શુભમન ગિલના 63 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, યશ દલાલ, અલ્જારી જોસેફ.
ચેન્નઇ સુપર કિંગ્સ – ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, રાજવર્ધન હેંગરગેકર.
તમન્ના ભાટિયા, અરિજિત સિંહ, રશ્મિકાએ દર્શકોને ડોલાવ્યા
મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા અને અરજિત સિંહ પર્ફોમન્સ કર્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અરિજિતે કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા, ચંદા મેરે યા મેરે યા પિયા, રે કબીરા માન જા, તુ મેરા કોઇના જેવા ગીતો ગાયા હતા. અરિજિતના હિટ ગીત પર દર્શકો પણ ઝુમી ઉઠ્યા હતા.તમન્ના ભાટિયાએ સાઉથ ઇન્ડિયન ગીત પર ડાન્સ કરી બધાને ડોલાવ્યા હતા. આ પછી તૂને મારી એન્ટ્રી યાર, રંગીલા તારા જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો. રશ્મિકા મંધાનાએ કેમ છો ગુજરાતી કરીને શરૂઆત કરી હતી. બલમ શામી જેવા હિટ ગીત પર પર્ફોમન્સ કર્યું હતું. રશ્મિકાએ નાટૂ-નાટૂ ગીત ઉપર પણ ડાન્સ કર્યો હતો.





