આઈપીએલ 2023 શરૂ થતા પહેલા માઇકલ વોને કરી વિજેતાની ભવિષ્યવાણી, આ ટીમ પર લગાવ્યો દાવ

IPL 2023 - આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સની મેચથી થશે

Written by Ashish Goyal
Updated : March 30, 2023 16:02 IST
આઈપીએલ 2023 શરૂ થતા પહેલા માઇકલ વોને કરી વિજેતાની ભવિષ્યવાણી, આ ટીમ પર લગાવ્યો દાવ
આઈપીએલની શરૂઆત પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને મોટી ભવિષ્યવાણી કરી (File)

આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સની મેચથી થશે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાતની ટીમ ગત સિઝનમાં ચેમ્પિયન બની હતી. આઈપીએલની શરૂઆત પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે જણાવ્યું કે કઇ ટીમ ચેમ્પિયન બનશે. માઇકલ વોને ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ જેવી ટીમો પર દાવ લગાવ્યો નથી.

માઇકલ વોનનું માનવું છે કે સંજુ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બનશે. જોસ બટલર, જો રુટ, સિરમોન હેટમાયર, આર અશ્વિન, જોફ્રા આર્ચર, ટ્રેન્ટ બોલ્ટ અને ચહલ જેવા ખેલાડી આ ટીમનો ભાગ છે. ગત સિઝનમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જોશ બટલરે ઓરેન્જ કેપ અને ચહલે પર્પલ કેપ પોતાના નામે કરી હતી. હવે વોને આ ટીમને ફેવરિટ ગણાવી છે.

આ પણ વાંચો – આઈપીએલ-2023 : ભારતના આ 11 પ્લેયર્સ પર રહેશે બધાની ખાસ નજર, જાણો કેમ

માઇકલ વોને ટ્વિટ કરીને શું કહ્યું

માઇકલ વોને ટ્વિટ કરીને કહ્યું કે આઈપીએલ શરૂ થવાની વધારે રાહ જોઇ શકતો નથી. આ વર્ષ રાજસ્થાન રોયલ્સનું રહેશે. મે ના અંતમાં તે ટ્રોફી પોતાના નામે કરશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાની પ્રથમ મેચ 2 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.

આઈપીએલ 2022માં ફાઇનલમાં થયો હતો પરાજય

સંજૂ સેમસનની કેપ્ટનશિપમાં રાજસ્થાનની ટીમે આઈપીએલ 2022માં લીગ સ્ટેજમાં 9 મેચ જીતી હતી અને 5 મેચમાં પરાજય થયો હતો. લીગ મેચની 14 મેચમાં તેના 18 પોઇન્ટ હતા. ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર-1 માં પરાજય થયો હતો. જોકે બીજી ક્વોલિફાયરમાં આરસીબીને હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ફાઇનલમાં ફરી ગુજરાત ટાઇટન્સ સામે પરાજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ