આઈપીએલ 2023: રિંકુ સિંહની આક્રમક બેટિંગ, અંતિમ 5 બોલમાં 5 સિક્સર ફટકારી કેકેઆરને યાદગાર જીત અપાવી

IPL 2023 GT vs KKR Score Updates: આઈપીએલ 2023 - કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે અંતિમ 5 બોલમાં 28ની જરૂર હતી. તે સમમે રિંકુ સિંહે યશ દલાલની ઓવરમાં 5 બોલમાં 5 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી, ગુજરાત ટાઇટન્સનો 3 વિકેટે પરાજય

IPL 2023 GT vs KKR Score Updates: આઈપીએલ 2023 - કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે અંતિમ 5 બોલમાં 28ની જરૂર હતી. તે સમમે રિંકુ સિંહે યશ દલાલની ઓવરમાં 5 બોલમાં 5 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી, ગુજરાત ટાઇટન્સનો 3 વિકેટે પરાજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 GT vs KKR

IPL 2023 GT vs KKR : રિંકુ સિંહે યશ દલાલની ઓવરમાં 5 બોલમાં 5 સિક્સર ફટકારી કેકેઆર ટીમને જીત અપાવી (Express photo by Nirmal Harindran)

IPL 2023 GT vs KKR Score Updates : વેંકટેશ ઐયરના 40 બોલમાં 83 અને રિંકુ સિંહના 21 બોલમાં અણનમ 48 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે ઐતિહાસિક 3 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટે પડકાર મેળવી લીધો હતો. કેકેઆરને જીતવા માટે અંતિમ 5 બોલમાં 28ની જરૂર હતી. તે સમમે રિંકુ સિંહે યશ દલાલની ઓવરમાં 5 બોલમાં 5 સિક્સર ફટકારી ટીમને જબરજસ્ત જીત અપાવી હતી. રિંકુ સિંહની આક્રમક બેટિંગ સામે રાશિદ ખાનની હેટ્રિક એેળે ગઇ હતી.

Advertisment

કોલકાતા નાઇટ રાઇડર્સની ઇનિંગ્સ

-રિંકુ સિંહના 21 બોલમાં 1 ફોર, 6 સિક્સરની મદદથી અણનમ 48 રન.

-શાર્દુલ ઠાકુરને પ્રથમ બોલે આઉટ કરી રાશિદ ખાને હેટ્રિક ઝડપી.

-સુનીલ નારાયણ પ્રથમ બોલે રાશિદ ખાનની ઓવરમાં આઉટ.

-આન્દ્રે રસેલ 2 બોલમાં 1 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો.

-વેંકટેશ ઐયર 40 બોલમાં 8 ફોર, 5 સિક્સર સાથે 83 રન બનાવી જોસેફની ઓવરમાં કેચ આઉટ થયો.

-કેકેઆરે 15.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-નીતિશ રાણા અને ઐયર વચ્ચે 100 રનની ભાગીદારી નોંધાઇ.

-નીતિશ રાણા 29 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 45 રન બનાવી જોસેફનો શિકાર બન્યો.

-વેંકટેશ ઐયરે 26 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

-કેકેઆરે 6.3 ઓવરમાં 50 અને 11.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-નારાયણ જગદીશન 6 રને આઉટ.

-ગુરબાઝ 12 બોલમાં 15 રન કરી મોહમ્મદ શમીનો શિકાર બન્યો. 20 રને પ્રથમ વિકેટ ગુમાવી.

Advertisment
https://twitter.com/IPL/status/1645064410019545088

આ પણ વાંચો - ટ્રેનરના રૂપમાં માતા, તમિલનાડુનો 21 વર્ષીય આ ખેલાડી પોતાના દમ પર મોટી લીગ માટે બનાવી રહ્યો છે રસ્તો

ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ

-કેકેઆર તરફથી સુનીલ નારાયણે 3 વિકેટ અને સુયાશ શર્માએ 1 વિકેટ ઝડપી.

-ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 4 વિકેટે 204 રન.

-વિજય શંકરના 24 બોલમા 4 ફોર, 5 સિક્સર સાથે અણનમ 63 રન.

-સાઇ સુદર્શન 38 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 53 રને આઉટ.

-અભિનવ મનોહર સુયાશ શર્માની ઓવરમાં 14 રને બોલ્ડ થયો.

-શુભમન ગિલના 21 બોલમાં 5 ફોર સાથે 39 રન. નારાયણનો બીજો શિકાર બન્યો.

-ગુજરાતે 5.5 ઓવરમાં 50 અને 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રિદ્ધિમાન સાહા 17 રને સુનીલ નારાયણનો શિકાર બન્યો.

-કેકેઆરની ટીમમાં બે ફેરફાર થયા. લોકી ફર્ગ્યુશન અને એન જગદીશનને સ્થાન મળ્યું.

-હાર્દિક પંડ્યા બીમાર હોવાથી આજની મેચમાં રમ્યો નથી. તેના સ્થાને રાશિદ ખાન ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. હાર્દિકના સ્થાને વિજય શંકરનો ટીમમાં સમાવેશ કરાયો.

-ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ – રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાંઇ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન(કેપ્ટન), મોહમ્મદ શમી, યશ દલાલ, અલ્જારી જોસેફ.

કોલકાતા નાઇટ રાઇડર્સ – નારાયણ જગદીશન, રહેમાનુલ્લા ગુરબાઝ, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, સુયાશ શર્મા, લોકી ફર્ગ્યુશન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

કોલકાતા નાઇટ રાઇડર્સ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ ગુજરાત IPL સ્પોર્ટ્સ