IPL 2023 GT vs RR : સંજુ સેમસન (60) અને શિમરોન હેટમાયરની (56 અણનમ) આક્રમક અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.2 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવી લીધા હતા. આ જીત સાથે રાજસ્થાન પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.
રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ
-ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ, રાશિદ ખાને 2 વિકેટ જ્યારે હાર્દિક પંડ્યા અને નૂર અહમદે 1-1 વિકેટ ઝડપી હતી.
-હેટમાયરના 26 બોલમાં 2 ફોર, 5 સિક્સરની મદદથી અણનમ 56 રન.
-અશ્વિન 3 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 10 રન બનાવી શમીનો શિકાર બન્યો.
-ધ્રુવ જુરેલ 10 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 17 રન બનાવી આઉટ.
-સંજુ સેમસનના 32 બોલમાં 3 ફોર, 6 સિક્સર સાથે 60 રન.
-રાજસ્થાને 13.5 ઓવરમાં 100 રન બનાવ્યા.
-રિયાન પરાગ 5 રને રાશિદ ખાનનો બીજો શિકાર બન્યો.
-રાજસ્થાને 9 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-પડ્ડીકલ 26 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો.
-બટલર 0 રને શમીની ઓવરમાં બોલ્ડ થયો.
-યશસ્વી જયસ્વાલ 1 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – અર્જુન તેંડલકરનું આઈપીએલમાં ડેબ્યૂ, 2 વર્ષ રાહ જોયા પછી મળી તક
ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ
-રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 2 વિકેટ, જ્યારે બોલ્ટ, ઝમ્પા અને ચહલે 1-1 વિકેટ ઝડપી.
-ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટે 177 રન બનાવ્યા.
-ડેવિડ મિલર 3 ફોર અને 2 સિક્સર સાથે 46 રન બનાવી કેચ આઉટ થયો.
-અભિનવ મનોહરના 13 બોલમાં 3 સિક્સર સાથે 27 રન. ગુજરાતે 166 રને પાંચમી વિકેટ ગુમાવી.
-ઓપનર શુભમન ગિલ 34 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 45 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
-ગુજરાતે 12 ઓવરમાં 100 રનનો સ્કોર બનાવ્યો.
-હાર્દિક પંડ્યા 19 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 28 રન બનાવી ચહલની ઓવરમાં કેચઆઉટ થયો.
-ગુજરાતે 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-સાઇ સુદર્શન 19 રન બનાવી રન આઉટ થયો.
-ત્રીજા જ બોલે ઋદ્ધિમાન સાહા બોલ્ટની ઓવરમાં આઉટ થયો.
-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રકાર છે
ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, અલ્જારી જોસેફ.
રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા.