IPL 2023 CSK vs MI: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની 49મી મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી મુંબઈએ પ્રથમ બેટિંગ કરી, પરંતુ CSKની બોલિંગ સામે આ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 139 રન જ બનાવી શકી. મુંબઈ તરફથી નેહલ વાઢેરાએ સૌથી મોટી 61 રનની ઇનિંગ રમી હતી.
CSKને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો અને આ ટીમે 17.4 ઓવરમાં 4 વિકેટે 140 રન બનાવ્યા અને મેચ 6 વિકેટથી જીતી લીધી. આ જીત સાથે ચેન્નાઈ 13 પોઈન્ટ સાથે બીજા નંબરે પહોંચી ગઈ છે, જ્યારે મુંબઈની ટીમ હાલમાં 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
આ મેચમાં CSKએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું હતું. છેલ્લે, એમએસ ધોનીએ 2 રન બનાવ્યા હતા જ્યારે શિવમ દુબે 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. સીએસકે આ લીગમાં અત્યાર સુધી રમાયેલી 11માંથી 6 મેચ જીતી છે. બીજી તરફ મુંબઈએ 10માંથી 5 મેચ જીતી છે અને 5 મેચોમાં હારી છે.
રોહિત શર્માએ બનાવ્યો IPL ઇતિહાસનો શરમજનક રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ 2023ની 49મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શૂન્ય પર આઉટ થયો હતો. આ મેચમાં તેણે એક યુક્તિ અજમાવી અને કેમરન ગ્રીનની સાથે ઈશાન કિશનને ઓપનિંગ માટે મોકલ્યો, પરંતુ તેની વ્યૂહરચના સફળ ન થઈ.
કેમેરોન ગ્રીન આ મેચમાં ઓપનર તરીકે 6 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો કેપ્ટન રોહિત શર્મા પણ શૂન્ય પર આઉટ થયો હતો. આ મેચમાં રોહિત શર્માને દીપક ચહરે આઉટ કર્યો હતો. અગાઉની મેચમાં પણ હિટમેન શૂન્ય પર આઉટ થયો હતો.
રોહિત શર્મા છેલ્લી કેટલીક મેચોમાં રન બનાવી શક્યો ન હતો, તેથી તેણે CSK સામે તેની બેટિંગની સ્થિતિ બદલવાનો નિર્ણય કર્યો, પરંતુ તેની વ્યૂહરચના કામમાં આવી નહીં અને તે દીપક ચહરના બોલ પર ખરાબ શોટ રમીને કેચ આઉટ થઈ ગયો. આઈપીએલમાં આ 16મી વખત હતો જ્યારે તે શૂન્ય પર આઉટ થયો હતો અને આ લીગમાં તે શૂન્ય પર આઉટ થવાના મામલે નંબર વન પર આવ્યો હતો. તેણે દિનેશ કાર્તિક, સુનીલ નારાયણ અને મનદીપ સિંહને પાછળ છોડી દીધા. ત્રણેય આ લીગમાં 15-15 વખત શૂન્ય પર આઉટ થયા છે.
આઈપીએલમાં સૌથી વધુ ડક ડિસમિસલ
16 – રોહિત શર્મા
15 – દિનેશ કાર્તિક
15 – સુનીલ નારાયણ
રોહિત શર્માએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્મા હવે IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ આઉટ થનાર બેટ્સમેન બની ગયો છે. એક કેપ્ટન તરીકે, તે આ લીગમાં 11મી વખત શૂન્ય પર આઉટ થયો અને ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધો. આઈપીએલમાં કેપ્ટન તરીકે ગૌતમ ગંભીર 10 વખત શૂન્ય પર આઉટ થયો હતો. રોહિત શર્મા આ સિઝનની 10 મેચમાં બે વખત આઉટ થયો છે.
આ પણ વાંચો – કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર, કરાવવી પડશે સર્જરી
IPLમાં દીપક ચહર સામે રોહિતનું બેટ કામ કરતું નથી
IPLમાં દીપક ચહર સામે રોહિત શર્માનું બેટ કામ કરી શક્યું નથી. તેણે અત્યાર સુધીમાં દીપકના 49 બોલનો સામનો કર્યો છે, જેમાં તેણે 60 રન બનાવ્યા છે અને તે ત્રણ વખત આઉટ થયો છે. તેણે દીપકના બોલમાં 9 ચોગ્ગા ફટકાર્યા છે અને 20 બોલ રમીને તેનો સ્ટ્રાઈક રેટ 122.44 છે.