scorecardresearch

આઈપીએલ 2023 : અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો 56 રને વિજય

IPL 2023 GT vs LSG : શુભમન ગિલના 51 બોલમાં 2 ફોર 7 સિક્સર સાથે અણનમ 94 રન, ઋદ્ધિમાન સાહાના 43 બોલમાં 10 ફોર 4 સિક્સર સાથે 81 રન

IPL 2023 GT vs LSG
IPL 2023 GT vs LSG Score: ગુજરાત ટાઇટન્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ મેચ

IPL 2023 GT vs LSG : શુભમન ગિલ (અણનમ 94)અને ઋદ્ધિમાન સાહાની (81)અડધી સદી બાદ મોહિત શર્માની ચુસ્ત બોલિંગ (4 વિકેટ)ની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 56 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ 11 મેચમાં 8 જીત અને 3 પરાજય સાથે 16 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે.

લખનઉ સુપર જાયન્ટ્સ ઇનિંગ્સ

-ગુજરાત તરફથી મોહિત શર્માએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી, નૂર અહમદ, રાશિદ ખાન અને શમીને 1-1 વિકેટ મળી.

-કૃણાલ પંડ્યા પ્રથમ બોલે જ મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ.

-આયુષ બદોનીના 11 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 21 રન.

-નિકોલસ પૂરન 3 રને નૂર અહમદનો શિકાર બન્યો.

-લખનઉ સુપર જાયન્ટ્સે 16.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-ડી કોક 42 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 71 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.

-સ્ટોઇનિસ 4 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો

-ડી કોકે 31 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-દીપક હુડા 11 બોલમાં 11 રન બનાવી મોહમ્મદ શમીની ઓવરમાં કેચ આઉટ થયો.

-લખનઉ સુપર જાયન્ટ્સે 10 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-કાયલ મેયર્સ 32 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 48 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.

-લખનઉએ પાવરપ્લેમાં વિના વિકેટે 72 રન બનાવ્યા.

-લખનઉએ 4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-કાયલ મેયર્સ અને ક્વિટોન ડી કોક ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો – કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર, કરાવવી પડશે સર્જરી

ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ

-ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 227 રન.

-ડેવિડ મિલરના 12 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 21 રન.

-શુભમન ગિલના 51 બોલમાં 2 ફોર 7 સિક્સર સાથે અણનમ 94 રન.

-ગુજરાત ટાઇટન્સે 17.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-હાર્દિક પંડ્યા 15 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 25 રન બનાવી મોહસીન ખાનની ઓવરમાં આઉટ થયો. 184 રને બીજી વિકેટ ગુમાવી.

-સાહા અને શુભમન વચ્ચે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી નોંધાઇ.

-સાહા 43 બોલમાં 10 ફોર 4 સિક્સર સાથે 81 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો.

–શુભમન ગિલે 29 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી.

-ગુજરાત ટાઇટન્સે 8.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ઋદ્ધિમાન સાહાએ 20 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-ગુુજરાતે 4 ઓવરમાં 50 રન પુરા કર્યા

-લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.

લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટોન ડી કોક, કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, કરન શર્મા, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, આવેશ ખાન.

Web Title: Ipl 2023 gujarat titans vs lucknow super giants gt vs lsg live score

Best of Express