IPL 2024 Points Table Standings : આઈપીએલ 2024 પોઇન્ટ ટેબલની લેટેસ્ટ સ્થિતિ જોઇએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ 14 મેચમાં 20 પોઇન્ટ સાથે ટેબલમાં સૌથી ઉપરના સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 14 મેચમાં 17 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 14 મેચમાં 17 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે અને 14 પોઇન્ટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચોથા સ્થાને છે. અહીં આઈપીએલ 2024 પોઇન્ટ ટેબલ વિશે જણાવી રહ્યા છીએ.
આ સિવાય પ્લેઓફમાં ક્વોલિફાયર થનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ વખતે 4 ટીમોને સરખા 14 પોઇન્ટ મળ્યા છે. જોકે આરસીબીન રનરેટના આધારે પ્લેઓફમાં ક્વોલિફાય થવા સફળ રહ્યું છે.
આઈપીએલ 2024 પોઇન્ટ ટેબલ
| ટીમ | મેચ | જીત | હાર | નેટ રનરેટ | પોઇન્ટસ | 
| કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) | 14 | 9 | 3 | 1.428 | 20 | 
| સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) | 14 | 8 | 5 | 0.414 | 17 | 
| રાજસ્થાન રોયલ્સ (RR) | 14 | 8 | 5 | 0.273 | 17 | 
| રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | 14 | 7 | 7 | 0.459 | 14 | 
| ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) | 14 | 7 | 7 | 0.392 | 14 | 
| દિલ્હી કેપિટલ્સ (DC) | 14 | 7 | 7 | -0.337 | 14 | 
| લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) | 14 | 7 | 7 | -0.667 | 12 | 
| ગુજરાત ટાઇટન્સ (GT) | 14 | 5 | 7 | -1.063 | 12 | 
| પંજાબ કિંગ્સ (PBKS) | 14 | 5 | 9 | -0.353 | 10 | 
| મુંબઈ ઇન્ડિયન્સ (MI) | 14 | 4 | 10 | -0.318 | 8 | 
પોઈન્ટ ટેબલ ટોપ 4 ટીમ પ્લેઓફમાં
આઈપીએલનો રાઉન્ડ-રોબિન લીગ તબક્કો પૂરો થયા પછી પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થાય છે, 10-ટીમમાંથી પોઇન્ટ ટેબલમાં ટોચની 4 ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે, જેમાં નંબર 1 અને નંબર 2 સ્થાને રહેનારી ટીમો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ક્વોલિફાયર 1 માં એકબીજા સાથે રમે છે. ક્વોલિફાયર 1 ની વિજેતા ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે.
ઓરેન્જ કેપ 2024 – કોના પાસે? વાંચો ફુલ સ્ટોરી
જ્યારે એલિમિનેટર મેચમાં પોઈન્ટ ટેબલની ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો રમે છે અને વિજેતા ટીમ બીજા ક્વોલિફાયરમાં ક્વોલિફાયર 1 ની હારેલી ટીમ સામે રમે છે. ક્વોલિફાયર-2માં જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચે છે.





