scorecardresearch

આઈપીએલ 2023 : રિંકૂ સિંહ ફરી બન્યો હીરો, અંતિમ બોલે ફોર ફટકારી જીત અપાવી

IPL 2023 KKR vs PBKS : કોલકાતા નાઇટ રાઇડર્સનો 5 વિકેટે વિજય, નીતિશ રાણાના 38 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 51 રન

IPL 2023 KKR vs PBKS
IPL 2023 KKR vs PBKS : આઈપીએલ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. પંજાબ કિંગ્સ મેચ

IPL 2023 KKR vs PBKS : નીતિશ રાણાના 51 અને આન્દ્રે રસેલના 42 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં 6 રન અને અંતિમ બોલમાં જીત માટે 2 રનની જરૂર હતી. આ સમયે અર્શદીપ સિંહના અંતિમ બોલ પર રિંકૂ સિંહે ફોર ફટકારીને ટીમની જીત અપાવી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સ

-રિંકૂ સિંહના 10 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે અણનમ 21 રન.

-આન્દ્રે રસેલ 23 બોલમાં 3 ફોર, 3 સિક્સર ફટકારી 42 રને રન આઉટ થયો.

-નીતિશ રાણાના 38 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 51 રન.

-વેંકટેશ ઐયર 11 રને ચાહરનો શિકાર બન્યો.

-કોલકાતા નાઇટ રાઇડર્સે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-જેસન રોય 24 બોલમાં 8 ફોર સાથે 38 રન બનાવી હરપ્રીત બરારનો શિકાર બન્યો

-કોલકાતા નાઇટ રાઇડર્સે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ગુરબાઝ 12 બોલમાં 15 રન બનાવી નાથન એલિસની ઓવરમાં એલબી આઉટ થયો.

-જેસન રોય અને રહમાનુલ્લાહ ગુરબાઝ ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો – તો આ કારણે ઊંધું ટ્રાઉઝર પહેરીને મેદાનમાં પહોંચી ગયો હતો રિદ્ધિમાન સાહા, મેચ પછી જણાવ્યું કારણ

પંજાબ કિંગ્સ

-કેકેઆર તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. હર્ષિત રાણાને 2 વિકેટ મળી.

-પંજાબ કિંગ્સના 20 ઓવરમાં 7 વિકેટે 179 રન.

-હરપ્રીત બરારના 9 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે અણનમ 17 રન.

-શાહરુખ ખાનના 8 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે અણનમ 21 રન.

-સેમ કરન 4 રને સુશાય શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.

-રિષી ધવનના 11 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 19 રન.

-શિખર ધવનના 47 બોલમાં 9 ફોર 1 સિક્સરની મદદથી 57 રન. હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.

-જીતેશ શર્મા 18 બોલમાં 21 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.

-પંજાબ કિંગ્સે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-લિવિંગસ્ટોન 9 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં એલબી આઉટ થયો. પંજાબે 53 રને ત્રીજી વિકેટ ગુમાવી.

-પંજાબ કિંગ્સે 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ભાનુકા રાજાપક્સા 0 રને હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.

-પ્રભસિમરન સિંહ 8 બોલમાં 3 ફોર સાથે 12 રન બનાવી હર્ષિત રાણાનો શિકાર બન્યો.

-પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : રહમાનુલ્લાહ ગુરબાઝ, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા , હર્ષિત રાણા, સુયાશ શર્મા, વરુણ ચક્રવર્તી.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), ભાનુકા રાજાપક્સા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, રિષી ધવન, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

Web Title: Ipl 2023 kolkata knight riders vs punjab kings kkr vs pbks live score updates

Best of Express