IND vs USA Live Score, T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ જીત સાથે શરૂઆત, યુએસએને 29 રને હરાવ્યું

India vs USA Cricket Match LIVE Scorecard: આજની મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરના અંતે 161 રન બનાવ્યા છે અને યુએએસએને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. યુએસએ તરફથી શેડલી વાન શાલ્કવિકે 4 ઓવર નાંખીને 4 વિકેટ લીધી હતી. 

India vs USA Cricket Match LIVE Scorecard: આજની મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરના અંતે 161 રન બનાવ્યા છે અને યુએએસએને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. યુએસએ તરફથી શેડલી વાન શાલ્કવિકે 4 ઓવર નાંખીને 4 વિકેટ લીધી હતી. 

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
T20 World Cup 2026 India vs USA Live Cricket Score in Gujarati

T20 World Cup 2026 India vs USA Live Cricket Score Photograph: (Jansatta)

India vs United States T20I WC 2026 Group A Match 3 Live Score: ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે અને સીઝનના પહેલા જ દિવસે ભારતીય ટીમ યુએસએ સામે તેની પહેલી ગ્રુપ મેચ રમી રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજની મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી છે. એક સમયે 77 રન પર ટીમ ઈન્ડિયીની 6 વિકેટ પડી ગઈ હતી. ત્યારે સૂર્યકુમાર યાદવે ઈનિંગ સંભાળી અને એક છેડો પકડી રાખ્યો. સૂર્યકુમાર યાદવે 20મી ઓવર કૂલ 20 રન ફટકાર્યા હતા. જેની મદદથી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરના અંતે 161 રન બનાવ્યા છે અને યુએએસએને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. યુએસએ તરફથી શેડલી વાન શાલ્કવિકે 4 ઓવર નાંખીને 4 વિકેટ લીધી હતી. 

Advertisment

ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ડબલ આંકડામાં પણ રન ફટકારી શક્યા નહોતા. ત્યાં જ કેપ્ટન સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી. જ્યારે તિલક વર્મા 25 અને ઈશાન કિશન 20 રનની ઈનિંગ રમ્યા હતા.

ભારત હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ આ સીઝનમાં રોહિત શર્મા વાળો કમાલ કરવાનો પ્રયાસ કરશે. ભારત યુએસએને હરાવવા અને જીત સાથે સીઝનની શરૂઆત કરવાના બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવાનો અને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે.

India Vs United States ICC T20 World Cup 2026 Live Scorecard:

  • Feb 07, 2026 22:28 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: અક્ષર પટેલે સતત બે બોલમાં બે વિકેટ લીધી

    અમેરિકાને અક્ષર પટેલે 16મી ઓવરમાં સતત બે બોલમાં બે ઝટકા આપ્યા છે. તેણે પ્રથમ બોલ પર સંજય કૃષ્ણમૂર્તિને આઉટ કર્યો. ત્યારબાદ તેણે હરમીત સિંહને સિરાજના હાથે કેચ કરાવ્યો. મોહમ્મદ મોહસીન હવે શુભમ સાથે જોડાયો છે. 16 ઓવર પછી ટીમનો સ્કોર છ વિકેટે 100 રન છે.



  • Feb 07, 2026 22:10 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયાને કરાવ્યું કમબેક

    યુએસએ ટીમ સારી ભાગીદારી બનાવી રહી હતી. વરુણ ચક્રવર્તીએ મિલિંદ કુમારને 34 રનમાં આઉટ કર્યો. આનાથી હવે ટીમ ઈન્ડિયાને મેચમાં પુનરાગમન કરવાની તક મળી છે.



  • Advertisment
  • Feb 07, 2026 22:08 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ટીમ ઈન્ડિયાના નામે રહ્યો પાવરપ્લે

    ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં બોલ સાથે જીત મેળવી છે. છ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને યુએસએ ફક્ત 31 રન જ બનાવી શક્યું. જોકે ટીમ ઈન્ડિયાએ હજુ પણ મોટા માર્જિનથી મેચ જીતવા માટે શાનદાર બોલિંગ કરવાની જરૂર છે.



  • Feb 07, 2026 21:33 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: 5 ઓવરના અંતે યુએસએનો લાઈવ સ્કોર 24/3

    પાંચ ઓવરના અંતે યુએસએ એ ત્રણ વિકેટના નુક્સાને 24 રન બનાવી લીધા છે. હાલમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ સ્પેલમાં બોલિંગ કરી રહ્યા છે અને યુએસએના બેટ્સમેનો પર દબાણ જાળવી રાખ્યું છે.



  • Feb 07, 2026 21:25 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: યુએસએના 3 બેટ્સમેન આઉટ

    ભારતીય ટીમને ત્રીજી સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે પોતાની બીજી ઓવરમાં યુએસએના સૈતીજા મુક્કમલ્લા આઉટ કર્યો છે. સિરાજે 2 ઓવરમાં 2 વિકેટ લીધી છે. હાલમાં યુએસએનો લાઈવ સ્કોર 15/3.



  • Feb 07, 2026 21:21 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: અર્શદીપ સિંહે મોનાંક પટેલને આઉટ કર્યો

    ભારતીય ટીમને ત્રીજી ઓવરમાં બીજી સફળતા મળી છે. અર્શદીપ સિંહે ઈનિંગની ત્રીજી અને પોતાની બીજી ઓવરમાં યુએસએના કેપ્ટન મોનાંક પટેલને શૂન્ય રન પર આઉટ કર્યો છે. 



  • Feb 07, 2026 21:18 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ સફળતા

    ભારતીય ટીમને ઈનિંગની બીજી ઓવરમાં પ્રથમ સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે એન્ડ્રીસ ગૌસને આઉટ કર્યો છે. તે 9 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો.



  • Feb 07, 2026 20:52 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગ, યુએસએને 162 રનનો ટાર્ગેટ

    સૂર્યકુમાર યાદવે 20મી ઓવરના પ્રથમ બોલ પર 4, બીજા બોલ પર 6, ત્રીજા બોલ પર 6, ચોથા બોલ પર 4, પાંચમા બોલ પર 0, અંતિમ બોલ પર 0 રન આવ્યા. જોકે છેલ્લી ઓવરમાં કૂલ 20 રન આવ્યા હતા. જેની મદદથી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરના અંતે 161 રન બનાવ્યા છે અને યુએએસએને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.



  • Feb 07, 2026 20:45 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: અર્શદીપ સિંહ આઉટ

    19મી ઓવરમાં અર્શદીપ સિંહ મોટો શોટ રમવા ગયો અને કેચ આઉટ થયો. ભારતનો લાઈવ સ્કોર 140/8.



  • Feb 07, 2026 20:34 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: સૂર્યકુમાર યાદવની અડધી સદી

    ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી લીધી છે, હાલમાં ભારતનો લાઈવ સ્કોર 127/7.



  • Feb 07, 2026 20:29 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: અક્ષર પટેલ આઉટ, ભારતનો લાઈવ સ્કોર 118/7

    ભારતીય ટીમને સાતમો ઝટકો અક્ષર પટેલના રૂપમાં મળ્યો છે. ટીમ ઈન્ડિયા 7 વિકેટના નુકસાને 118 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ 35 બોલમાં 47 રન બનાવીને ક્રિઝ પર છે. તેનો સાથ આપવા માટે અર્શદીપ સિંહ આવ્યો છે.



  • Feb 07, 2026 20:17 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: 15 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 94/6

    15 ઓવરના અંતે ટીમ ઈન્ડિયા 6 વિકેટના નુકસાને 94 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 36 અને અક્ષર પટેલ 2 રન સાથે ક્રિઝ પર છે.



  • Feb 07, 2026 20:04 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: હાર્દિક પંડ્યા પણ આઉટ

    યુએસએ તરફથી હરમીત સિંહે શાનદાર બોલિંગ કરીને હાર્દિક પંડ્યાને પેવેલિયન મોકલ્યો છે. હાલમાં ભારતીય ટીમ સંકટમાં છે. 77 રનના સ્કોર પર ટીમ ઈન્ડિયાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. હાલમાં સૂર્યકુમાર યાદવ 21 રન સાથે ક્રિઝ પર છે અને તેનો સાથ આપવા માટે અક્ષર પટેલ આવ્યો છે.



  • Feb 07, 2026 20:02 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: રિંકુ સિંહ સસ્તામાં આઉટ

    ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો રિંકુ સિંહના રૂપમાં મળ્યો છે. તે 14 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો.



  • Feb 07, 2026 19:53 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: 10 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 63/4

    10 ઓવરના અંતે ટીમ ઈન્ડિયા ચાર વિકેટના નુકસાને 63 રન બનાવી લીધા છે. ક્રિઝ પર સૂર્યકુમાર યાદવ 15 અને રિંકુ સિંહ 2 રન સાથે ક્રિઝ પર છે.



  • Feb 07, 2026 19:45 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: 8 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 52/4

    આઠ ઓવરના અંતે ટીમ ઈન્ડિયા મુશ્કેલી સ્થિતિમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં ભારતીય ટીમ ચાર વિકેટના નુકસાને 52 રન બનાવી લીધા છે. ક્રિઝ પર સૂર્યકુમાર યાદવ 5 અને રિંકુ સિંહ 2 રન સાથે ક્રિઝ પર છે. ઈનિંગની આંઠમી ઓવરમાં 3 રન આવ્યા.



  • Feb 07, 2026 19:39 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: યુએસએના શેડલી વાન શાલ્કવિકની ઘાતક બોલિંગ

    યુએસએના બોલર શેડલી વાન શાલ્કવિકે ટીમ ઈન્ડિયાને એક જ ઓવરમાં ત્રણ મોટા ઝટકા આપ્યા. ઈશાન કિશન અને તિલક વર્માને આઉટ કર્યા બાદ શેડલી વાન શાલ્કવિકે શિવમ દૂબેને પણ આઉટ કર્યો છે. શિવમ દૂબે ખાતું પણ ખોલાવી શક્યો નહીં.



  • Feb 07, 2026 19:37 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: તિલક વર્મા આઉટ

    યુએસએના બોલર શેડલી વાન શાલ્કવિકની ઓવરમાં ભારતને બે ઝટકા મળ્યા છે. પહેલા ઈશાન કિશનને આઉટ કર્યા બાદ શેડલી વાન શાલ્કવિકે તિલક વર્માને પણ આઉટ કર્યો છે. તિલક વર્મા 15 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો.



  • Feb 07, 2026 19:32 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ઈશાન કિશન 20 રન બનાવી આઉટ

    ઈનિંગની છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર ઈશાન કિશન આઉટ થયો છે. આજની મેચમાં ઈશાન કિશનને બે વખત જીવનદાન મળ્યું હતું. જોકે તે શેડલી વાન શાલ્કવિકની ઓવરમાં આઉટ થયો. તેણે 16 બોલમાં 20 રન બનાવ્યા.



  • Feb 07, 2026 19:29 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: 5 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 44/1

    પાંચ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક વિકેટના નુક્સાને 44 રન બનાવી લીધા છે. હાલમાં તિલક વર્મા 24 અને ઈશાન કિશન 20 રન સાથે ક્રિઝ પર છે. પાંચમી ઓવરમાં ઈશાન કિશનને જીવનદાન મળ્યું.



  • Feb 07, 2026 19:18 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ત્રણ ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર

    ત્રણ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક વિકેટના નુક્સાને 25 રન બનાવી લીધા છે. હાલમાં તિલક વર્મા 16 અને ઈશાન કિશન 9 રન સાથે ક્રિઝ પર છે.



  • Feb 07, 2026 19:16 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ભારતને પ્રથમ ઝટકો

    ટીમ ઈન્ડિયાને અભિષેક શર્માના રૂપમાં પ્રથમ ઝટકો મળ્યો છે. અભિષેક શૂન્ય રને આઉટ થયો. તેની વિકેટ યુએસએના બોલર અલી ખાને લીધી.



  • Feb 07, 2026 18:52 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: યુએસએ પ્લેઈંગ 11 

    સૈતીજા મુક્કમલ્લા, એન્ડ્રીસ ગૌસ (wk), મોનાંક પટેલ (c), મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, શુભમ રાંજને, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન.



  • Feb 07, 2026 18:48 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: યુએસએની ટીમમાં બે ઓલરાઉન્ડર અને ત્રણ બોલર

    અમેરિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત પહેલા બેટિંગ કરશે. અમેરિકન કેપ્ટન મોનાંક પટેલે કહ્યું કે તેમની પ્લેઇંગ ઇલેવનમાં છ બેટ્સમેન, બે ઓલરાઉન્ડર અને ત્રણ બોલરનો સમાવેશ થાય છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પુષ્ટિ આપી કે વોશિંગ્ટન સુંદર અને સંજુ સેમસન ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં રમી રહ્યા નથી. બુમરાહ બીમાર છે. શુક્રવારે હર્ષિત રાણાની જગ્યાએ આવેલા મોહમ્મદ સિરાજને તેમના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.



  • Feb 07, 2026 18:46 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ભારત પ્લેઇંગ 11

    ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.



  • Feb 07, 2026 18:43 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: સંજુ સેમસન આઉટ

    સંજુ સેમસને કહ્યું કે આજની મેચમાં સંજુ સેમસન નથી અને બુમરાહ પણ બીમારીના કારણે આ મેચમાં નથી.



  • Feb 07, 2026 18:42 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: યુએસએ ટોસ જીત્યો, ભારતની બેટિંગ

    આજની મેચમાં યુએસએ એ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે.



  • Feb 07, 2026 18:36 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: અમેરિકા પણ ઓછું નથી

    ભારત આ મેચમાં USA ને ઓછું આંકવાની ભૂલ કરશે નહીં, કારણ કે ટી20 વર્લ્ડ કપ 2024 માં બંને ટીમો આમને-સામને થઈ ત્યારે ભારતે મેચમાં જીત મેળવી હતી. રોહિત શર્માએ તે મેચમાં 3 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો.



  • Feb 07, 2026 18:36 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: વાનખેડે પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળશે

    વાનખેડે પિચ લાલ માટીથી બનેલી છે, જે પ્રથમ 5-6 ઓવરમાં ફાસ્ટ બોલરોને મદદ પૂરી પાડી શકે છે. મેચ આગળ વધતાં સ્પિનરોને પણ થોડી મદદ મળી શકે છે.



  • Feb 07, 2026 18:07 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: વાનખેડે ખાતે મોટા સ્કોરની અપેક્ષા

    વાનખેડેનું મેદાન નાનું છે અને ત્યાં ઘણા બધા રન જોવા મળે છે. જો બેટ્સમેન સતત પીચ પર રહી શકે તો તેઓ મોટો સ્કોર હાંસલ કરી શકે છે. જો ભારત પહેલા બેટિંગ કરે તો તેઓ ઘણા રન બનાવશે.



  • Feb 07, 2026 18:07 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં

    સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતે ઘરઆંગણે પાંચ મેચની ટી20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને 4-1થી હરાવ્યું છે.



  • Feb 07, 2026 18:06 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ભારત બે સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે

    ભારત તેની પ્લેઇંગ ઇલેવનમાં બે સ્પિનરોનો સમાવેશ કરી શકે છે. કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ના કરી શકાય, પરંતુ વરુણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ થઈ શકે છે, જ્યારે ઉપ-કેપ્ટન અક્ષર પટેલ પણ ટીમમાં રહેશે. સ્પિન જવાબદારીઓ આ બે પર આવી શકે છે.



  • Feb 07, 2026 18:06 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: તિલક વર્માની વાપસી ટીમને મજબૂત બનાવશે

    તિલક વર્મા પણ ભારતીય ટીમમાં પાછો ફર્યો છે અને આ સાથે ભારતીય બેટિંગ લાઇનઅપ વધુ ઘાતક બની ગઈ છે, જે વિશ્વની કોઈપણ ટીમના બોલરોને હંફાવી દેવા માટે સક્ષમ છે.



  • Feb 07, 2026 18:05 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ઈશાન અને અભિષેક ઓપનિંગ કરી શકે છે

    યુએસએ સામે ભારત માટે ઈશાન કિશન અને અભિષેક શર્માને ઓપનિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સંજુ સેમસનને તેના ખરાબ ફોર્મનો ભોગ બનવું પડી શકે છે.



  • Feb 07, 2026 18:05 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ભારતનું પલડું ભારે

    ટી20 વર્લ્ડ કપમાં ભારત અને યુએસએ વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમાઈ છે. ભારતે તે મેચ જીતી હતી. ભારતીય ટીમ હાલમાં જે રીતે રમી રહી છે તે જોતાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે હોય તેવું લાગે છે.



  • Feb 07, 2026 18:05 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માટે યુએસએની ટીમ

    મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ (વિકેટકીપર), સૈતીજા મુક્કમલ્લા, શયાન જહાંગીર, મિલિંદ કુમાર, શુભમ રંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, અલી ખાન, નોસ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શાલ્કવિક, શેહાન જયદીપ સિંહ, જયસૂર્યા, જયસુખ કૃષ્ણા.



  • Feb 07, 2026 18:04 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા

    ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, વોશિંગ સેમસન.



  • Feb 07, 2026 18:04 IST

    IND vs USA Live Score, ICC T20 World Cup 2026: ભારત vs USA મેચ

    નમસ્તે, Gujarati Indian Express ના લાઇવ બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે ભારત 2026 ટી20 વર્લ્ડ કપમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે તેની પહેલી ગ્રુપ મેચ રમશે. અમે અમારા બ્લોગ દ્વારા આ મેચ સંબંધિત તમામ અપડેટ્સ પ્રદાન કરીશું. વધુ રમતગમત અને ક્રિકેટ સમાચાર માટે જોડાયેલા રહો.



ક્રિકેટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ ટીમ Team India T20 વર્લ્ડ કપ