આઈપીએલ 2023 : ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું, હૈદરાબાદના અભિયાનનો અંત

IPL 2023 GT vs SRH : શુભમન ગિલના 58 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 101 રન, ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 34 રને વિજય મેળવ્યો

Written by Ashish Goyal
Updated : May 15, 2023 23:30 IST
આઈપીએલ 2023 :  ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું, હૈદરાબાદના અભિયાનનો અંત
IPL 2023 GT vs SRH : ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

IPL 2023 GT vs SRH : શુભમન ગિલની સદી (101) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 34 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 154 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે 18 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. બીજી તરફ હૈદરાબાદના પ્લેઓફમાં પ્રવેશવાની આશા ખતમ થઇ ગઇ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ

-મોહમ્મદ શમી અને મોહિત શર્માએ 4-4 વિકેટ ઝડપી હતી. યશ દયાલને 1 વિકેટ મળી.

-ભુવનેશ્વર કુમાર 26 બોલમાં 3 ફોર સાથે 27 રન બનાવી કેચ આઉટ.

-ક્લાસેન 44 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી 64 રને આઉટ થયો.

-માર્કો જાન્સેન 3 રન બનાવી મોહિત શર્માનો ત્રીજો શિકાર બન્યો.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

-અબ્દુલ શમદ 3 બોલમાં 4 રન બનાવી આઉટ.

-શનવીર સિંહ 7 રને મોહિત શર્માનો શિકાર બન્યો.

-એડન માર્કરામ 10 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી કેચ આઉટ થયો.

-રાહુલ ત્રિપાઠી 1 રન બનાવી શમીનો બીજો શિકાર બન્યો.

-અભિષેક શર્મા 5 રને યશ દયાલનો શિકાર બન્યો.

-અનમોલપ્રીત સિંહ 5 રન બનાવી મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં આઉટ થયો.

આ પણ વાંચો – આઈપીએલ 2023 : લીગ સ્ટેજનું અંતિમ અઠવાડીયું બન્યું રસપ્રદ, પ્લેઓફનું પૂરું ગણિત સમજો

ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ

-હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 30 રનમાં 5 વિકેટ ઝડપી.

-ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 9 વિકેટે 188 રન.

-મોહમ્મદ શમી ભુવનેશ્વરનો પાંચમો શિકાર બન્યો.

-નૂર અહમદ ખાતું ખોલાયા વિના રન આઉટ.

-રાશિદ ખાન પ્રથમ બોલે ભુવનેશ્વર કુમારનો ચોથો શિકાર બન્યો.

-શુભમન ગિલના 58 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 101 રન. ભુવનેશ્વરનો શિકાર બન્યો.

-શુભમન ગિલે 56 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે સદી ફટકારી. આઈપીએલમાં પ્રથમ સદી ફટકારી.

-રાહુલ તેવાટિયા 3 બોલમાં 3 રન બનાવ ફારુકીની ઓવરમાં આઉટ થયો.

-ડેવિડ મિલર 5 બોલમાં 7 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો.

-હાર્દિક પંડ્યા 6 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં આઉટ થયો.

-શુભમન ગિલ અને સુદર્શને બીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી નોંધાવી.

-સાઇ સુદર્શન 36 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 47 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.

-ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-શુભમન ગિલે 22 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી.

-ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ઋદ્ધિમાન સાહા 3 બોલમાં ખાતું ખોલાયા વિના ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો.

-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે.

-ગુજરાત આ જીત સાથે સત્તાવાર રીતે પ્લેઓફમાં પહોંચી જશે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સાઇ સુદર્શન, ડેવિડ મિલર, દાશુન શનાકા, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, ફઝલહક ફારુકી, મયંક માર્કંડેય, ટી નટરાજન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ