scorecardresearch

આઈપીએલ 2023 : મુંબઈ ઇન્ડિયન્સનો પ્લેઓફમાં પ્રવેશ, આરસીબીના અભિયાનનો અંત

IPL 2023 MI vs SRH : કેમરૂન ગ્રીનના 47 બોલમાં 8 ફોર, 8 સિક્સરની મદદથી અણનમ 100 રન, મુંબઈ ઇન્ડિયન્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય

IPL 2023 MI vs SRH
IPL 2023 MI vs SRH Live Score –

IPL 2023 MI vs SRH : કેમરૂન ગ્રીનની અણનમ સદી (100)અને રોહિત શર્માની અડધી સદી (56)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 201 રન બનાવી લીધા હતા.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે જીત મેળવતા મુંબઈ ઇન્ડિયન્સને ફાયદો થયો છે. મુંબઈ 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં આવી ગયું છે. બીજી તરફ આરસીબીના અભિયાનનો અંત આવ્યો છે. આ સાથે જ વિરાટ કોહલીનું આઈપીએલ ટ્રોફી જીતવાનું સપનું ફરી રોળાયું છે. ગુજરાતે આરસીબી સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ

-ભુવનેશ્વર કુમાર અને મયંક ડાંગરે 1-1 વિકેટ ઝડપી.

-સૂર્યકુમાર યાદવના 16 બોલમાં અણનમ 25 રન.

-કેમરૂન ગ્રીનના 47 બોલમાં 8 ફોર, 8 સિક્સરની મદદથી અણનમ 100 રન.

-મુંબઈ ઇન્ડિયન્સે 13.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-રોહિત અને કેમરુન ગ્રીને 120 રનની ભાગીદારી નોંધાવી.

-રોહિત શર્મા 37 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે 56 રન બનાવી મયંક ડાંગરનો શિકાર બન્યો.

-રોહિત શર્માએ 31 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.

-મુંબઈ ઇન્ડિયન્સે 9 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-કેમરૂન ગ્રીને 20 બોલમાં 4 ફોર, 5 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-મુંબઈ ઇન્ડિયન્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ઇશાન કિશન 12 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 14 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો.

-રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો – ચેન્નઇ સુપર કિંગ્સે 12મી વખત પ્લેઓફમાં પ્રવેશ કર્યો, દિલ્હી કેપિટલ્સ સામે 77 રને વિજય

સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ

-મુંબઈ તરફથી આકાશ મધવાલે 37 રનમાં 4 વિકેટ ઝડપી. ક્રિસ જોર્ડનને 1 વિકેટ મળી.

-એડન માર્કરામના 7 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 13 રન.

-સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 5 વિકેટે 200 રન

-હેરી બ્રુક પ્રથમ બોલે શૂન્ય રને મધવાલની ઓવરમાં આઉટ.

-ક્લાસેન 13 બોલમાં 2 ફોર સાથે 18 રન બનાવી આકાશ મધવાલની ઓવરમાં બોલ્ડ થયો.

-ગ્લેન ફિલિપ્સ 1 રન બનાવી જોર્ડનની ઓવરમાં કેચ આઉટ થયો.

-મયંક અગ્રવાલના 46 બોલમાં 8 ફોર, 4 સિક્સર સાથે 83 રન. મધવાલનો બીજો શિકાર બન્યો.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 14.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-મયંક અને વિવરન્તે પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી નોંધાવી.

-વિવરન્ત શર્મા 47 બોલમાં 9 ફોર, 2 સિક્સરની મદદથી 69 રન બનાવી આકાશ મધવાલનો શિકાર બન્યો.

-મયંક અગ્રવાલે 32 બોલમાં 7 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 11 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-વિવરન્ત શર્માએ 36 બોલમાં 7 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રકારે છે

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, નેહલ વઢેરા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, આકાશ મધવાલ, જેસોન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેયા.

સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, વિવરન્ત શર્મા, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, હેરી બ્રુક, ગ્લેન ફિપિપ્સ, નીતિશ રેડ્ડી, શનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, મયંક ડાંગર, ઉમરાન મલિક.

Web Title: Ipl 2023 mumbai indians vs sunrisers hyderabad mi vs srh live score

Best of Express