IPL 2023 MI vs RCB : સૂર્યકુમાર યાદવના 83, નેહલ વઢેરાના 52 અને ઇશાન કિશનની 42 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. સૂર્યકુમાર યાદવ અને નેહલે ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી નોંધાવીને ટીમની જીત અપાવી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ
-નેહલ વઢેરા 34 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી 52 રન બનાવી અણનમ રહ્યો.
-ટીમ ડેવિડ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ
-સૂર્યકુમાર યાદવ 35 બોલમાં 7 ફોર, 6 સિક્સરની મદદથી 83 રન બનાવી વિનયકુમારની ઓવરમાં આઉટ થયો.
-સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
-મુંબઈ ઇન્ડિયન્સે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્મા 7 રન બનાવી હસરંગાની ઓવરમાં એલબી થયો. મુંબઈએ 52 રને બીજી વિકેટ ગુમાવી.
-મુંબઈ ઇન્ડિયન્સે 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ઇશાન કિશન 21 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે 42 રન બનાવી હસરંગા ડી સિલ્વાની ઓવરમાં આઉટ થયો.
આ પણ વાંચો – સૌથી વધારે સિક્સર ફટકારવામાં પ્લેસિસ મોખરે, ગુજરાત ટાઇટન્સના એકપણ ખેલાડીને ટોપ-10માં સ્થાન નહીં
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઇનિંગ્સ
મુંબઈ તરફથી બેહરેનડોર્ફે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-કેદાર જાધવ 12 અને હસરંગા 12 રને અણનમ રહ્યા.
-રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 20 ઓવરમાં 6 વિકેટે 199 રન.
-દિનેશ કાર્તિક 18 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 30 રન બનાવી જોર્ડનની ઓવરમાં કેચ આઉટ થયો.
-પ્લેસિસ 41 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 65 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.
-મહિપાલ લોમરોર 1 રન બનાવી કાર્તિકેયની ઓવરમાં બોલ્ડ થયો.
-મેક્સવેલ અને પ્લેસિસે 120 રનની ભાગીદારી નોંધાવી.
-મેક્સવેલ 33 બોલમાં 8 ફોર, 4 સિક્સર સાથે 68 રન બનાવી બેહરેનડોર્ફનો ત્રીજો શિકાર બન્યો.
-પ્લેસિસે 30 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 9.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ગ્લેન મેક્સવેલે 25 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-અનુજ રાવત 4 બોલમાં 6 રન બનાવી બેહરેનડોર્ફની ઓવરમાં આઉટ. આરસીબીએ 16 રને બીજી વિકેટ ગુમાવી.
-વિરાટ કોહલી 4 બોલમાં 1 રનબનાવી પ્રથમ ઓવરમાં બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો.
-મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રકારે છે
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, જેસોન બેહરેનડોર્ફ.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વિનયકુમાર વૈશ્યાક, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.