scorecardresearch

કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર, કરાવવી પડશે સર્જરી

WTC Final 2023 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ મેદાન પર 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે

KL Rahul
કેએલ રાહુલને આરસીબી સામે મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતા સમયે ઇજા પહોંચી હતી (તસવીર – કેએલ રાહુલ ઇન્સ્ટાગ્રામ)

WTC Final 2023, IND vs AUS: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ભારતીય સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલે WTCની ફાઇનલમાંથી બહાર થઇ ગયો છે. આ જાણકારી તેણે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આપી હતી. હાલમાં આઈપીએલમાં થયેલી ઇજા પછી તે જાંઘની સર્જરી કરાવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ મેદાન પર 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે.

31 વર્ષીય રાહુલે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે મને નિરાશા છે કે હું આગામી મહિને ઓવલમાં ટીમ ઇન્ડિયા સાથે રહીશ નહીં. હું બ્લૂ જર્સીમાં પાછા ફરવા અને ટીમની મદદ માટે મારાથી બનતું બધું જ કરીશ. મારી પ્રાથમિકતા આ જ રહેશે અને મારો ફોક્સ તેના પર જ રહેશે.

કેએલ રાહુલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે તબીબી ટીમ સાથે વિચારણા અને ચર્ચા પછી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ જાંઘ પર સર્જરીની જરૂર છે. આ સર્જરીના કારણે કેટલાક સપ્તાહ ક્રિકેટથી દૂર રહીશ. મારું સંપૂર્ણ ધ્યાન રિહૈબ અને સંપૂર્ણ ફિટ થઇને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા પર રહેશે.

આ પણ વાંચો – WTC Final: ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના 25% ખેલાડીઓ ઇજાગ્રસ્ત

આ મહિનાની શરુઆતમાં જ બીસીસીઆઇએ ઓવલમાં 7 જૂનથી રમાનાર ઓસ્ટ્રેલિયાનો સામેની ફાઇનલ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં રાહુલ સામેલ હતો. કેએલ રાહુલને આરસીબી સામે મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતા સમયે ઇજા પહોંચી હતી. રાહુલે આઈપીએલની 9 મેચમાં બે અડધી સદી સાથે 274 રન બનાવ્યા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતની ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

Web Title: Kl rahul rules himself out of world test championship final set to undergo surgery

Best of Express