આઈપીએલ 2023 : બોલરોનું શાનદાર પ્રદર્શન, ગુજરાત ટાઇટન્સનો 7 રને વિજય

IPL 2023 LSG vs GT : હાર્દિક પંડ્યા 50 બોલમાં 2 ફોર, 4 સિક્સરની મદદથી 66 રન, ગુજરાત તરફથી મોહિત શર્મા, નૂર અહમદે 2-2 વિકેટ ઝડપી

IPL 2023 LSG vs GT : હાર્દિક પંડ્યા 50 બોલમાં 2 ફોર, 4 સિક્સરની મદદથી 66 રન, ગુજરાત તરફથી મોહિત શર્મા, નૂર અહમદે 2-2 વિકેટ ઝડપી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 LSG vs GT

લખનઉ સુપર જાયન્ટ્સ વિ. ગુજરાત ટાઇટન્સ

IPL 2023 LSG vs GT Score: હાર્દિક પંડ્યાની અડધી સદી (66)અને રિદ્ધિમાન સાહાના 47 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 20 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવી શક્યું હતું.

Advertisment

લખનઉ સુપર જાયન્ટ્સ

-ગુજરાત તરફથી મોહિત શર્મા, નૂર અહમદે 2-2 વિકેટ ઝડપી. રાશિદ ખાનને 1 વિકેટ મળી.

-બદોની 8 અને દિપક હુડા 2 રને રન આઉટ થયા.

-સ્ટોઇનિસ પ્રથમ બોલે કેચ આઉટ થયો.

-કેએલ રાહુલ 61 બોલમાં 8 ફોર સાથે 68 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.

-નિકોલસ પૂરન 1 રન બનાવી નૂર અહમદનો બીજો શિકાર બન્યો.

-કૃણાલ પંડ્યા 23 રન બનાવી નૂર અહમદની ઓવરમાં આઉટ થયો. લખનઉએ 106 રને બીજી વિકેટ ગુમાવી.

Advertisment

-લખનઉએ 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-કેએલ રાહુલે 38 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી

-કાયલ મેયર્સ 19 બોલમાં 24 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.

-લખનઉએ 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

આ પણ વાંચો - પોતાની બાયોપિકમાં કોહલી કોને બનાવવા માંગે છે હિરો, ધોની પાસેથી શું ચોરી કરવા માગે છે, જાણો

ગુજરાત ટાઇટન્સ

-લખનઉ તરફથી કૃણાલ પંડ્યા અને સ્ટોઇનિસે 2-2 વિકેટ ઝડપી.

-ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા.

-ડેવિડ મિલરના 12 બોલમાં 6 રન.

-હાર્દિક પંડ્યા 50 બોલમાં 2 ફોર, 4 સિક્સરની મદદથી 66 રન બનાવી સ્ટોઇનિસનો શિકાર બન્યો.

-હાર્દિક પંડ્યાએ 44 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

-ગુજરાતે 16.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-વિજય શંકર 12 બોલમાં 10 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં બોલ્ડ થયો.

-અભિનવ મનોહર 3 રન બનાવી અમિત મિશ્રાની ઓવરમાં કેચ આઉટ થયો.

-સાહા 37 બોલમાં 6 ફોર સાથે 47 રન બનાવી આઉટ થયો.

-ગુજરાતે 8 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-પાવરપ્લેમાં 6 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા

-શુભમન ગિલ ખાતું ખોલાયા વિના કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. ગુજરાતે 4 રને પ્રથમ વિકેટ ગુમાવી.

-ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

બન્ને ટીમો આ પ્રકાર છે

ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.

લખનઉ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોની, અમિત મિશ્રા, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, નવીન ઉલ હક.

લખનઉ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ હાર્દિક ક્રિકેટ IPL સ્પોર્ટ્સ