India vs Sri Lanka 1st ODI Team India Playing 11: ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારને 10 જાન્યુઆરીએ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વન-ડે રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 કલાકે શરૂ થશે. શ્રીલંકા સામે ટી-20માં ભારતીય ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા પાસે હતી, હવે વન-ડેમાં રોહિત શર્મા કેપ્ટનશિપ કરશે.
રોહિત શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ?
વન-ડેમાં ટીમ ઇન્ડિયા પાસે ઘણી ઓપનિંગ જોડી છે. રોહિત શર્મા (Rohit Sharma) સાથે ઇશાન કિશન અથવા શુભમન ગિલ ઓપનિંગ કરશે. વિરાટ કોહલી (Virat Kohli) પોતાના ત્રીજા સ્થાને પરત ફરશે.
હાર્દિક પંડ્યા વન-ડેમાં 6 મહિના પછી વાપસી કરશે
વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં નવી ભૂમિકા યથાવત્ રાખવા માટે કેએલ રાહુલ નંબર 4 પર બેટિંગ કરશે. ભારતીય ટીમ મેનજમેન્ટને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવને લઇને નિર્ણય કરવો પડશે. બન્નેમાંથી એકને જ તક મળે તેવી સંભાવના છે. છઠ્ઠા નંબરે હાર્દિક પંડ્યા 6 મહિનાના બ્રેક પછી વન-ડેમાં વાપસી કરશે. તે બાંગ્લાદેશ સામે વન-ડે શ્રેણી રમ્યો ન હતો.
આ પણ વાંચો – ઋષભ પંતને રવિન્દ્ર જાડેજા જેવી ઇજા, 6 મહિના મેદાનથી રહેશે દૂર
સ્પિનર્સ માટે ગુવાહાટીમાં ઝાકળ મહત્વપૂર્ણ રહેશે
સ્પિનર્સ માટે ગુવાહાટીમાં ઝાકળ મહત્વપૂર્ણ રહેશે. આવામાં ભારત ફિંગર સ્પિનર્સના બદલે કલાઇ સ્પિનર તરફ જોઇ શકે છે. ઝાકળના કારણે સ્પિનર્સને બોલ પર ગ્રીપ બનાવવામાં મુશ્કેલી થાય છે. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને તક મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમી સાથે ઉમરાન મલિક અને અર્શદીપ સિંહને પણ તક મળી શકે છે.
જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર
જસપ્રીત બુમરાહ ભારત અને શ્રીલંકા (IND vs SL) ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં રમશે નહીં. ક્રિકબઝે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના હવાલાથી લખ્યું કે બુમરાહને હાલ મેદાનમાં નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. જોકે બીસીસીઆઈ તરફથી જસપ્રીત બુમરાહની વન-ડે શ્રેણીમાંથી બહાર થવાની જાહેરાત કરવામાં આવી નથી. એ જોવું રહેશે કે બીસીસીઆઈ શું આ વાતની ઔપચારિક જાહેરાત કરશે કે નહીં, કારણ કે માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટ એનસીએની સલાહ પર બુમરાહને હાલ ટીમમાં સામેલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
ગુવાહાટી વન-ડેમાં આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ/ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર/સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.