scorecardresearch

આઈપીએલ 2023 : યશસ્વી જયસ્વાલના આક્રમક 98 રન, રાજસ્થાન રોયલ્સનો 9 વિકેટે વિજય

IPL 2023 KKR vs RR : યશસ્વી જયસ્વાલે 13 બોલમાં 50 રન બનાવી આઈપીએલની સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી, જયસ્વાલના 47 બોલમાં 12 ફોર, 5 સિક્સર સાથે અણનમ 98 રન

IPL 2023 KKR vs RR
IPL 2023 KKR vs RR : કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો

IPL 2023 KKR vs RR : યુજવેન્દ્ર ચહલના તરખાટ (4 વિકેટ) પછી યશસ્વી જયસ્વાલના અણનમ 98 અને સંજુ સેમસનના અણનમ 48 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે જ વિકેટે આસાન વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે ગુમાવી 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

રાજસ્થાન રોયલ્સ

-રાજસ્થાન રોયલ્સ 12 મેચમાં 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું.

-સંજુ સેમસનના 29 બોલમાં 2 ફોર, 5 સિક્સરની મદદથી અણનમ 48 રન.

-યશસ્વી જયસ્વાલમા 47 બોલમાં 12 ફોર, 5 સિક્સર સાથે અણનમ 98 રન.

-રાજસ્થાન રોયલ્સે 8.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-જયસ્વાલે કેએલ રાહુલ પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો છે.બન્નેએ 14-14 બોલમાં અડધી સદી ફટકારી હતી.

-યશસ્વી જયસ્વાલે 13 બોલમાં 50 રન બનાવી આઈપીએલની સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી.

-જયસ્વાલે 13 બોલમાં 6 ફોર, 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-રાજસ્થાન રોયલ્સે 2.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-બટલર 3 બોલમાં ખાતું ખોલાયા વિના રન આઉટ થયો.

-યસસ્વી જયસ્વાલે નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં 3 ફોર, 2 સિક્સરની મદદથી 26 રન બનાવ્યા.

આ પણ વાંચો – સૌથી વધારે સિક્સર ફટકારવામાં પ્લેસિસ મોખરે, ગુજરાત ટાઇટન્સના એકપણ ખેલાડીને ટોપ-10માં સ્થાન નહીં

કોલકાતા નાઇટ રાઇડર્સ

-રાજસ્થાન તરફથી ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી. બોલ્ટને 2 વિકેટ, જ્યારે સંદીપ શર્મા અને કે આસિફને 1-1 વિકેટ મળી.

-કેકેઆરના 20 ઓવરમાં 8 વિકેટે 149 રન.

-સુનીલ નારાયણ 6 રન બનાવી સંદીપ શર્માનો શિકાર બન્યો.

-રિંકૂ સિંહના 18 બોલમાં 1 સિક્સર સાથે 16 રન.

-શાર્દુલ ઠાકુર 1 રન બનાવી ચહલનો ત્રીજો શિકાર બન્યો. કેકઆરે 129 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

-વેંકટેશ ઐયરના 42 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે 57 રન. ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.

-આન્દ્રે રસેલ 10 બોલમાં 10 રન બનાવી આસિફનો શિકાર બન્યો.

-કોલકાતા નાઇટ રાઇડર્સે 12.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-નીતિશ રાણા 17 બોલમાં 2 ફોર સાથે 22 રન બનાવી ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.

-કોલકાતા નાઇટ રાઇડર્સે 8 ઓવરમાં 50 રન બનાવ્યા.

-ગુરબાઝ 12 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 18 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.

-જેસન રોય 8 બોલમાં 10 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો.

-જેસન રોય અને ગુરબાઝ ઓપનિંગમાં ઉતર્યા. ટ્રેન્ટ બોલ્ટની પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા.

-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : રહમાનુલ્લાહ ગુરબાઝ, જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), જો રુટ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, કેએમ આસિફ.

Web Title: Ipl 2023 kolkata knight riders vs rajasthan royals kkr vs rr live score

Best of Express