scorecardresearch

ઈમ્પેક્ટ પ્લેયર નિયમ: આઈપીએલ 2023માં અત્યાર સુધી ટીમોએ કેવી રીતે કર્યો ઉપયોગ?

IPL 2023 Impact Player Rule : આઈપીએલ 2023માં ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો બધી ટીમોએ કેવી રીતે ઉપયોગ કર્યો તે બતાવી રહ્યા છીએ. આરસીબી એકમાત્ર ટીમ છે જેણે આ નિયમો ઉપયોગ કર્યો નથી

IPL 2023 Impact Player
ઇમ્પેક્ટ પ્લેયર આયુષ બદોની અને તુષાર દેશપાંડે (તસવીર – ટ્વિટર)

IPL 2023 માં હાલના દિવસોમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ચર્ચામાં છે.ઓસ્ટ્રેલિયન કોચ ટ્રેન્ટ વૂડહિલ તેના પ્રણેતા છે, જેમને ઇનોવેટર તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેન્ટે તેની ટીમ સાથે BBL માં રજૂ કર્યું હતું ત્યારે તેને એક્સ-ફેક્ટર કહેવામાં આવતું હતું. જોકે તેને ગયા વર્ષના અંતમાં રદ કરી દીધો છે. વુડહિલે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં લખ્યું હતું કે અમે ઉત્સાહિત હોવા છતાં ક્લબોએ તેનો એટલો સ્વીકાર્યો નથી જેટલો અમને ગમ્યો હતો. હું માનું છું કે તેનો મોટાભાગનો સંબંધ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ રૂઢિચુસ્ત હોવા સાથે હતો. ભારતીય ક્રિકેટ તેની સાથે કેવી રીતે કામ કરી રહ્યું છે? શું તેઓ રૂઢિચુસ્ત અથવા પ્રાયોગિક છે? ચાલો જાણીએ

લખનૌ સુપર જાયન્ટ્સ

સોમવારની રાત રસપ્રદ હતી. સીએસકે ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં આવેશ ખાનને બદલે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આયુષ બદોની મેદાનમાં આવ્યો હતો. બદોની લખનૌ તરફથી બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમને 40 બોલમાં 88 રનની જરૂર હતી. નિકોલસ પૂરન અને કેએસ ગૌથમે આક્રમક બેટિંગ કરતા 26 બોલમાં 44 રન જીતવા માટે જરૂરી હતા. ટી-20ની દ્રષ્ટિએ આ રન બની શકે છે પરંતુ આ થઇ શક્યા ન હતા. બદોની એક સારો ઇનોવેટિવ બેટ્સમેન છે જે લેપ શોટ અને એંગલનો સારી રીતે ઉપયોગ કરે છે પરંતુ CSK મોટાભાગે બહાર સારી બોલિંગ કરે છે જેથી બેટ સાથે કનેક્ટ થઈ શક્યા નહીં અને મેચમાં પરાજય થયો હતો.ક્વિન્ટન ડી કોક ટૂંક સમયમાં જ ટીમમાં જોડાવા માટે તૈયાર છે. શું એલએસજી આગામી મેચોમાં બદોનીને તેના ઇમ્પેક્ટ પ્લેયર (આઈપી) તરીકે પસંદ કરશે. ખાસ કરીને ઓપ્શનમાં જો ગૌથમ જેવું કોઈ હોય તો? એલએસજી ઇમ્પેક્ટ પ્લેયર નિયમ સાથે વધુ સક્રિય છે. પ્રથમ મેચમાં આયુષ બદોની આઉટ થયા પછી તેના સ્થાને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કે ગૌથમ આવ્યો હતો. ગૌથમ એક બોલ રમ્યો હતો અને સિક્સર ફટકારી હતી. આ પછી બોલિંગમાં તેણે 4 ઓવરમાં માત્ર 23 રન આપીને ટીમને જીતમાં મદદ કરી હતી.

ચેન્નઇ સુપર કિંગ્સ

પ્રથમ મેચની શરૂઆત પહેલા એમએસ ધોનીએ ઇમ્પેક્ટ પ્લેયરના નિયમને કેપ્ટન માટે લક્ઝરી ગણાવ્યો હતો. બે મેચ પછી ધોનીએ તેના આઈપી પ્લેયર તુષાર દેશપાંડેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો કે જો નો-બોલ અને વાઈડ ચાલુ રહેશે તો નવો કેપ્ટન શોધવો પડશે. પસંદગી સ્પષ્ટ અને સરળ હતી. દેશપાંડે અંબાતી રાયડુની સ્થાને આવ્યો હતો. દેશપાંડેએ પ્રથમ મેચમાં 3.2 ઓવરમાં 51 રન આપ્યા હતા. બીજી મેચમાં ઘણા નો-બોલ અને વાઇડ ફેંક્યા હતા, જેના કારણે 4 ઓવરમાં 45 રન આપી દીધા હતા. પરંતુ એવી અપેક્ષા રાખી શકાય છે કે ધોની દેશપાંડેને વધુ તક આપશે કારણ કે જ્યારે તે ખરા સમયે ઉપયોગી બન્યો છે. તેણે બીજી મેચમાં બે વિકેટ ઝડપી હતી. CSK હજુ તેને છોડશે નહીં.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હીએ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઓલરાઉન્ડર અમન ખાનની પસંદગી કરી હતી. તાલીમ શિબિરમાં પાવર હિટિંગથી મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પ્રભાવિત થયા હતા. પોન્ટિંગે ટૂર્નામેન્ટ પહેલા કહ્યું હતું કે તેણે અત્યાર સુધી અમારા પ્રશિક્ષણ શિબિરોમાં જે કંઈ કર્યું છે તેનાથી પ્રભાવશાળી થયા છીએ. પ્રેક્ટિસ ગેમમાં મને લાગે છે કે તેણે લગભગ 38 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. તે ઊંચો, મજબૂત અને શક્તિશાળી છે. ખાન એક ઝડપી બોલર પણ છે અને દિલ્હી ખલીલ અહેમદ (30 રનમાં 2 વિકેટ)ના સ્થાને અમન ખાનને લાવ્યા હતા. અમન ખાસ કમાલ કરી શક્યો ન હતો અને તે ફક્ત ચાર રન બનાવી આઉટ થયો હતો. જોકે પોન્ટિંગ અને સૌરવ ગાંગુલીના પીઠબળથી અમન ખાનને આઈપી તરીકે વધુ તક મળશે.

ગુજરાત ટાઇટન્સ

હાર્દિક પંડ્યાએ નિખાલસતાથી કહ્યું હતું કે તે IP નિયમ વિશે ખાસ કશું કરતો નથી અને તેને સંભાળવા માટે તેણે બોલિંગ કોચ આશિષ નેહરા પણ છોડી દીધું છે. પ્રથમ મેચમાં ખાસ કરી શક્યા ન હતા કારણ કે કેન વિલિયમ્સનને ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેને આઈપીએલ છોડવી પડી હતી. મેચમાં વિલિયમ્સનના બદલે સાઈ સુદર્શન બેટિંગ કરવા માટે આવ્યો અને તેણે 23 રન ફટકારીને સફળ રનચેઝમાં શુભમન ગિલ સાથે ભાગીદારી કરી ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો – આઈપીએલ 2022 ના ચેમ્પિયને બતાવ્યું જોર, જાણો પ્રથમ મેચમાં કોણ જીત્યું કોણ હાર્યું?

પંજાબ કિંગ્સ

તેઓ સીએસકેના માર્ગે ગયા તેમણે બેટ્સમેનને બદલે બોલર ઓલરાઉન્ડર ઋષિ ધવનની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પસંદગી કરી હતી. પરંતુ ધવને માત્ર એક ઓવર નાંખી હતી જેમાં 15 રન આપ્યા હતા. તેની સમજી શકાય તેવી પસંદગી હતી કારણ કે ધવને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણે પ્રતિ ઓવર 7 રનના દરે 13 વિકેટ લીધી હતી. ધવન સાથે તે પંજાબ કિંગ્સને તેની બેટિંગ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે પ્રથમ બેટિંગ કરવા છતાં પણ IP નિયમનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ

કેકેઆરે IP તરીકે વેંકટેશ અય્યરની પસંદગી કરી હતી. અય્યરે 192 રનના ચેઝમાં આન્દ્રે રસેલ સાથે 70 રન ઉમેર્યા, 121.43ના સ્ટ્રાઈક રેટથી 34 રન બનાવ્યા અને તેમને લક્ષ્યની નજીક લઈ ગયો હતો. તે આઉટ થયો ત્યારે ટીમને 28 બોલમાં 54 રનની જરૂર હતી. જોકે વરસાદ પડતા ડકવર્થ લુઇસ નિયમથી કેકેઆરનો 7 રને પરાજય થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

RCB એકમાત્ર એવી ટીમ બની છે જેણે આઈપીનો ઉપયોગ કર્યો નથી કારણ કે તેના ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ લગભગ પોતાના દમ પર મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ જીતી લીધી હતી. બોલિંગ દરમિયાન આઈપીનો ઉપયોગ કરવાની તક હતી કારણ કે તેમનો ડાબોડી ઝડપી બોલર રીસ ટોપલે ફિલ્ડિંગમાં ઈજાને કારણે મેદાન છોડી ગયા હતા. જોકે પર્યાપ્ત બોલિંગ વિકલ્પો હોવાથી તેઓએ કદાચ પીછો કરવા માટે IP નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હશે. જોકે કોહલી-ફાફે શાનદાર બેટિંગ કરતા તેની જરૂર પડી ન હતી.

મુંબઈ ઇન્ડિયન્સ

રસપ્રદ વાત એ છે કે મુંબઈ ઇન્ડિયન્સ માત્ર ત્રણ વિદેશી ખેલાડીઓ સાથે ગઈ હતી. તેમણે સૂર્યકુમાર યાદવના સ્થાને ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કર્યો હતો. સૂર્યકુમારને વાઇસ-કેપ્ટન તરીકે ધ્યાનમાં રાખતા આ એક વિચિત્ર પસંદગી હતી. જો IP બદલ્યા પછી રોહિત ઇજાગ્રસ્ત થયો હોત તો? બેહરનડોર્ફ ખાસ પ્રભાવ પાડી શક્યો ન હતો. તેણે ત્રણ ઓવરમાં 37 રન આપ્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદ

રાજસ્થાન રોયલ્સે આપેલા 204 રનના પડકાર સામે હૈદરાબાદનો આઈપી અબ્દુલ સમદ બેટિંગમાં સંઘર્ષ કરતો રહ્યો હતા. ટીમે 48 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી ત્યારે તે મેદાનમાં આવ્યો હતો. તેણે 32 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે અણનમ રહીને હારના માર્જિનને ઘટાડ્યું હતું.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલના સ્થાને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બોલર નવદીપ સૈનીને લાવ્યા હતા. તે ખાસ કમાલ કરી શક્યો ન હતો. તેણે 2 ઓવરમાં 34 રન આપી દીધા હતા.

Web Title: Ipl 2023 impact player rule how have the ipl teams used ip so far

Best of Express