/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/India-W-defeated-West-Indies-W.jpg)
રેણુકા સિંહને તેની ઘાતક બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. (તસવીર: ICC/X)
IND-W vs WI-W: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ વડોદરામાં રમાઈ હતી. હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીમાં ભારતે આ મેચ જીતી હતી અને ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતની જીતમાં સ્મૃતિ મંધાના બેટિંગથી ચમકી હતી, તો ટીમની ફાસ્ટ બોલર રેણુકા સિંહે બોલ સાથે કમાલ કર્યો હતો અને 5 વિકેટ લીધી હતી.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 314 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 26.2 ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી અને 211 રનથી જંગી હારનો સામનો કરવો પડ્યો હતો. રેણુકા સિંહને તેની ઘાતક બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
Renuka Singh shined with the ball to give India their second-biggest win in ODIs 👊
📝#INDvWI: https://t.co/FaLWOpeXlMpic.twitter.com/sPy1FWW5dO— ICC (@ICC) December 22, 2024
સ્મૃતિ મંધાનાએ 91 રનની ઇનિંગ રમી હતી
સ્મૃતિ મંધાના સારા ફોર્મમાં છે અને તેનું પ્રદર્શન વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં પણ જોવા મળ્યું હતું. આ મેચમાં મંધાના 9 રનથી તેની સદી પૂરી કરવામાં ચૂકી ગઈ હતી પરંતુ તેની ઈનિંગ્સે ભારતને મજબૂત આધાર આપ્યો હતો અને ટીમે 50 ઓવરમાં 300નો સ્કોર પાર કર્યો હતો. ભારત તરફથી ઓપનર પ્રતિકા રાવલે 40 અને હરલીન દેઓલે 44 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે 34 રન જ્યારે રિચા ઘોષે 24 રન અને જેમિમાહ રોડ્રિગ્સે 31 રનની ઝડપી ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જયદા જેમ્સે શાનદાર બોલિંગ કરી અને 8 ઓવરમાં 45 રન આપીને 5 વિકેટ લીધી.
આ પણ વાંચો: પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનના ઘરની બહાર હંગામો, ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ
રેણુકા સિંહે 5 વિકેટ લીધી હતી
વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 315 રનનો ટાર્ગેટ હતો પરંતુ આ ટીમની બેટિંગ દબાણમાં પડી ગઈ હતી. ટીમના બંને ઓપનર બેટ્સમેન, કેપ્ટન હેલી મેથ્યુસ અને કાયરા જોસેફ શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ માટે વિકેટકીપર શમિન કેમ્પબેલે 21 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર રેણુકા સિંહે શાનદાર બોલિંગ કરી હતી અને 10 ઓવરમાં 29 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ મેચમાં પ્રિયા મિશ્રાએ 2 જ્યારે તિતાસ સાધુ અને દિપ્તી શર્માએ એક-એક વિકેટ લીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us