IPL 2023,DC vs RCB Cricket Match : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની 50મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. વિરાટ કોહલી અને મહિપાલ લમરોરે અડધી સદી ફટકારી હતી. તો હવે દિલ્હી 16.04 ઓવરમાં 03 વિકેટના નુકશાને 187 રન બનાવી સાત વિકેટે જીત મેળવી છે. દિલ્હી તરફથી
કેદાર જાધવને RCB ટીમમાં રમવાની તક મળી. દિલ્હીની ટીમમાં એનરિક નોરખિયાના સ્થાને મુકેશ કુમારને તક મળી અને મિશેલ માર્શની પણ વાપસી થઈ. બંને ટીમો વચ્ચેની સિઝનની પ્રથમ મેચ આરસીબીએ જીતી હતી. આવી સ્થિતિમાં ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની દિલ્હી ટીમ હોમ ગ્રાઉન્ટમાં શાનદાર રીતે બદલો લીધો છે. દિલ્હીની ટીમ 9 મેચમાં 3 જીત સાથે છેલ્લા સ્થાને છે. આરસીબીની ટીમ 9 મેચમાં 5 જીત સાથે 5માં સ્થાને છે.
બેંગ્લોર – કોણે કેટલા રન બનાવ્યા
વિરાટ કોહલી 46 બોલમાં 55 રન બનાવી આઉટ થયો
ફાફ ડુ પ્લેસીસ 32 બોલમાં 45 રન બનાવી આઉટ થયો
ગ્લેન મેક્સવેલ એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો
દિનેશ કાર્તિક 09 બોલમાં 11 રન બનાવી આઉટ થયો
મહિપાલ લોમરોર 29 બોલમાં 54 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો
અર્જુન રાવત 03 બોલમાં 08 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો
દિલ્હી – કોણે કેટલી વિકેટ લીધી
ખલીલ અહેમદે 04 ઓવરમાં 45 રન આપી 01 વિકેટ લીધી
અક્ષર પટેલે 03 ઓવરમાં 17 રન આપી એક પણ વિકેટ ન લીધી
ઈશાંત શર્માએ 03 ઓવરમાં 29 રન આપી એક પણ વિકેટ ન લીધી
મુકેશ કુમાર 03 ઓવરમાં 30 રન આપી 01 વિકેટ લીધી
મિશેલ માર્શએ 03 ઓવરમાં 02 વિકેટ લઈ 21 રન આપ્યા
કુલદીપ યાદવે 04 ઓવરમાં 37 રન આપી એક પણ વિકેટ ન લીધી
આરસીબી પ્લેઈંગ 11
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, માહી પાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટમેન), કેદાર જાધવ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.
આ પણ વાંચો – IPL 2023 CSK vs MI : ચેન્નાઈએ ચેપકમાં 13 વર્ષ બાદ મુંબઈને હરાવ્યું, રોહિત શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11
ડેવિડ વોર્નર (c), ફિલિપ સોલ્ટ (wk), મિશેલ માર્શ, રિલે રોસોઉ, મનીષ પાંડે, અમન હાકિમ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલી એલ અહેમદ