/indian-express-gujarati/media/media_files/2026/01/19/ind-t20i-team-2026-01-19-14-50-26.jpg)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી-20ની શ્રેણી 21 જાન્યુઆરી એટલે કે બુધવારથી શરુ થશે Photograph: (@surya_14kumar)
IND vs NZ T20I Series Schedule : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે શ્રેણી સમાપ્ત થઇ ગઇ છે. ન્યૂઝીલેન્ડે 2-1થી શ્રેણી જીતી લીધી છે. હવે બન્ને ટીમો વચ્ચે ટી-20 શ્રેણી રમાશે. ટીમ ઈન્ડિયા પાસે ટી-20 શ્રેણીમાં વન ડે શ્રેણીના પરાજયનો બદલો લેવાની સારી તક છે. વન ડે શ્રેણીમાં ભારતીય ટીમની કમાન શુભમન ગિલ સંભાળી રહ્યો હતો, જ્યારે સૂર્યકુમાર યાદવ ટી-20 શ્રેણીમાં ભારતની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
ભારત વિ ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝ 21 જાન્યુઆરીથી શરુ થશે
ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરનારી ભારતીય ટીમ ખૂબ જ અલગ હશે. વન ડે કેપ્ટન શુભમન ગિલ આ ટી-20 સિરીઝનો ભાગ નહીં હોય, જ્યારે કેએલ રાહુલ મેદાન પર જોવા મળશે નહીં. પ્રથમ ત્રણ ટી-20 મેચ માટે ભારતીય ટીમમાં સામેલ શ્રેયસ ઐયરને પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળશે કારણ કે તિલક વર્મા હાલમાં ઉપલબ્ધ નથી. કિવી ટીમ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે અને તેમણે વન ડેમાં આ સાબિત કરી દીધું છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી-20ની શ્રેણી 21 જાન્યુઆરી એટલે કે બુધવારથી શરુ થશે, જ્યારે આ શ્રેણીની બીજી મેચ 23 જાન્યુઆરીએ રમાશે. આ પછી આ શ્રેણીની ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ રમાશે, જ્યારે ચોથી મેચ 28 જાન્યુઆરીએ રમાશે. આ ટી-20 શ્રેણીની છેલ્લી મેચ 31 જાન્યુઆરીએ રમાશે. ભારતીય સમય પ્રમાણે આ તમામ ટી-20 મેચોનો પ્રારંભ સાંજે 7.00 વાગ્યાથી થશે.
આ પણ વાંચો - વૈભવ સૂર્યવંશીએ કોહલીનો રેકોર્ડ તોડ્યો, આ છે યુથ વન ડેમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર ટોપ 8 પ્લેયર
ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ
- પ્રથમ ટી 20 - 21 જાન્યુઆરી - નાગપુર (સાંજે 7 વાગ્યે)
- બીજી ટી 20 - 23 જાન્યુઆરી - રાયપુર (સાંજે 7 વાગ્યે)
- ત્રીજી ટી 20 - 25 જાન્યુઆરી - ગુવાહાટી (સાંજે 7 વાગ્યે)
- ચોથી ટી 20 - 28 જાન્યુઆરી - વિશાખાપટ્ટનમ (સાંજે 7 વાગ્યે)
- પાંચમી ટી 20 - 31 જાન્યુઆરી - તિરુવનંતપુરમ (સાંજે 7 વાગ્યે)
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટી-20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (પ્રથમ ત્રણ મેચ માટે), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઇશાન કિશન (વિકેટકીપર), રવિ બિશ્નોઈ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us