India vs Sri Lanka 1st T20I : ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20 મેચ 3 જાન્યુઆરીને મંગળવારે રમાશે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમમાં શુભમન ગિલ(Shubhman Gill), રાહુલ ત્રિપાઠી, શિવમ માવી અને મુકેશ કુમાર 4 એવા ખેલાડી છે જેમણે હજુ સુધી ડેબ્યૂ કર્યું નથી. મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠીને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ટીમ ઇન્ડિયા માટે પ્રથમ મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઇશાન કિશન સાથે શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. અન્ય એક વિકલ્પ ઋતુરાજ ગાયકવાડ છે પણ ભાગ્યે જ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. શુભમન ગિલે આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે તો તેની વન-ડે ટીમમાં વાપસી થઇ છે. વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું તો તેને ટી-20માં સ્થાન મળ્યું છે.
દીપક હુડા કે રાહુલ ત્રિપાઠી
વિરાટ કોહલીની ગેરહાજરીમાં નંબર 3 પર રમવા માટે બે વિકલ્પ છે. દીપક હુડા અને રાહુલ ત્રિપાઠી. હુડાએ ત્રીજા નંબરે બેટિંગ કરતા આયરલેન્ડ સામે સદી ફટકારી હતી. જ્યારે રાહુલ ત્રિપાઠીએ આઈપીએલમાં લાંબા સમયથી આ નંબરે બેટિંગ કરી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની ટીમ ઇન્ડિયામાં સતત પસંદગી થઇ રહી છે પણ પ્લેઇંગ 11માં સ્થાન બનાવી શક્યો નથી. આવામાં તેને ડેબ્યૂની તક મળી શકે છે.
આ પણ વાંચો – BCCIએ વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા, હવે યો-યો ટેસ્ટ પછી Dexa પણ રહેશે પસંદગી પ્રક્રિયાનો ભાગ
વોશિંગ્ટન સુંદર કે અક્ષર પટેલ
નંબર 4 પર સૂર્યકુમાર યાદવ, નંબર 5 પર હાર્દિક પંડ્યા રમશે. નંબર 6 પર સંજૂ સેમસનને તક મળી શકે છે. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલના રૂપમાં ટીમ ઇન્ડિયા પાસે બે વિકલ્પ છે. બન્નેમાંથી કોઇ એકને તક મળશે. ફાસ્ટ બોલરોની વાત કરવામાં આવે તો હર્ષલ પટેલ સિવાય અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક રહેશે. સ્પિન વિકલ્પની વાત કરવામાં આવે તો ચહલ અને કુલદીપ યાદવમાંથી કોઇ એકને સ્થાન મળશે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઇશાન કિશન, શુભમન ગિલ, દીપક હુડા/રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, વોશિંગ્ટન સુંદર/અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.