/indian-express-gujarati/media/media_files/2026/01/05/vaibhav-suryavanshi-2026-01-05-20-00-26.jpg)
વૈભવ સૂર્યવંશી. Photograph: (સોશિયલ મીડિયા)
Vaibhav Suryavanshi Record : ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના યુવા ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ બાંગ્લાદેશ સામેની ઇનિંગ્સ દરમિયાન 4 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. આ 4 રનની મદદથી વૈભવ હવે યુથ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં 7મા ક્રમે આવી ગયો છે અને કોહલીને પાછળ છોડી દીધો છે.
વૈભવ સૂર્યવંશીએ કોહલીને પાછળ છોડી દીધો
યુવા વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી આઠમા ક્રમે હતો, જેણે 25 ઇનિંગ્સમાં 46.57ની સરેરાશથી 978 રન બનાવ્યા હતા. હવે વૈભવે વિરાટને પાછળ રાખી દીધો છે . બાંગ્લાદેશ સામે 4 રન બનાવ્યા બાદ વૈભવના નામ હવે 979 રન થઈ ગયા છે.
વૈભવે તેની 20મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે અને તેણે અત્યાર સુધી આ ઈનિંગમાં 3 સદી અને 4 અડધી સદી ફટકારી છે. જ્યારે કોહલીએ એક સદી અને 6 અડધી સદી ફટકારી છે.
યુથ વન-ડે માં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા પ્લેયર્સ
- વિજય જોલ - 1404 રન
- યશસ્વી જયસ્વાલ - 1386 રન
- તન્મય શ્રીવાસ્તવ - 1316 રન
- શુભમન ગિલ - 1149 રન
- ઉન્મુક્ત ચંદ - 1149 રન
- સરફરાઝ ખાન - 1180 રન
- વૈભવ સૂર્યવંશી - 979 રન
- વિરાટ કોહલી - 978 રન
આ પણ વાંચો - વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
અંડર 19 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરુઆત સારી રહી ન હતી અને આ ટીમે માત્ર 12 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી હતી. કેપ્ટન આયુષ મહાત્રે 6 રનના સ્કોર પર આઉટ થયો હતો, જ્યારે ત્રીજા નંબર પર બેટીંગ કરવા આવેલો વેદાંત ત્રિવેદી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ પછી વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરતા 30 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us