ભારત વિ. શ્રીલંકા બીજી વન-ડે : ટીમ ઇન્ડિયાનો 4 વિકેટે વિજય, શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી

India vs Sri Lanka 2nd ODI : કેએલ રાહુલે અણનમ 64 રન બનાવ્યા, શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે 15 જાન્યુઆરીએ રમાશે

Written by Ashish Goyal
January 12, 2023 20:55 IST
ભારત વિ. શ્રીલંકા બીજી વન-ડે : ટીમ ઇન્ડિયાનો 4 વિકેટે વિજય, શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી
ભારતે શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં 4 વિકેટે વિજય મેળવ્યો

India vs Sri Lanka 2nd ODI Updates: બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેએલ રાહુલની અણનમ અડધી સદી (64)ની મદદથી ભારતે શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં 4 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકા પ્રથમ બેટિંગ કરતા 39.4 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 43.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે 15 જાન્યુઆરીએ રમાશે.

શ્રીલંકાની ઇનિંગ્સ

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અવિષ્કા ફર્નાન્ડો 20 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો. એન ફર્નાન્ડો અને કુશલ મેન્ડિસે બાજી સંભાળી સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો. કુશલ મેન્ડિસ 34 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. ધનંજયા પ્રથમ બોલે જ આઉટ થયો હતો. શાનદાર બેટિંગ કરી રહેલો એન ફર્નાન્ડો 50 રને રન આઉટ થયો હતો. દાનુસ શનાકા (2), ચરિથ અસલંકા (15 )સહિત નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. દુનિથ વેલાલગે 32 રન બનાવી ટીમનો સ્કોર 215 રને પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો – વિરાટ કોહલીએ ફટકારી સતત બે સદી, આવી જ ઝડપ રહી તો વર્લ્ડ કપ સુધી તોડી નાખશે સચિન તેંડુલકરનો રેકોર્ડ

ભારત તરફથી કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિકને 2 અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.

ભારતનું ટોપ ઓર્ડર સસ્તામાં આઉટ

રોહિત શર્મા 17, શુભમન ગિલ 21, વિરાટ કોહલી 4 અને શ્રેયસ ઐયર 28 રને આઉટ થતા ભારતે 86 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ (36)બાજી સંભાળી હતી અને ટીમને જીત અપાવી હતી. કેએલ રાહુલે અણનમ 64 રન બનાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ