scorecardresearch

IPL 2023: આઈપીએલ 2022 ના ચેમ્પિયને બતાવ્યું જોર, જાણો પ્રથમ મેચમાં કોણ જીત્યું કોણ હાર્યું?

IPL 2023 Stats : 31 માર્ચથી શરૂ થયેલ આઇપીએલ મહાકુંભમાં પ્રથમ ત્રણ દિવસમાં કુલ પાંચ મેચ રમાઇ છે. જેમાં આઇપીએલ 2023 ની 10 ટીમને એક એક મેચ રમવાની તક મળી છે. આ દરમિયાન કેવું પ્રદર્શન રહ્યું તે જણાવી રહ્યા છીએ

IPL 2023
T20 મહાકુંભ IPL 2023 દબદબાભેર શરૂ થઇ ગઇ છે

T20 મહાકુંભ IPL 2023 દબદબાભેર શરૂ થઇ ગઇ છે. જેમાં ગત વર્ષની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચેન્નઇ સુપર કિંગ્સને હરાવી પોતાનું જોર બતાવ્યું છે. શુક્રવારથી શરૂ આઈપીએલ 2023 માં પ્રથમ ત્રણ દિવસ દરમિયાન યોજાયેલી પાંચ મેચમાં બધી જ 10 ટીમોએ પોતાની પહેલી મેચ રમી છે. ઉત્સાહભેર માહોલમાં રમાયેલી પ્રથમ પાંચ મેચમાં કોણે બાજી મારી અને કોણ હાર્યું? આવો જાણીએ

આઈપીએલ 2023 શરૂ થતાં જ ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ છે. 31 માર્ચથી શરૂ થયેલ આઇપીએલ મહાકુંભમાં પ્રથમ ત્રણ દિવસમાં કુલ પાંચ મેચ રમાઇ છે. જેમાં આઇપીએલ 2023 ની 10 ટીમને એક એક મેચ રમવાની તક મળી છે. જેમાં ગત વર્ષની ગુજરાત ટાઇટન્સે પ્રથમ દિવસે જ જીત સાથે પોતાની તાકાતનો પરચો આપ્યો છે જ્યારે રવિવારે યોજાયેલી પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી ચેમ્પિયન બનવાની રેસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

કોણ જીત્યું કોણ હાર્યું?

આઇપીએલ 2023 ની પ્રથમ પાંચ મેચમાં ગુજરાત ટાઇટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેજર્ન્સ બેંગલોર, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સે જીત સાથે પ્રારંભ કર્યો છે. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝ હૈદરાબાદની હાર થઇ છે. આઇપીએલ 2023 ના પ્રારંભે શુક્રવારે અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સે ચેન્નઇ સુપર કિંગ્સને હાર આપી હતી. જ્યારે બીજા દિવસે શનિવારે પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને જ્યારે લખનૌ સુપર જાયટન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. રવિવારે રાજસ્થાન રોયલ્સે સનરાઇઝ હૈદરાબાદને અને રોયલ ચેલેજર્ન્સ બેંગલોરે મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું હતું.

આ પણ વાંચો – આઈપીએલ- 2023માં ડેબ્યૂ કરશે અર્જૂન તેંડુલકર? સચિનના પુત્રને લઇને રોહિત શર્મા અને માર્ક બાઉચરે કરી આવી વાત

પાંચ મેચમાં 1672 રન

આઇપીએલ 2023 ની પ્રથમ પાંચ મેચમાં કુલ 1672 રન બન્યા છે. જેમાં સૌથી વધુ સ્કોર રાજસ્થાન રોયલ્સે 203 રન બનાવ્યા છે. બીજા ક્રમે લખનૌ સુપર જાયન્ટસે 193 રન જ્યારે ત્રીજા ક્રમે ગુજરાત ટાઇટન્સે 182 રન બનાવ્યા છે. આ ઉપરાંત સીએસકેએ 178, આરસીબીએ 172, મુંબઇ ઇન્ડિયન્સે 171, પંજાબ કિંગ્સે 153, કેકેઆરે 146, દિલ્હી કેપિટલ્સે 143 અને એસઆરકે એ 131 રન બનાવ્યા છે.

ઋતુરાજ ગાયકવાડનો બેસ્ટ સ્કોર

આ પાંચ મેચ દરમિયાન સૌથી વધારે સ્કોર ચેન્નઇ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડનો રહ્યો છે. ગાયકવાડે ગુજરાત સામે 92 રન બનાવ્યા હતા. બીજા ક્રમે મુંબઈ ઇન્ડિયન્સનો તિલક વર્મા છે. જેણે આરસીબી સામે અણનમ 84 રન બનાવ્યા હતા.

કુલ 11 અડધી સદી જોવા મળી

આઈપીએલ 2023માં શરૂઆતની 5 મેચ દરમિયાન કુલ 11 અડધી સદી જોવા મળી છે. જેમાં રાજસ્થાન રોયલ્સના પ્લેયર્સે સૌથી વધારે 3 અડધી સદી ફટકારી છે. રોયલ્સના સંજુ સેમસન, જોશ બટલર અને યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી. આરસીબીના બે પ્લેયર્સ વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે અડધી સદી ફટકારી છે.

પાંચ મેચમાં 65 સિક્સરો ફટકારી

આઈપીએલમાં અત્યાર સુધીની 5 મેચમાં કુલ 65 સિક્સરો જોવા મળી છે. જેમાં સૌથી વધારે ચેન્નઇ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે 9 સિક્સરો ફટકારી છે. આ યાદીમાં બીજા નંબરે લખનૌ સુપર જાયન્ટ્સનો કાયલે મેયર્સ છે જેણે 7 સિક્સરો ફટકારી છે.

Web Title: Ipl points table 2023 most runs most hundreds most fifties most 6s in firt 5 match

Best of Express