીએ કહ્યું કે, તેમની ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે ભારત મેચ જીતે. તેમણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને સારા ગણાવ્યા અને સંજુ સેમસનના વખાણ પણ કર્યા હતા.



  • Mar 08, 2026 18:46 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન: ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી.

    ભારતની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.



  • Mar 08, 2026 18:45 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહીં

    ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ વખતે જાહેરાત કરી કે તેમની ટીમની પ્લેઇંગ ઇલેવન યથાવત છે. આનો અર્થ એ થયો કે જે ટીમ પાછલી મેચ રમી હતી અને જીતી હતી તે જ ટીમ આ મેચમાં પણ રમશે.



  • Mar 08, 2026 18:43 IST

    IND Vs NZ LIVE Cricket Score, T20 Final: ન્યુઝીલેન્ડ એ ટોસ જીત્યો

    ન્યુઝીલેન્ડ એ ટીસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીસ જીત્યા બાદ ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે કહ્યું, અમે પહેલા બોલિંગ કરીશું. ખુબ જ સારૂ લાગી રહ્યું છે. અમે જોઈશું કે તેનાથી વધુ સારૂ થશે અને તેમને એક મોટો સ્કોર કરવાથી રોકીશું. જેને ચેજ કરી શકાય. 



  • Mar 08, 2026 17:56 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: ફાઇનલ મેચ સેન્ટર પીચ પર રમાશે

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સેન્ટર પીચ ફાઇનલ મેચ માટે પસંદ કરવામાં આવી છે. કાળી અને લાલ માટીના મિશ્રણથી બનેલી આ પીચ સારી રન-સ્કોરિંગ ક્ષમતા ધરાવે છે અને શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને થોડી મદદ કરે તેવી અપેક્ષા છે.



  • Mar 08, 2026 17:07 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: ટીમ ઈન્ડિયા હોટેલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા માટે રવાના

    ભારત ન્યુઝીલેન્ડના મહામુકાબલા માટે ટીમ ઈન્ડિયા હોટલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવા માટે નીકળ ગઈ છે. થોડા સમયમાં ટીમના ખેલાડી મોઢેરા ખાતે પહોંચી જશે.



  • Mar 08, 2026 17:02 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ

    ન્યૂઝીલેન્ડ ટીમ: ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ડેવોન કોનવે, કાયલ જેમીસન, ઇશ સોઢી, જેકબ ડફી

    ભારત ટીમ: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ.



  • Mar 08, 2026 16:09 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: છ વર્ષમાં ત્રીજી ટક્કર

    છેલ્લા છ વર્ષમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ અલગ અલગ ફોર્મેટમાં આ ત્રીજી ICC ફાઇનલ છે. 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી પછી, તેઓ 2026 T20 વર્લ્ડ કપમાં ટકરાશે.



  • Mar 08, 2026 16:08 IST

    ICC ફાઇનલમાં ન્યુઝીલેન્ડ 2-1થી આગળ

    ન્યુઝીલેન્ડનો ICC ટુર્નામેન્ટ ફાઇનલમાં ભારત સામે 2-1નો રેકોર્ડ છે. તેઓએ 2000 માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021 WTC ફાઇનલ જીતી હતી, પરંતુ ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી હારી ગઈ હતી.



  • Mar 08, 2026 16:08 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: ભારત ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું

    ભારત ચોથી વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું છે, જે કોઈપણ ટીમ માટે સૌથી વધુ છે.



  • Mar 08, 2026 16:08 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: શું ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર થશે?

    વિશ્વના નંબર 1 બેટ્સમેન અભિષેક શર્મા અને નંબર 1 બોલર વરુણ ચક્રવર્તી ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. ભારતીય ટીમના પ્રેક્ટિસ સત્રથી કુલદીપ યાદવની ભાગીદારીનો સંકેત મળ્યો હતો. જોકે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભારતની પ્લેઇંગ ઇલેવન ફાઇનલમાં યથાવત રહેશે.



  • Mar 08, 2026 16:08 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

    સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.



  • Mar 08, 2026 15:52 IST

    ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સૌથી વધુ સ્કોર કોના નામે?

    વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ભારત પાસે છે. 2024માં બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે તેઓએ 176 રન બનાવ્યા હતા. આ સ્કોર ટાઇટલ જીતવા માટે પૂરતો સાબિત થયો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



  • Mar 08, 2026 15:50 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવી રહી છે અને ભારત-ન્યુઝીલેન્ડની ફાઈનલમાં પણ તે જ યથાવત રહે તેવી શક્યતા છે. પિચ કાળી અને લાલ બંને માટીથી બનેલી છે. કાળી માટી કરતાં વધુ લાલ માટી છે, જેના કારણે બેટ્સમેનોને શોટ રમવાની તક મળશે. લાલ માટીની સપાટી પર ફ્રી-ફ્લોઇંગ સ્ટ્રોક પ્લે અને પરફેક્ટ બાઉન્સ હશે, જે ઉચ્ચ સ્કોરિંગ હરીફાઈ માટે અપેક્ષા રાખી શકાય છે.



  • Mar 08, 2026 15:50 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: અમદાવાદ હવામાન રિપોર્ટ

    એક્યુવેધર એપ અનુસાર રવિવારે સવારે અમદાવાદમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન ખૂબ ગરમ રહેવાની સંભાવના છે. બપોરે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. પછી સાંજે તે 29 ડિગ્રી સુધી ઘટી જશે. મેચ શરુ થાય ત્યાં સુધી હવામાન સાફ અને ગરમ રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ સંભાવના નથી. ઝાકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.



  • Mar 08, 2026 15:48 IST

    India vs New Zealand Final, T20 World Cup 2026 Live: રિકી માર્ટિન, સુખબીર, ફાલ્ગુની પાઠક...

    જે લોકો આ ત્રણ કલાકારોને જાણે છે તેમણે કદાચ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એવો દિવસ આવશે જ્યારે કોઈ એક જ સ્ટેજ પર બધાને ભેગા દેખી શકશે. વધુમાં તે સ્ટેજ T20 વર્લ્ડ કપનો ફાઇનલ હશે.



ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ Team India T20 વર્લ્ડ કપ