/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Indian-Women-vs-Ireland-Women.jpg)
ભારતીય મહિલા ટીમે ત્રીજી વન-ડે મેચમાં આયર્લેન્ડ મહિલા ટીમને 304 રનથી હરાવી અને ક્લીન સ્વીપ સાથે શ્રેણી 3-0થી જીતી લીધી છે. (તસવીર: BCCI/X)
Indian Women vs Ireland Women: ભારતીય મહિલા ટીમે ત્રીજી વન-ડે મેચમાં આયર્લેન્ડ મહિલા ટીમને 304 રનથી હરાવી અને ક્લીન સ્વીપ સાથે શ્રેણી 3-0થી જીતી લીધી છે. આ મેચમાં ભારત માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે યોગ્ય સાબિત થયો હતો. ટીમે પ્રથમ બેટિંગ કરીને 435 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતીય મહિલા ટીમે વન-ડે ક્રિકેટમાં તેની સૌથી મોટી જીત નોંધાવી છે.
ભારતીય મહિલા ટીમે પહેલી વાર આવું કર્યું
આ પહેલા વર્ષ 2017 માં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામેની વન-ડે મેચ 249 રનથી જીતી હતી, જેમાં ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ હતી. હવે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતે આ રેકોર્ડને વટાવી દીધો અને 3-4 રનથી મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો. કારણ કે પહેલી વાર ભારતીય મહિલા ટીમે 300 થી વધુ રનથી વન-ડે મેચ જીતી છે અને આ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ બન્યું છે.
આ પણ વાંચો: મકરસંક્રાંતિ પર અકસ્માતોની ભરમાર, 6 લોકોના મોત, ઉત્સવના ઉત્સાહ વચ્ચે ઘણા લોકો ઘાયલ
વન-ડે ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમની સૌથી મોટી જીત
આયર્લેન્ડ સામે - 304 રનથી જીત, વર્ષ 2025
આયર્લેન્ડ સામે - 249 રનથી જીત, વર્ષ 2017
વેસ્ટ ઇન્ડીઝ સામે - 211 રનથી જીત, વર્ષ 2024
પાકિસ્તાન સામે - 207 રનથી જીત, વર્ષ 2008
પ્રતિકા રાવલે 154 રનની ઇનિંગ રમી
પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 435 રનનો પર્વતીય સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી પ્રતિકા રાવલે 154 રન અને સ્મૃતિ મંધાનાએ 135 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત રિચા ઘોષે 59 રનની ઇનિંગ રમી હતી. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ હિમાલય જેટલો મોટો સ્કોર કરી શકી.
દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી
આ પછી આયર્લેન્ડ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. જ્યારે ગેબી લુઇસ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. કુલ્ટર રેલી પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. ઓર્લા પ્રેન્ડરગાસ્ટે 36 રનનું યોગદાન આપ્યું. સારાહ ફોર્બ્સે 41 રન બનાવ્યા. બાકીના બેટ્સમેન રન બનાવવામાં નિષ્ફળ રહ્યા. ભારતીય બેટ્સમેન પછી બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું. દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. તેના સિવાય તનુજા કવરે બે વિકેટ લીધી. તિતસ સાધુ, સયાલી સતઘરે અને મીની મણિએ એક-એક વિકેટ લીધી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us