/indian-express-gujarati/media/media_files/2026/01/22/ind-vs-nz-t20i-series-trophy-2026-01-22-14-33-53.jpg)
ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી 20 શ્રેણીની ટ્રોફી રિસાયકલ બેટ અને બોલમાંથી બનાવવામાં આવી છે Photograph: (બીસીસીઆઈ સ્ક્રિનગ્રેબ)
IND vs NZ T20I Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઇ રહી છે. પ્રથમ મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. ટી-20 વર્લ્ડ કપ 2026ની તૈયારીની દ્રષ્ટિએ ભારત માટે આ શ્રેણી ખૂબ જ મહત્વની છે કારણ કે ટીમ ઈન્ડિયા આ શ્રેણી દ્વારા તેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે.
ટ્રોફી રિસાયકલ કરેલા બેટ અને બોલમાંથી બનાવવામાં આવી
સામાન્ય રીતે જ્યારે કોઈ સિરીઝ કે ટૂર્નામેન્ટ માટે ટ્રોફી બનાવવામાં આવે છે, ત્યારે તેમાં ગોલ્ડ, સિલ્વર, સ્ટીલ, લોખંડ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 શ્રેણી માટે બનેલી ટ્રોફી પોતાનામાં જ અનોખી છે. આ ટ્રોફી રિસાયકલ બેટ અને બોલમાંથી બનાવવામાં આવી છે. એટલે કે તેમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આવું પહેલીવાર જોવા મળ્યું છે જ્યારે કોઈ શ્રેણી માટે આ રીતે ટ્રોફી બનાવવામાં આવી છે.
બીસીસીઆઈની અનોખી પહેલ
બીસીસીઆઈની આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. તેનો હેતુ પર્યાવરણીય સંરક્ષણ અને દુનિયામાં કચરો ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ પહેલ ઘણીવાર પ્રાયોજકો અને ક્રિકેટ બોર્ડની સસ્ટેનેબિલિટી પહેલનો એક ભાગ હોય છે. જોકે આ એક શાનદાર પહેલ છે કે ક્રિકેટ જેવા મોટા પ્લેટફોર્મનો ઉપયોગ માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ પૃથ્વીને બચાવતા સંદેશાઓ આપવા માટે પણ કરવામાં આવી રહ્યો છે.
A trophy made 𝗳𝗿𝗼𝗺 cricket 🏆
— BCCI (@BCCI) January 21, 2026
🎥 WATCH to find out what makes the @IDFCFIRSTBank India-New Zealand T20I Series trophy so unique 👌#TeamIndia | #INDvNZpic.twitter.com/xt31epNXe5
આ પણ વાંચો - અભિષેક શર્મા ઝળક્યો, પ્રથમ ટી 20માં ભારતનો 48 રને વિજય
ભારત અને શ્રીલંકામાં રમાનાર ટી 20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઇ રહી છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટી 20 ટીમ શાનદાર ફોર્મમાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us