India Women vs Pakistan Women World Cup Live Score: મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની છઠ્ઠી લીગ મેચ રવિવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાન મહિલા સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં તમામ વિકેટો ગુમાવી 247 રન બનાવ્યા છે. વર્લ્ડ કપ મેચમાં ભારત તરફથી હરલીને સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેગ અને સનાએ બે-બે વિકેટ લીધી.
આજની મેચમાં પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી, પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્મૃતિ મંધાના 32 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ. ઓપનર પ્રતિકા રાવલ 37 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ, સાદિયા ઇકબાલે ક્લીન બોલ્ડ કરી. કેપ્ટન હરમનપ્રીત કૌર 34 બોલમાં માત્ર 19 રન બનાવી શકી તેને ડાયના બેગે આઉટ કરી.
ત્યાં જ હરલીને 65 બોલમાં 46 રન બનાવ્યા હતા. મચ્છર ભગાડનાર સ્પ્રેના કારણે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 37 બોલમાં 32 રન બનાવ્યા. સ્નેહ રાણા 20 રન બનાવીને આઉટ થયા. શ્રી ચારાનીએ એક રન બનાવ્યો હતો.
આ પણ વાંચો: એક ચાર્જરથી પકડાયો પહેલગામ હુમલાના આતંકવાદીની મદદ કરનારો મોહમ્મદ યુસુફ, જાણો ઈનસાઈડ સ્ટોરી
પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફાતિમાએ જણાવ્યું કે કોલંબોની પિચ ભેજવાળી હતી અને તેઓ પહેલા બોલિંગ કરીને તેનો ફાયદો ઉઠાવી શકે છે. ફાતિમાએ આ નિર્ણય લીધો હશે પરંતુ ભારતીય મહિલા ટીમ પાસે મજબૂત બેટિંગ ઓર્ડર છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરવાની તેમની યોજનાને નિષ્ફળ બનાવી શકે છે.
IND W vs PAK W: બંને ટીમો માટે પ્લેઈંગ 11
ટીમ ઈન્ડિયાનો પ્લેઈંગ 11: પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચારણી.
પાકિસ્તાનની પ્લેઈંગ 11: મુનીબા અલી, સદફ શમાસ, સિદરા અમીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, સિદ્રા નવાઝ (વિકેટકીપર), ફાતિમા સના (કેપ્ટન), નતાલિયા પરવેઝ, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઈકબાલ.