IPL 2023 GT vs KKR Score Updates : વેંકટેશ ઐયરના 40 બોલમાં 83 અને રિંકુ સિંહના 21 બોલમાં અણનમ 48 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે ઐતિહાસિક 3 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટે પડકાર મેળવી લીધો હતો. કેકેઆરને જીતવા માટે અંતિમ 5 બોલમાં 28ની જરૂર હતી. તે સમમે રિંકુ સિંહે યશ દલાલની ઓવરમાં 5 બોલમાં 5 સિક્સર ફટકારી ટીમને જબરજસ્ત જીત અપાવી હતી. રિંકુ સિંહની આક્રમક બેટિંગ સામે રાશિદ ખાનની હેટ્રિક એેળે ગઇ હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સની ઇનિંગ્સ
-રિંકુ સિંહના 21 બોલમાં 1 ફોર, 6 સિક્સરની મદદથી અણનમ 48 રન.
-શાર્દુલ ઠાકુરને પ્રથમ બોલે આઉટ કરી રાશિદ ખાને હેટ્રિક ઝડપી.
-સુનીલ નારાયણ પ્રથમ બોલે રાશિદ ખાનની ઓવરમાં આઉટ.
-આન્દ્રે રસેલ 2 બોલમાં 1 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો.
-વેંકટેશ ઐયર 40 બોલમાં 8 ફોર, 5 સિક્સર સાથે 83 રન બનાવી જોસેફની ઓવરમાં કેચ આઉટ થયો.
-કેકેઆરે 15.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-નીતિશ રાણા અને ઐયર વચ્ચે 100 રનની ભાગીદારી નોંધાઇ.
-નીતિશ રાણા 29 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 45 રન બનાવી જોસેફનો શિકાર બન્યો.
-વેંકટેશ ઐયરે 26 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
-કેકેઆરે 6.3 ઓવરમાં 50 અને 11.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-નારાયણ જગદીશન 6 રને આઉટ.
-ગુરબાઝ 12 બોલમાં 15 રન કરી મોહમ્મદ શમીનો શિકાર બન્યો. 20 રને પ્રથમ વિકેટ ગુમાવી.
આ પણ વાંચો – ટ્રેનરના રૂપમાં માતા, તમિલનાડુનો 21 વર્ષીય આ ખેલાડી પોતાના દમ પર મોટી લીગ માટે બનાવી રહ્યો છે રસ્તો
ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ
-કેકેઆર તરફથી સુનીલ નારાયણે 3 વિકેટ અને સુયાશ શર્માએ 1 વિકેટ ઝડપી.
-ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 4 વિકેટે 204 રન.
-વિજય શંકરના 24 બોલમા 4 ફોર, 5 સિક્સર સાથે અણનમ 63 રન.
-સાઇ સુદર્શન 38 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 53 રને આઉટ.
-અભિનવ મનોહર સુયાશ શર્માની ઓવરમાં 14 રને બોલ્ડ થયો.
-શુભમન ગિલના 21 બોલમાં 5 ફોર સાથે 39 રન. નારાયણનો બીજો શિકાર બન્યો.
-ગુજરાતે 5.5 ઓવરમાં 50 અને 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રિદ્ધિમાન સાહા 17 રને સુનીલ નારાયણનો શિકાર બન્યો.
-કેકેઆરની ટીમમાં બે ફેરફાર થયા. લોકી ફર્ગ્યુશન અને એન જગદીશનને સ્થાન મળ્યું.
-હાર્દિક પંડ્યા બીમાર હોવાથી આજની મેચમાં રમ્યો નથી. તેના સ્થાને રાશિદ ખાન ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. હાર્દિકના સ્થાને વિજય શંકરનો ટીમમાં સમાવેશ કરાયો.
-ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ – રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાંઇ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન(કેપ્ટન), મોહમ્મદ શમી, યશ દલાલ, અલ્જારી જોસેફ.
કોલકાતા નાઇટ રાઇડર્સ – નારાયણ જગદીશન, રહેમાનુલ્લા ગુરબાઝ, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, સુયાશ શર્મા, લોકી ફર્ગ્યુશન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.