પ્રથમ ટેસ્ટ: બાંગ્લાદેશ સામે ભારતનો 188 રને વિજય, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા બીજા સ્થાને પહોંચી

India vs Bangladesh 1st Test : ભારતે જીતવા માટે 513 રનનો પડકાર આપ્યો હતો જેની સામે બાંગ્લાદેશ પાંચમાં દિવસે 324 રનમાં ઓલઆઉટ થયું, આ જીત સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ફાયદો થયો

India vs Bangladesh 1st Test : ભારતે જીતવા માટે 513 રનનો પડકાર આપ્યો હતો જેની સામે બાંગ્લાદેશ પાંચમાં દિવસે 324 રનમાં ઓલઆઉટ થયું, આ જીત સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ફાયદો થયો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 188 રને વિજય મેળવ્યો (Pics - BCCI)

India vs Bangladesh (IND vs BAN) 1st Test Day 5: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 188 રને વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે 513 રનનો પડકાર આપ્યો હતો જેની સામે બાંગ્લાદેશ પાંચમાં દિવસે 324 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ફાયદો થયો છે. ભારતીય ટીમ 55.77 પોઇન્ટ પ્રતિશત મેળવી બીજા સ્થાને આવી ગયું છે. ઓસ્ટ્રેલિયા 76.92 પોઇન્ટ પ્રતિસથ સાથે પ્રથમ સ્થાને છે.

Advertisment

ટીમ ઇન્ડિયા બે ટેસ્ટ હારે તો શું થાય?

જો ભારત બાકી બચેલી 5 ટેસ્ટમાંથી એક હારે અને ચાર જીતે તો તેના પોઇન્ટ પ્રતિશત 62.5 થશે. તેનો અર્થ એ છે કે ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા રહેશે. જો ભારત બે ટેસ્ટ હારશે તો તેના પોઇન્ટ પ્રતિશત 56.94 થશે. આવી સ્થિતિમાં બાકી ટીમોના ભરોસે રહેવું પડશે

ભારતની આગામી ટેસ્ટ મેચ

ભારત વિ. બાંગ્લાદેશ – 22 ડિસેમ્બરથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 9 ફેબ્રુઆરીથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 17 ફેબ્રુઆરીથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 1 માર્ચથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 9 માર્ચથી

આ પણ વાંચો - એક ભૂલ તોડી શકે છે ભારતનું સપનું, જાણો ટીમ ઇન્ડિયા કેવી રીતે પહોંચી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

Advertisment

બાંગ્લાદેશ 324 રનમાં ઓલઆઉટ

બાંગ્લાદેશે પાંચમાં દિવસની શરૂઆત 6 વિકેટે 272 રનની કરી હતી. સિરાજે મહેંદી હસનને 13 રને આઉટ કરી પ્રથમ સફળતા અપાવી હતી. શાકિબ અલ હસને આક્રમક બેટિંગ કરતા 84 રન બનાવ્યા હતા. તે કુલદીવ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી કુલદીપે ઇબાદત હુસૈનને આઉટ કર્યો હતો. અક્ષર પટેલે અંતિમ વિકેટ ઝડપી ભારતને જીત અપાવી હતી. બાંગ્લાદેશ 324 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી અક્ષર પટેલે 4, કુલદીપ યાદવે 3, સિરાજ, ઉમેશ યાદવ અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ

કુલદીપ યાદવે આ મેચમાં 8 વિકેટ ઝડપી હતી અને 40 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનના કારણે તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ક્રિકેટ Team India સ્પોર્ટ્સ