ભારતીય ટીમે હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો, વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થયું

ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું અને એક પણ મેચ હારી નહીં. ફાઇનલમાં ભારતીય જાંબોજોએ કોરિયન ટીમને એકતરફી રીતે હરાવ્યું છે.

Written by Rakesh Parmar
September 07, 2025 22:49 IST
ભારતીય ટીમે હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો, વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થયું
ભારતીય હોકી ટીમે ચોથી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Indian Hockey Team: ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો છે. કોરિયન ટીમ ભારત સામે ટકી શકી નહીં. ટાઇટલ જીતવાની સાથે ભારત આગામી વર્ષે યોજાનારા હોકી વર્લ્ડ કપ 2026 માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું અને એક પણ મેચ હારી નહીં. ફાઇનલમાં ભારતીય જાંબોજોએ કોરિયન ટીમને એકતરફી રીતે હરાવ્યું છે.

સુખજીતે શરૂઆતમાં ગોલ કર્યો

ભારતીય ટીમે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે સુખજીત સિંહે મેચ શરૂ થયાની થોડીક સેકન્ડમાં ગોલ કરીને ભારતીય ટીમને 1-0ની લીડ અપાવી હતી. આ પછી ભારતીય ખેલાડીઓએ આક્રમક વલણ અપનાવ્યું અને મોટાભાગે બોલ પોતાની પાસે રાખ્યો. દક્ષિણ કોરિયાની અનુભવી ટીમ પણ ભારત સામે દબાણમાં દેખાતી હતી. જુગરાજ સિંહ પાસે પેનલ્ટી કોર્નરથી ગોલ કરવાની તક હતી પરંતુ તે ચૂકી ગયો.

દિલપ્રીતે લીડ બમણી કરી

બીજા ક્વાર્ટરમાં દિલપ્રીત સિંહે 27મી મિનિટે ગોલ કર્યો. આનાથી ભારતીય ટીમમાં નવી ઉર્જાનો સંચાર થયો અને તેની લીડ બમણી થઈ ગઈ. આ ગોલ પછી પણ ભારતે હુમલો કરવાનું ચાલુ રાખ્યું. બીજી તરફ દક્ષિણ કોરિયાના ખેલાડીઓએ ગોલ કરવાની તકો ઉભી કરી પરંતુ તેઓ સફળ ન થયા.

ભારતીય ખેલાડી સંજયને ગ્રીન કાર્ડ મળ્યું. આના કારણે ભારતીય હોકી ટીમ ત્રીજા ક્વાર્ટરમાં 10 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી. ત્યારબાદ આ ક્વાર્ટરના અંતે દિલપ્રીત સિંહે ભારત માટે ગોલ કર્યો, જે મેચમાં તેનો બીજો ગોલ હતો. ત્યારબાદ ચોથા ક્વાર્ટરમાં અમિત રોહિદાસે 49મી મિનિટે ભારત માટે ગોલ કર્યો અને ભારતની લીડ 4-0 સુધી વધારી દીધી. કોરિયન ખેલાડીઓ મેચમાં સંપૂર્ણપણે થાકેલા દેખાતા હતા અને સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. 50મી મિનિટે સોન ડાયને તેમના માટે એકમાત્ર ગોલ કર્યો. અંતે ભારતે મેચ 4-1થી જીતી લીધી અને વર્લ્ડ કપની ટિકિટ પણ મેળવી.

આ પણ વાંચો: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થયું, આકાશમાં ‘બ્લડ મૂન’નો રસપ્રદ નજારો જોવા મળ્યો

પાકિસ્તાનને હરાવ્યું

ભારતીય હોકી ટીમે ચોથી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતે અગાઉ 2017, 2007, 2003 માં હોકી એશિયા કપ ટ્રોફી જીતી હતી. ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાને ફક્ત ત્રણ વાર (1982, 1985, 1989) હોકી એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ