આઈપીએલ 2023 : હેટમાયરે ભારે પડ્યો, અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય

IPL 2023 GT vs RR Score: ગુજરાત ટાઇટન્સનો અંતિમ ઓવરમાં 3 વિકેટે પરાજય, હેટમાયરના 26 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે અણનમ 56 રન, સંજુ સેમસનના 32 બોલમાં 60 રન

IPL 2023 GT vs RR Score: ગુજરાત ટાઇટન્સનો અંતિમ ઓવરમાં 3 વિકેટે પરાજય, હેટમાયરના 26 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે અણનમ 56 રન, સંજુ સેમસનના 32 બોલમાં 60 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 GT vs RR

IPL 2023 GT vs RR - ગુજરાત ટાઇટન્સ વિ. રાજસ્થાન રોયલ્સ

IPL 2023 GT vs RR : સંજુ સેમસન (60) અને શિમરોન હેટમાયરની (56 અણનમ) આક્રમક અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.2 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવી લીધા હતા. આ જીત સાથે રાજસ્થાન પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.

Advertisment

રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ

-ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ, રાશિદ ખાને 2 વિકેટ જ્યારે હાર્દિક પંડ્યા અને નૂર અહમદે 1-1 વિકેટ ઝડપી હતી.

-હેટમાયરના 26 બોલમાં 2 ફોર, 5 સિક્સરની મદદથી અણનમ 56 રન.

-અશ્વિન 3 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 10 રન બનાવી શમીનો શિકાર બન્યો.

-ધ્રુવ જુરેલ 10 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 17 રન બનાવી આઉટ.

-સંજુ સેમસનના 32 બોલમાં 3 ફોર, 6 સિક્સર સાથે 60 રન.

-રાજસ્થાને 13.5 ઓવરમાં 100 રન બનાવ્યા.

-રિયાન પરાગ 5 રને રાશિદ ખાનનો બીજો શિકાર બન્યો.

-રાજસ્થાને 9 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-પડ્ડીકલ 26 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો.

-બટલર 0 રને શમીની ઓવરમાં બોલ્ડ થયો.

-યશસ્વી જયસ્વાલ 1 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.

આ પણ વાંચો - અર્જુન તેંડલકરનું આઈપીએલમાં ડેબ્યૂ, 2 વર્ષ રાહ જોયા પછી મળી તક

ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ

-રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 2 વિકેટ, જ્યારે બોલ્ટ, ઝમ્પા અને ચહલે 1-1 વિકેટ ઝડપી.

Advertisment

-ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટે 177 રન બનાવ્યા.

-ડેવિડ મિલર 3 ફોર અને 2 સિક્સર સાથે 46 રન બનાવી કેચ આઉટ થયો.

-અભિનવ મનોહરના 13 બોલમાં 3 સિક્સર સાથે 27 રન. ગુજરાતે 166 રને પાંચમી વિકેટ ગુમાવી.

-ઓપનર શુભમન ગિલ 34 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 45 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.

-ગુજરાતે 12 ઓવરમાં 100 રનનો સ્કોર બનાવ્યો.

-હાર્દિક પંડ્યા 19 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 28 રન બનાવી ચહલની ઓવરમાં કેચઆઉટ થયો.

-ગુજરાતે 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-સાઇ સુદર્શન 19 રન બનાવી રન આઉટ થયો.

-ત્રીજા જ બોલે ઋદ્ધિમાન સાહા બોલ્ટની ઓવરમાં આઉટ થયો.

-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રકાર છે

ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, અલ્જારી જોસેફ.

રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા.

રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ