scorecardresearch

WTC Final: શું ફરી તૂટશે ભારતનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું, ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના 25% ખેલાડીઓ ઇજાગ્રસ્ત

WTC Final 2023 : આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે

WTC Final 2023, IND vs AUS
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી લંડનના ધ ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે (તસવીર – એએનઆઈ)

WTC Final 2023, IND vs AUS: આઈપીએલ 2023 ધીરે ધીરે આગળ વધી રહી છે અને ટીમો વચ્ચે પ્લેઓફનો જંગ રોમાંચક બની રહ્યો છે. ખેલાડીઓ ટીમની જીત માટે બધુ દાવ પર લગાવવા માટે તૈયાર છે. આ કારણે ઘણી વખત ખેલાડીઓ જોખમ ઉઠાવે છે અને ઈજાગ્રસ્ત પણ થઈ જાય છે. લીગ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ લિસ્ટમાં ઘણા ભારતીય ખેલાડીઓના નામ પણ સામેલ છે, જેના કારણે રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC Final રમાશે

ટીમ ઈન્ડિયા આઇપીએલ બાદ તરત જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાનું છે. 7 જૂનથી લંડનના ધ ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને ટકરાશે. બંને દેશોએ આ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત માટે સમસ્યા એ છે કે તેના 25 ટકા ખેલાડીઓ હાલ ફિટ નથી.

શાર્દુલની ફિટનેસ પર સવાલો યથાવત

ટીમમાં સામેલ શાર્દુલ ઠાકુર સંપૂર્ણપણે ફિટ નથી. તે કેકેઆર માટે ત્રણ મેચ રમ્યો ન હતો અને હાલ ટીમમાં પરત ફર્યો છે. જોકે તે હજુ પણ બોલિંગ કરી રહ્યો નથી. ટીમ ઇન્ડિયા માટે આ સારા સમાચાર નથી. ઉમેશ પણ કેકેઆરનો એક ભાગ છે અને હાલમાં હેમસ્ટ્રિંગથી પરેશાન છે. ઈંગ્લેન્ડની પિચો પર ફાસ્ટ બોલરોની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. આ કારણે ઉમેશની ઈજા ટીમ ઈન્ડિયા માટે પરેશાનીનું કારણ છે.

આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : અજિંક્ય રહાણેને 469 દિવસો પછી ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું

જયદેવ અને કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયા

આ સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાં સામેલ જયદેવ ઉનડકટ પણ ઇજાગ્રસ્ત થયો છે. ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન જ્યારે તે મેદાન પર પડી ગયો ત્યારે તેને ઈજા થઈ હતી. જયદેવ ઘણો દર્દમાં જોવા મળતો હતો. સોમવારે આરસીબી સામેની મેચમાં સ્ટાર ખેલાડી કેએલ રાહુલ પણ ઇજાગ્રસ્ત થયો છે. ફિલ્ડિંગ દરમિયાન બોલ તેના પગમાં વાગ્યો હતો. જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐય્યર અને ઋષભ પંતની ગેરહાજરીથી ટીમ ઇન્ડિયા પહેલાથી જ ઘણી પરેશાન છે, આવી સ્થિતિમાં ટીમમાં સામેલ ખેલાડીઓની ઇજા તેમની મુશ્કેલીઓમાં વધારો કરશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતની ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

Web Title: Wtc final 2023 indian team injured player list shardul thakur kl rahul umesh yadav jaydev unadkat

Best of Express