scorecardresearch

આઈપીએલ 2023 : બોલિંગમાં જોવા મળ્યો ભારતીય બોલરોનો દબદબો, સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ-10માંથી 9 ઇન્ડિયન

IPL 2023 Most Wickets : આઈપીએલ-2023ની સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ 10 બોલરો વિશે જણાવી રહ્યા છીએ. આ યાદીમાં ત્રણ બોલરો ગુજરાત ટાઇટન્સના છે

IPL 2023 Most wickets
IPL 2023 Most wickets : આઈપીએલ 2023માં સૌથી વધારે વિકેટ

IPL 2023 Most wickets : આઈપીએલ-2023 હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. મોટાભાગની ટીમોએ હવે એક જ મેચ રમવાની બાકી છે. લીગ મેચમાં અંતિમ સપ્તાહ બાકી હોવા છતા ગુજરાત ટાઇટન્સ સિવાય હજુ સુધી કોઇ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. પ્લેઓફની રેસ રસપ્રદ બની છે. બીજી તરફ આ સિઝનમાં બોલિંગમાં ભારતીય પ્લેયરોનો જલવો જોવા મળ્યો છે. આ સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ 10 બોલરોમાંથી 9 ભારતીય પ્લેયરો છે. આ પરથી ખ્યાલ આવે છે કે ભારતના બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અમે તમને આ સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ 10 બોલરો વિશે જણાવી રહ્યા છીએ.

મોહમ્મદ શમી

આઈપીએલ 2023માં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર ગુજરાત ટાઇટન્સનો મોહમ્મદ શમી છે. શમીએ 13 મેચમાં 16.73ની એવરેજથી 23 વિકેટો ઝડપી છે. બેસ્ટ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ રહ્યું છે. શમી 2 વખત 4 વિકેટ ઝડપવા સફળ રહ્યોછે.

રાશિદ ખાન

ગુજરાત ટાઇટન્સનો જ રાશિદ ખાન બીજા નંબરે છે. રાશિદે શમી જેટલી જ 23 વિકેટો ઝડપી છે. તેણે 13 મેચમાં 18.00ની એવરેજથી 23 વિકેટો ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 30 રનમાં 4 વિકેટ છે.

યુજવેન્દ્ર ચહલ

રાજસ્થાન રોયલ્સનો યુજવેન્દ્ર ચહલ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ચહલે 13 મેચમાં 18.66ની એવરેજથી 21 વિકેટો ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 17 રનમાં 4 વિકેટ રહ્યું છે. આ સિઝનમાં તેણે 3 વખત 4 વિકેટો ઝડપી છે.

પીયુષ ચાવલા

મુંબઈ ઇન્ડિયન્સનો પીયુષ ચાવલા ચોથા નંબરે છે. ચાવલાએ 13 મેચમાં 20 વિકેટો ઝડપી છે. તેની 19.14ની એવરેજ રહી છે અને 7.66ની ઇકોનોમી રહી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 22 રનમાં 3 વિકેટ છે.

આ પણ વાંચો – આઈપીએલ 2023 : લીગ સ્ટેજનું અંતિમ અઠવાડીયું બન્યું રસપ્રદ, પ્લેઓફનું પૂરું ગણિત સમજો

વરુણ ચક્રવર્તી

કોલકાતા નાઇટ રાઇડર્સનો વરુણ ચક્રવર્તી આ યાદીમાં પાંચમાં સ્થાને છે. વરુણે 13 મેચમાં 20.57ની એવરેજથી 19 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 15 રનમાં 4 વિકેટ રહ્યું છે.

તુષાર દેશપાંડે

આ યાદીમાં છઠ્ઠા સ્થાને રહેલા ચેન્નઇ સુપર કિંગ્સના તુષાર દેશપાંડેએ 13 મેચમાં 23.10ની એવરેજથી 19 વિકેટ ઝડપી છે. જોકે તે મોંઘો સાબિત થયો છે. તેણે 9.79ની ઇકોનોમીથી રન આપ્યા છે.

મોહિત શર્મા

ગુજરાત ટાઇટન્સના વધુ એક બોલર આ યાદીમાં સ્થાન બનાવવા સફળ રહ્યો છે. ગુજરાતના મોહિત શર્માએ 10 મેચમાં 13.52ની એવરેજથી 17 વિકેટો ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 28 રનમાં 4 વિકેટ છે. તે બે વખત ચાર વિકેટ ઝડપવા સફળ રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા

ચેન્નઇ સુપર કિંગ્સનો રવિન્દ્ર જાડેજા આ યાદીમાં આઠમાં સ્થાને છે. જાડેજાએ 13 મેચમાં 20.30ની એવરેજથી 16 વિકેટો ઝડપી છે. તેની ઇકોનોમી શાનદાર રહી છે. તેણે 7.22ની ઇકોનોમીથી રન આપ્યા છે. બેસ્ટ પ્રદર્શન 20 રનમાં 3 વિકેટ રહ્યું છે.

મોહમ્મદ સિરાજ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો મોહમ્મદ સિરાજ આ યાદીમાં નવમાં સ્થાને છે. સિરાજે 12 મેચમાં 20.37ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 21 રનમાં 4 વિકેટ રહ્યું છે.

અર્શદીપ સિંહ

પંજાબ કિંગ્સનો અર્શદીપ સિંહ 10માં સ્થાને છે. અર્શદીપે 12 મેચમાં 27.00ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે. તે થોડો ખર્ચાડ રહ્યો છે. તેણે 9.63ની ઇકોનોમીથી રન આપ્યા છે. તેનું બેસ્ટ પ્રદર્શન 29 રનમાં 4 વિકેટ રહ્યું છે.

Web Title: Most wickets in ipl 2023 9 of the top 10 highest wicket takers are indians

Best of Express