આઈપીએલ 2023 : સૂર્યકુમાર યાદવ અને નેહલની ભાગીદારીએ બાજી પલટાવી, મુંબઈને જીત અપાવી

IPL 2023 MI vs RCB : આરસીબી સામે મુંબઈનો 6 વિકેટે વિજય, સૂર્યકુમાર યાદવના 35 બોલમાં 7 ફોર, 6 સિક્સરની મદદથી 83 રન

IPL 2023 MI vs RCB : આરસીબી સામે મુંબઈનો 6 વિકેટે વિજય, સૂર્યકુમાર યાદવના 35 બોલમાં 7 ફોર, 6 સિક્સરની મદદથી 83 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 MI vs RCB

IPL 2023 MI vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. મુંબઈ ઇન્ડિયન્સ મુકાબલો

IPL 2023 MI vs RCB : સૂર્યકુમાર યાદવના 83, નેહલ વઢેરાના 52 અને ઇશાન કિશનની 42 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. સૂર્યકુમાર યાદવ અને નેહલે ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી નોંધાવીને ટીમની જીત અપાવી હતી.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ

-નેહલ વઢેરા 34 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી 52 રન બનાવી અણનમ રહ્યો.

-ટીમ ડેવિડ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ

-સૂર્યકુમાર યાદવ 35 બોલમાં 7 ફોર, 6 સિક્સરની મદદથી 83 રન બનાવી વિનયકુમારની ઓવરમાં આઉટ થયો.

-સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

-મુંબઈ ઇન્ડિયન્સે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રોહિત શર્મા 7 રન બનાવી હસરંગાની ઓવરમાં એલબી થયો. મુંબઈએ 52 રને બીજી વિકેટ ગુમાવી.

-મુંબઈ ઇન્ડિયન્સે 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ઇશાન કિશન 21 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે 42 રન બનાવી હસરંગા ડી સિલ્વાની ઓવરમાં આઉટ થયો.

Advertisment

આ પણ વાંચો - સૌથી વધારે સિક્સર ફટકારવામાં પ્લેસિસ મોખરે, ગુજરાત ટાઇટન્સના એકપણ ખેલાડીને ટોપ-10માં સ્થાન નહીં

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઇનિંગ્સ

મુંબઈ તરફથી બેહરેનડોર્ફે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-કેદાર જાધવ 12 અને હસરંગા 12 રને અણનમ રહ્યા.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 20 ઓવરમાં 6 વિકેટે 199 રન.

-દિનેશ કાર્તિક 18 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 30 રન બનાવી જોર્ડનની ઓવરમાં કેચ આઉટ થયો.

-પ્લેસિસ 41 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 65 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.

-મહિપાલ લોમરોર 1 રન બનાવી કાર્તિકેયની ઓવરમાં બોલ્ડ થયો.

-મેક્સવેલ અને પ્લેસિસે 120 રનની ભાગીદારી નોંધાવી.

-મેક્સવેલ 33 બોલમાં 8 ફોર, 4 સિક્સર સાથે 68 રન બનાવી બેહરેનડોર્ફનો ત્રીજો શિકાર બન્યો.

-પ્લેસિસે 30 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 9.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ગ્લેન મેક્સવેલે 25 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-અનુજ રાવત 4 બોલમાં 6 રન બનાવી બેહરેનડોર્ફની ઓવરમાં આઉટ. આરસીબીએ 16 રને બીજી વિકેટ ગુમાવી.

-વિરાટ કોહલી 4 બોલમાં 1 રનબનાવી પ્રથમ ઓવરમાં બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો.

-મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રકારે છે

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, જેસોન બેહરેનડોર્ફ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વિનયકુમાર વૈશ્યાક, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL રોહિત શર્મા Virat Kohli સ્પોર્ટ્સ