scorecardresearch

આઈપીએલ 2023 : ચેન્નઇ સુપર કિંગ્સે 12મી વખત પ્લેઓફમાં પ્રવેશ કર્યો, દિલ્હી કેપિટલ્સ સામે 77 રને વિજય

IPL 2023 DC vs CSK : ડેવોન કોનવેના 52 બોલમાં 11 ફોર, 3 સિક્સરની મદદથી 87 રન, ઋતુરાજ ગાયકવાડના 50 બોલમાં 3 ફોર, 7 સિક્સરની મદદથી 79 રન

IPL 2023 DC vs CSK
IPL 2023 DC vs CSK : આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ મેચ

IPL 2023 DC vs CSK : ડેવોન કોનવેના 87 અને ઋતુરાજ ગાયકવાડના 79 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ-2023માં દિલ્હી કેપિટલ્સ સામે 77 રને વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 3 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે 17 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. ચેન્નઇની ટીમે 14 સિઝનમાંથી 12મી વખત પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. ટીમે બે સિઝનમાં પ્રતિબંધના કારણે ભાગ લીધો ન હતો.

દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ

-ચેન્નઇ તરફથી દીપક ચાહરે 3 વિકેટ, મહેશ તીક્ષણા, પાથિરાનાએ 2-2 વિકેટ, જ્યારે દેશપાંડે-જાડેજાને 1-1 વિકેટ મળી.

-કુલદીપ યાદવ પ્રથમ બોલે મહેશ તીક્ષણાની ઓવરમાં એલબી આઉટ.

-લલિત યાદવ 6 રને મહેશ તીક્ષણાનો શિકાર બન્યો.

-ડેવિડ વોર્નરના 58 બોલમાં 7 ફોર, 5 સિક્સરની મદદથી 86 રન. પાથિરાનાની ઓવરમાં કેચ આઉટ થયો.

-અમન હકીમ ખાન 7 રને પાથિરાનાનો શિકાર બન્યો.

-અક્ષર પટેલ 8 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 15 રન બનાવી ચાહરનો શિકાર બન્યો.

-દિલ્હી કેપિટલ્સે 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-યશ ઢુલ 15 બોલમાં 1 ફોર સાથે 13 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ.

-ડેવિડ વોર્નરે 32 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-દિલ્હી કેપિટલ્સે 8.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રિલી રોસોઉ પ્રથમ બોલે શૂન્ય રને ચાહરની ઓવરમાં બોલ્ડ થયો. દિલ્હીએ 26 રને ત્રીજી વિકેટ ગુમાવી.

-ફિલિપ સોલ્ટ 3 રન બનાવી દીપક ચાહરની ઓવરમાં કેચ આઉટ થયો.

-પૃથ્વી શો 7 બોલમાં 5 રન બનાવી દેશપાંડેનો શિકાર બન્યો.

-પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો – બોલિંગમાં જોવા મળ્યો ભારતીય બોલરોનો દબદબો, સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ-10માંથી 9 ઇન્ડિયન

ચેન્નઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ

-દિલ્હી તરફથી ખલીલ, નોર્તેજ અને સાકરિયાએ 1-1 વિકેટ ઝડપી.

-એમએસ ધોનીના 4 બોલમાં અણનમ 5 રન.

-રવિન્દ્ર જાડેજાના 7 બોલમાં 3 ફોર, 1 સિક્સરની મદદથી અણનમ 22 રન.

-ચેન્નઇ સુપર કિંગ્સે 18.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ડેવોન કોનવેના 52 બોલમાં 11 ફોર, 3 સિક્સરની મદદથી 87 રન. નોર્તેજનો શિકાર બન્યો.

-શિવમ દુબે 9 બોલમાં 3 સિક્સર સાથે 22 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો.

-ચેન્નઇ સુપર કિંગ્સે 15.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-ગાયકવાડ અને કોનવે વચ્ચે પ્રથમ વિકેટ માટે 141 રનની ભાગીદારી નોંધાઇ.

-ઋતુરાજ ગાયકવાડ 50 બોલમાં 3 ફોર, 7 સિક્સરની મદદથી 79 રન બનાવી ચેતન સાકરિયાનો શિકાર બન્યો.

-ડેવોન કોનવેએ 33 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-ચેન્નઇ સુપર કિંગ્સે 11.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ચેન્નઇએ 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા.

-ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા.

દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ, રિલે રોસોઉ, યશ ઢુલ, અમન હાકિમ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લલિત યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહમદ, એનરિક નોર્તેજ.

લખનઉ પ્લેઓફમાં

નિકોલસ પૂરનની અડધી સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 1 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે લખનઉ પ્લેઓફમાં પહોંચી ગયું છે.

Web Title: Ipl 2023 delhi capitals vs chennai super kings dc vs csk live score

Best of Express