IPL 2023 GT vs SRH : શુભમન ગિલની સદી (101) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 34 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 154 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે 18 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. બીજી તરફ હૈદરાબાદના પ્લેઓફમાં પ્રવેશવાની આશા ખતમ થઇ ગઇ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ
-મોહમ્મદ શમી અને મોહિત શર્માએ 4-4 વિકેટ ઝડપી હતી. યશ દયાલને 1 વિકેટ મળી.
-ભુવનેશ્વર કુમાર 26 બોલમાં 3 ફોર સાથે 27 રન બનાવી કેચ આઉટ.
-ક્લાસેન 44 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી 64 રને આઉટ થયો.
-માર્કો જાન્સેન 3 રન બનાવી મોહિત શર્માનો ત્રીજો શિકાર બન્યો.
-સનરાઇઝર્સ હૈદરાબાદે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
-અબ્દુલ શમદ 3 બોલમાં 4 રન બનાવી આઉટ.
-શનવીર સિંહ 7 રને મોહિત શર્માનો શિકાર બન્યો.
-એડન માર્કરામ 10 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી કેચ આઉટ થયો.
-રાહુલ ત્રિપાઠી 1 રન બનાવી શમીનો બીજો શિકાર બન્યો.
-અભિષેક શર્મા 5 રને યશ દયાલનો શિકાર બન્યો.
-અનમોલપ્રીત સિંહ 5 રન બનાવી મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં આઉટ થયો.
આ પણ વાંચો – આઈપીએલ 2023 : લીગ સ્ટેજનું અંતિમ અઠવાડીયું બન્યું રસપ્રદ, પ્લેઓફનું પૂરું ગણિત સમજો
ગુજરાત ટાઇટન્સ ઇનિંગ્સ
-હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 30 રનમાં 5 વિકેટ ઝડપી.
-ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 9 વિકેટે 188 રન.
-મોહમ્મદ શમી ભુવનેશ્વરનો પાંચમો શિકાર બન્યો.
-નૂર અહમદ ખાતું ખોલાયા વિના રન આઉટ.
-રાશિદ ખાન પ્રથમ બોલે ભુવનેશ્વર કુમારનો ચોથો શિકાર બન્યો.
-શુભમન ગિલના 58 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 101 રન. ભુવનેશ્વરનો શિકાર બન્યો.
-શુભમન ગિલે 56 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે સદી ફટકારી. આઈપીએલમાં પ્રથમ સદી ફટકારી.
-રાહુલ તેવાટિયા 3 બોલમાં 3 રન બનાવ ફારુકીની ઓવરમાં આઉટ થયો.
-ડેવિડ મિલર 5 બોલમાં 7 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો.
-હાર્દિક પંડ્યા 6 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં આઉટ થયો.
-શુભમન ગિલ અને સુદર્શને બીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી નોંધાવી.
-સાઇ સુદર્શન 36 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 47 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.
-ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-શુભમન ગિલે 22 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી.
-ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ઋદ્ધિમાન સાહા 3 બોલમાં ખાતું ખોલાયા વિના ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો.
-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે.
-ગુજરાત આ જીત સાથે સત્તાવાર રીતે પ્લેઓફમાં પહોંચી જશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સાઇ સુદર્શન, ડેવિડ મિલર, દાશુન શનાકા, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, ફઝલહક ફારુકી, મયંક માર્કંડેય, ટી નટરાજન.