Indian Premier League 2023 : આઈપીએલ 2023 હવે પ્લેઓફ તરફ આગળ વધી રહી છે. મોટાભાગની ટીમો 11 મેચો રમી ચુકી છે. આ સિઝનમાં સૌથી વધારે સિક્સરો ફટકારવાની વાત કરવામાં આવે તો તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સૌથી મોખરે છે. પ્લેસિસે 10 મેચમાં 29 સિક્સરો ફટકારી છે. જે આ સિઝનમાં એક પ્લેયર દ્વારા સૌથી વધારે છે. પ્લેસિસે 10 મેચમાં 56.77ની એવરેજથી 511 રન બનાવ્યા છે. જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 29 સિક્સર અને 40 ફોર ફટકારી છે.
આ યાદીમાં બીજા સ્થાને ચેન્નઇ સુપર કિંગ્સનો શિવમ દુબે છે. શિવમે 11 મેચમાં 24 સિક્સરો ફટકારી છે. તેણે 3 અડધી સાથે 290 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ગ્લેન મેક્સવેલ છે. મેક્સવેલે 10 મેચમાં 23 સિક્સરો ફટકારી છે. તેણે 262 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઇટન્સનો એકપણ ખેલાડી ટોપ-10ની યાદીમાં નથી
ગુજરાત ટાઇટન્સની ટીમ 11 મેચમાં 8 જીત અને 3 પરાજય સાથે 16 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. જોકે નવાઇની વાત એ છે કે આ સિઝનમાં સૌથી વધારે સિક્સર ફટકારના પ્લેયર્સની યાદીમાં ટોપ-10માં ગુજરાત ટાઇટન્સનો એકપણ ખેલાડી નથી. આ યાદીમાં શુભમન ગિલ 20માં સ્થાને છે. ગિલે 11 મેચમાં 13 સિક્સર ફટકારી છે. આ સિવાય તેણે 49 ફોર પણ ફટકારી છે. આ પરથી એક વાત સાબિત થાય છે કે ફક્ત સિક્સરો ફટકારવાથી ટીમને જીત મળતી નથી.
આ પણ વાંચો – તો આ કારણે ઊંધું ટ્રાઉઝર પહેરીને મેદાનમાં પહોંચી ગયો હતો રિદ્ધિમાન સાહા, મેચ પછી જણાવ્યું કારણ
આઈપીએલ 2023 માં સૌથી વધારે સિક્સર ફટકારનાર ટોપ 10 પ્લેયર્સ
પ્લેયર | ટીમ | મેચ | સિક્સર | ફોર |
ફાફ ડુ પ્લેસિસ | આરસીબી | 10 | 29 | 40 |
શિવમ દુબે | સીએસકે | 11 | 24 | 11 |
ગ્લેન મેક્સવેલ | આરસીબી | 10 | 23 | 14 |
કાયલ મેયર્સ | એલએસજી | 11 | 22 | 35 |
ઋતુરાજ ગાયકવાડ | સીએસકે | 11 | 21 | 27 |
યશસ્વી જયસ્વાલ | આરઆર | 11 | 21 | 62 |
રિંકૂ સિંહ | કેકેઆર | 11 | 21 | 21 |
નીતિશ રાણા | કેકેઆર | 11 | 19 | 30 |
સંજુ સેમસન | આરઆર | 11 | 19 | 22 |
તિલક વર્મા | મુંબઈ ઇન્ડિયન્સ | 9 | 18 | 21 |